- આ કેટેગરી 2020થી 2024 દરમિયાન CAGRના 32%ના દરે વધવાની અપેક્ષા
- ન્યૂટ્રીશન કેટેગરીમાં પરંપરાગત હર્બ્સ રેન્જનું યોગદાન 2024 સુધીમાં બમણું થઇ જશે
- પરંપરાગત હર્બ અર્ક માટેસોર્સિંગની આવશ્યકતામાં નોંધપાત્ર વધારો થવાનું અનુમાન
મુંબઈ, ડિસેમ્બર2: ગ્રાહકો હવે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વળી રહ્યાં હોવાથીહર્બલ ન્યૂટ્રીશન કેટેગરી માટેની માંગમાં વિક્રમી વધારો નોંધાયો જેથી, ભારતની અગ્રણીFMCG ડાયરેક્ટવેચાણ કંપનીઓમાંથી એક, એમવે ઇન્ડિયા તેના પરંપરાગત હર્બ ન્યૂટ્રીશન કેટેગરીમાં આ વર્ષે INR 100 કરોડનું વેચાણ થવાનું અનુમાન રાખે છે.હર્બલ પ્રોડક્ટ્સની વધતી માંગને પહોંચી વળવા માટે, એમવે દ્વારા ભારતમાં હર્બલ અર્ક માટે તેમના સ્થાનિક સોર્સિંગને પણ મજબૂત કરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ એજન્ડા પ્રત્યે પોતાની કટિબદ્ધતાને આગળ વધારતા એમવે પોતાની ઉચ્ચ ગુણવત્તાની ન્યૂટ્રીશન પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સ્થાનિક સ્તરેથી જરૂરી ઘટકોનું સોર્સિંગકરવાનું ચાલુ રાખે છે. ન્યૂટ્રીશનક્ષેત્રમાં અગ્રણી કંપની એમવે તેની ન્યૂટ્રીશન કેટેગરીની બ્રાન્ડ – ન્યૂટ્રીલાઇટ માટે વૈશ્વિક ઓળખ ધરાવે છે. ભારતમાં પણ, ન્યૂટ્રીલાઇટ નોંધપાત્ર બ્રાન્ડ હિસ્સો ધરવે છે. સર્વાંગી ન્યૂટ્રીશન અને સુખાકારીની પ્રાથમિકતાના ટ્રેન્ડમાં વૃદ્ધિ સાથે, કંપની 2024 સુધીમાં વર્તમાન યોગદાન કરતા 50%થી 65%થી વધુ યોગદાન સાથે ન્યૂટ્રીશન કેટેગરીમાં ઝડપથી વૃદ્ધિનું અનુમાન લગાવે છે, જેમાં હર્બલ ન્યૂટ્રીશન વિભાગનું નોંધપાત્ર યોગદાન પણ સામેલ છે.
એમવે ઇન્ડિયાના CEO શ્રી અંશુ બુધરાજાએ આ અંગે ટિપ્પણી કરી હતી કે,“સર્વાંગી ન્યૂટ્રીશન અને સુખાકારી ઉકેલો તરફ લોકોના ઝુકાવમાં એકધારો વધારો થઇ રહ્યો છે જે આપણને આપણા પરંપરાગત વિશ્વાસ તરફ પાછા લઇ જાય છે. ‘સ્થાનિકની ફરી સ્વીકૃતિ’ના વધતા ટ્રેન્ડના કારણે તુલસી, આદુ, હળદર, આમળા અને આવા અન્ય હર્બ્સ ઘટકોના વપરાશમાં વધારો થયો છે. હર્બલ માટે ગ્રાહકોની વધતી પ્રાધાન્યતા સાથે, એમવેએન્યૂટ્રીલાઇટ ટ્રેડિશનલ હર્બ્સ રેન્જ સાથે 2018માં પરંપરાગત હર્બ્સ ન્યૂટ્રીશન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો જેને ખૂબ જ પ્રચંડ પ્રતિભાવ મળ્યો છે. વર્તમાન સમયમાં, તુલસી, અશ્વગંધા, મુલેથી અને અન્ય હર્બ્સનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલી માત્ર છ પ્રોડક્ટ્સની રેન્જમાંથીઆ વર્ષે INR 100 કરોડનું વેચાણ થવાની આશા છે. વધુમાં, તાજેતરના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં, ભારતમાં 51% પરિવારોએ આવા પરંપરાગત ઘટકોનેતેમના દૈનિક ડાયેટનો હિસ્સો બનાવી દીધો છે જે સૂચવે છે કે, આગામી વર્ષોમાં આ કેટેગરી વૃદ્ધિની સંભાવનાઓ ધરાવે છે. બજારના પરિદૃશ્ય સાથે આગળ વધીને, અમે અપેક્ષા રાખીએ છીએ કે, એકંદરે ન્યૂટ્રીશન કેટેગરીમાં પરંપરાગત હર્બ્સની રેન્જનું યોગદાન હાલમાં 10% છે તે 2024માં બમણું થઇને 20% થવાનો અંદાજ છે.”
-ન્યૂટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સની રેન્જનું વેચાણ આ વર્ષે INR 100 સુધી પહોંચવાની આશા છે.
– એમવે 2020થી 2024 સુધીમાં હર્બલ ન્યૂટ્રીશન કેટેગરી CAGRના 32%ના દરે ત્રણ ગણી વૃદ્ધિનું અનુમાન રાખે છે.
-આ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખતા,એકંદરે ન્યૂટ્રીશન કેટેગરીમાં પરંપરાગત હર્બ્સની રેન્જનું યોગદાન હાલ 10% છે તે 2024માં બમણું થઇને 20% થવાનો અંદાજ છે
-આ સાથે, એકંદરે ન્યૂટ્રીશન કેટેગરીમાં 2024 સુધીમાં વૃદ્ધિમાં 50%થી 65%કરતા વધારે યોગદાન થવાની આશા છે.
એમવેની ન્યૂટ્રીલાઇટ પરંપરાગત હર્બની રેન્જહર્બની શુદ્ધતા, સલામતી અને સક્ષમતાનું સ્તર સુનિશ્ચિત કરે છે કારણ કે તે બીજથી લઇને પૂરવઠા સુધીની આકરી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેથી તેની વિશ્વકક્ષાની ગુણવત્તા સુનિશ્ચિત થાય છે. આ પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતા હર્બ્સDNA ફિંગરપ્રિન્ટેડ હોય છે જેથી યોગ્ય મસાલા અને હર્બ્સની ગુણવત્તા તેના સક્રિય સ્વરૂપ સાથેસુનિશ્ચિત થાય અને કોઇપણ પ્રકારે દૂષિત થવાથી બચી શકે. પ્રોડક્ટની સક્ષમતાની બાંહેધરી માટે આ હર્બલ સપ્લિમેન્ટ્સ સર્ટિફાઇડ નોન-GMO સ્રોતોમાંથી બનાવેલા છે જેથી અજ્ઞાત આરોગ્ય જોખમે ટાળી શકાય અને સલામતી સુનિશ્ચિત થાય. વધુમાં, આ સપ્લિમેન્ટ્સ એમવેની ઉત્પાદન સુવિધા ખાતે તૈયાર કરવામાં આવે છે જ્યાં સલામતી, યોગ્ય ઓળખ અને પ્રોડક્ટની સર્વોચ્ચ ગુણવત્તા જાળવી રાખવા માટે સારી મેન્યૂફેક્ચરિંગ કામગીરીનું પાલન કરવામાં આવે છે.
એમવે ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી અજય ખન્નાએપરંપરાગત હર્બ્સ રેન્જ ન્યૂટ્રીશન કેટેગરીની વૃદ્ધિ અંગે ચર્ચા કરતી વખતે જણાવ્યું હતું કે, “ભારતમાં ગ્રાહકોની સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતામાં સતત વધારો થઇ રહ્યો છે અને આ સુખાકારી પ્રત્યે સર્વાંગી અભિગમનો આ મેગા ટ્રેન્ડ એમવે માટે વૃદ્ધિના નવા તબક્કાને ચલાવશે. ઉભરતા ટ્રેન્ડને અનુલક્ષીને, અમારા ધ્યાનમાં આવ્યું છે કે,હર્બલ ન્યૂટ્રીશન રેન્જ સહિત પ્રતિકારકતાને સમર્થન આપતી ન્યૂટ્રીશન પ્રોડક્ટ્સના વેચાણમાં વધારો થયો છે. આજના સમયમાં ગ્રાહકો, હર્બલ પ્રોડક્ટ્સ પ્રત્યે પ્રબળ પ્રતિભાવ બતાવી રહ્યાં છે અને ખાસ કરીને યુવાનોમાંપરંપરાગત હર્બલ ઘટકોની પ્રાધાન્યતા વધી રહી છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા, અમારા અનુમાન પ્રમાણે 2024 સુધીમાં આ કેટેગરી CAGRના 32%ના દરે ત્રણ ગણી વૃદ્ધિ કરશે. વધુ વેગ પકડવા માટે, અમે સમય સમયેપ્રોડક્ટ ઇનોવેશન સાથેઆ કેટેગરીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું, અને બજારની જરૂરિયાત અનુસાર નવા લોન્ચિંગના મજબૂત આયોજનો પણ છે તેમજ યુવાનોને લક્ષ્યમાં રાખીને કમ્યુનિકેશન માટેની નવી અને ઇનોવેટિવ રીતો પણ અમારા ધ્યાનમાં છે.”
વધુમાં શ્રી બુધરાજાએ જણાવ્યું હતું કે, “એમવે ખાતે, અમે આત્મનિર્ભર ભારતના વિઝન પ્રત્યે કટિબદ્ધ છીએ અને ભારતમાં ન્યૂટ્રીસેર્ટ સર્ટિફાઇડ ઓર્ગેનિક ફાર્મ્સમાંથી કાચી સામગ્રીની ખરીદી માટે સોર્સિંગ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પૂરતો સહકાર આપી રહ્યાં છીએ. આ પરિબળ અમને અમારી પ્રોડક્ટ્સની સારી ગુણવત્તા જાળવી રાખવામાં પણ મદદ કરે છે.”
હર્બલ ન્યૂટ્રીશન કેટેગરીમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી રાખવા માટે, એમવે ઇન્ડિયાપોતાના હિતધારકોનું જીવન નોંધનીય રીતે અલગ બનાવવાના કંપનીના વિઝનને અનુરૂપ ભાગીદારોનું મજબૂત નેટવર્ક બનાવી રહી છે. વર્તમાન સમયમાં, એમવે ઇન્ડિયાબોસ્વેલિયા, તજ, ગાર્સિનિયા, આદુ, જિમ્નેમા, પવિત્ર તુલસી, બકોપા, ગલગોટા, દાડમ, હળદર અને બીજા ઘણા ઘટકોની ખરીદી માટે 12 ન્યૂટ્રીસેર્ટ સર્ટિફાઇડ ભાગીદારો સાથે કામ કરે છે. તાજેતરમાં જ, હર્બલ ન્યૂટ્રીશન પ્રોડક્ટ્સના વધતા વેચાણના કારણે, એમવે ઇન્ડિયાના હર્બલ અર્કની માંગમાં તીવ્ર વધારો નોંધાયો છે. આ વધતી માંગને પહોંચા વળવા માટે, એમવે ભારતમાં તેના ઓર્ગેનિક ફાર્મ બેઝનું વિસ્તરણ કરવા માટે મૂલ્યાંકન કરી રહી છે. આ સંસ્થા આગામી બે વર્ષમાં સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપવા માટે વધુ ઓર્ગેનિક સર્ટિફાઇડ હર્બ ફાર્મશોધી રહી છે. ઓર્ગેનિક ફાર્મિંગ ઉકેલોમાં એમવેનું રોકાણ સ્થાનિક અર્થતંત્રમાં પરિવર્તનને વધુસમર્થન આપે છે અને એકંદરે મધ્યમ અને નાના ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવે છે.
એમવેઆર્ગેનિક ફાર્મ ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી માલિક અને ચાલક પૈકી એક છે જે તેના ટ્રેસિબિલિટી પ્રોગ્રામમાં ઉમેરો કરે છે.
ન્યૂટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સ રેન્જ વિશે
ન્યૂટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સ રેન્જમાં છ પ્રોડક્ટ્સ – ન્યૂટ્રીલાઇટ તુલસી, ન્યૂટ્રીલાઇટ બ્રાહ્મી, ન્યૂટ્રીલાઇટ અશ્વગંધા, ન્યૂટ્રીલાઇટ અમાલકી, વિભિતકી અને હરિતકી,ન્યૂટ્રીલાઇટ મધુનશીની, શુંતી અને ત્વાક અને ન્યૂટ્રીલાઇટ વસાકા, મુલેથી અને સુરાસા છે. એમવેની ન્યૂટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સ રેન્જમાં ઓર્ગેનિક સર્ટિફાઇડ હર્બ્સ અને DNA ફિંગરપ્રિન્ટેડ હર્બ્સના લાભો મળે છે જે અનન્ય છે અને બજારમાં ઉપબલ્ધ સૌથી અનોખા છે. આ રેન્જ નવા ન્યૂટ્રાસ્યુટિક્લ્સ રેગ્યુલેશન એટલે કે, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા બહાર પાડવામાં આવેલાફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (હેલ્થ સપ્લિમેન્ટ્સ, ન્યૂટ્રાસ્યુટિકલ્સ, વિશેષ ડાયેટરી ઉપયોગ માટેના ભોજન, વિશેષ તબીબી હેતુ માટેના ભોજન, કાર્યકારી ભોજન અને નવતર ભોજન), રેગ્યુલેશન્સ, 2016 (‘રેગ્યુલેશન્સ’)ને અનુરૂપ છે.