· વિંડફ્રી™ એર કંડિશનર્સ શાંતિપૂર્વક 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી હવા ફેંકે છે. તે Wi-Fi એનેબલ્ડ છે અને AI ઓટો કૂલિંગ, મોશન ડિટેકશન સેન્સર, વેલ્કમ કૂલિંગ અને વોઈસ કંટ્રોલ ધરાવે છે.
· સંપૂર્ણ નવા ફ્રીઝ વોશ ફીચર સાથે નવી રેખા ભીતરથી ગંદકી અને જીવાણુ દૂર કરવાની, 5-ઈન-1 કન્વર્ટિબલ કૂલિંગ અને PM1.0 ફિલ્ટર સાથે કસ્ટમાઈઝ્ડ એનર્જી કંટ્રોલ ધરાવે છે.
· ચુનંદા બેન્કિંગ મર્ચન્ટ્સમાં 12.5% સુધી કેશબેક સાથે ઈઝી ફાઈનાન્સ વિકલ્પો અને પાંચ વર્ષની વધારાની વોરન્ટી.
ભારતની સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે પ્રીમિયમ વિંડફ્રી™ એરકંડિશનર્સની તેની ક્રાંતિકારી 2022 લાઈન–અપ રજૂ કરવામાં આવી હતી, જે રૂમના એમ્બિયન્ટ વાતાવરણને શક્તિશાળી અને નમ્ર રીતે ઠંડું કરે છે. વિંડફ્રી™ ટેકનોલોજી સખત ઠંડીલહેરને નાબૂદ કરે છે અને 0.15 m/sની સ્પીડે 23,000 સૂક્ષ્મ હવાનાં છિદ્રો થકી હવા ફેંકે છે, જેને લઈ સ્થિર હવાદાર વાતાવરણ નિર્માણ કરવામાં મદદ થાયછે. આ ઉનાળામાં આરામદાયક કૂલિંગ માટે અને તમારું આગામી એસી અપગ્રેડ કરવા માટે આ ઉત્તમ સમાધાન છે.
એસીની નવી રેન્જ PM 1.0 ફિલ્ટર્સ સાથે આવે છે, જે 99%* જીવાણુ નિર્જંતુકીકરણ કરે છે અને ફ્રીઝ વોશ ફીચર ઘરમાં જાતે આસાનીથી કરી શકાતા મેઈનટેનન્સ માટે હીટ એક્સચેન્જરમાંથી ગંદકી અને જીવાણુ દૂર કરે છે. નવી રેન્જની મનોહર ડિઝાઈન કોઈ પણ ઘરની જગ્યા અથવા ઓફિસની જગ્યાની ઝાકઝમાળ વધારી શકે છે.
વર્ક ફ્રોમ હોમ પેઢીના જીવનમાં વધુ સુવિધાનો ઉમેરો કરતાં વિંડફ્રી ™ એસી Wi-Fiનો ઉપયોગ કરીને સેમસંગના સ્માર્ટથિંગ્સ એપ સાથે આસાનીથી કનેક્ટ કરી શકાય છે, જેથી તમે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, એલેક્સા અને ગૂગલ હોમનો ઉપયોગ કરીને સેટિંગ્સ બદલી કરી શકો અથવા તેને સ્વિચ ઓન/ ઓફફ પણ કરી શકો છો. તમે સ્માર્ટ AI કૂલિંગ સાથે કૂલિંગ મહત્તમ પણ કરી શકો છો અને જિયો– ફેન્સિંગ આધારિત વેલ્કમ કૂલિંગ ફીચર સાથે ઘરે પહોંચવા પૂર્વે રૂમને આપોઆપ ઠંડો પણ કરે છે. ઉપરાંત વિંડફ્રી™ ટેકનોલોજી 77% સુધી ઊર્જા બચાવી શકે છે અને કન્વર્ટિબલ 5-ઈન-1 એસીમાં ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી 41% સુધી ઊર્જા બચત કરવામાં મદદ કરે છે.
સેમસંગની વિંડફ્રી™ એસીની નવી લાઈન-અપ બધા અગ્રણી રિટેઈલ સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમ જ સેમસંગના ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ પર ઓનલાઈન પણ ઉપલબ્ધ કરી શકાશે. ગ્રાહકો સેમસંગ એર કંડિશનર્સ ખરીદી કરતાં રૂ. 7500 સુધી 12.5% કેશબેક, રૂ. 999 જેટલી ઓછી રકમ સાથે શરૂ થતા ઈએમઆઈ સાથે આસાન ઈએમઆઈ વિકલ્પો અને 5 વર્ષની વધારાની વ્યાપક વોરન્ટી જેવી આકર્ષક ઓફર્સ માટે પાત્ર બનશે.
“પ્રીમિયમ વિંડફ્રી™ એર કંડિશનર્સની અમારી નવીનતન રેન્જ શક્તિશાળી કૂલિંગ સાથે સ્થિર હવાદાર વાતાવરણ નિર્માણ કરીને ઉચ્ચ સ્તરનો આરામ આપવા 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી ઠંડી હવા ફેંકે છે. નવી લાઈન-અપ અત્યંત શાંત વાતાવરણની ખાતરી રાખવા માટે ફક્ત 21 ડેસિબલના નીચા અવાજે કામ કરીને યોગ્ય ટેમ્પરેચર જાળવી રાખવા અને અમારા ગ્રાહકોના રોજના નિત્યક્રમને વધુ સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. વિંડફ્રી ™ એર કંડિશનર્સનાં સ્માર્ટ AI ફીચર્સ ગ્રાહકોને તે રિમોટી ચલાવવાની સુવિધા આપે છે, કન્વર્ટિબલ ઓપ્શન વિચારપૂર્વક વીજનો ઉપયોગમાં મદદ કરે છે. અમને વિશ્વાસ છે કે આ લાઈન–અપ ગ્રાહકોની સતત વધતી જરૂરતોને પહોંચી વળશે અને અમને ભારતીય એસી બજારમાં અમારું સ્થાન વધુ મજબૂત બનાવવામાં મદદ થશે,” એમ સેમસંગ ઈન્ડિયાના એચવીએસી ડિવિઝન, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ ભુતાનીએ જણાવ્યું હતું.
વિંડફ્રી™ એર કંડિશનર્સની ટોચ પર સ્થિત ઈઝી ફિલ્ટર+ કાઢવાની અને સાફ કરવાનું સુવિધાજનક હોવાથી ગ્રાહકો પોતાની મેળે ફિલ્ટર આસાનીથી કાઢીને સાફ કરી શકે છે. વળી, જીવાણુ, એલર્જન્સ અને વાઈરસોથી રક્ષણની વધુ એક સપાટી ઉમેરવા માટે ચુનંદાં મોડેલોમાં ટ્રાય–કર ફિલ્ટર છે.
જો 20 મિનિટ માટે રૂમમાં કોઈ અવરજવર નહીં હોય તો મોશન ડિટેક્ટ સેન્સર તમારું એસી આપોઆપ વિંડફ્રી™ મોડમાં ફેરવાઈને ઊર્જાની બચત કરે છે. તમે હવાને તમારાથી દૂર ફેંકવા અથવા તમે જાઓ ત્યાં તમને ફોલો કરવા માટે પણ સેટ કરી શકો છો.
કિંમત, ઉપલબ્ધતા અને વોરન્ટીઃ
સેમસંગનાં પ્રીમિયમ વિંડફ્રી™ એર કંડિશનર્સની નવી રેન્જ, 28 મોડેલ સાથે રૂ. 50,990થી શરૂ થઈને રૂ. 99,990 સુધી જાય છે. ગ્રાહકો રૂ. 7500 સુધી 12.5% કેશબેક, રૂ. 999 જેટલી ઓછી રકમ સાથે શરૂ થતા ઈએમઆઈ સાથેના ઈએમઆઈ વિકલ્પો અને પીસીબી કંટ્રોલર, ફેન મોટર, કોપર કન્ડેન્સર અને ઈવાપોરેટર કોઈલ પર 5 વર્ષની વ્યાપક વોરન્ટી જેવી આકર્ષક ઓફર્સ મેળવી શકે છે.
ગ્રાહકને વિંડફ્રી™ એર કંડિશનર્સ ખરીદી કરવા સમયે એક્સપ્રેસ 4 અવર ઈન્સ્ટોલેશન સેવા પણ મળેછે. નવી લાઈન-અપ સ્માર્ટ ઈન્સ્લોટેશન ઓપ્શન પૂરો પાડે છે, જે સેલ્ફ- ડાયગ્નોસિસ ફીચર તમારું સેમસંગનું એસી પરફેક્ટ રીતે ઈન્સ્ટોલ કરવામાં આવે તેની ખાતરી રાખે છે. ગ્રાહકોને ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી પણ મળે છે, જે 52 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉચ્ચ ટેમ્પરેચર ખાતે કૂલિંગની ખાતરી રાખે છે.
સેમસંગ 48 અન્ય મોડેલો પણ રજૂ કરી છે. 44 મોડેલ કન્વર્ટિબલ 5-ઈન-1 અને 4 ફિક્ડ સ્પી મોડેલ્સનાં એર કંડિશનર્સનો તેમાં સમાવેશ થાય છે. આ મોડેલો રૂ. 45,990ની કિંમતથી શરૂ થાય છે અને રૂ. 77,990 સુધી જાય છે. ઉપરાંત ગ્રાહકો ચુનંદાં મોડેલો પર 15 મહિના સુધીની નો કોસ્ટ ઈએમઆઈ સ્કીમ પણ મેળવી શકે છે.
ગ્રાહકો હવે નવાં વિંડફ્રી™ એસી આ લિંકની વિઝિટ કરીને સેમસંગ પાસેથી સીધા જ ખરીદી શકે છેઃ https://www.samsung.com/in/air-conditioners/wind-free-ac/
શક્તિશાળી યેટ જેન્ટલ
સેમસંગ વિંડફ્રી™ એસી કોઈ પણ સીધી હવાની લહેર વિના ઠંડકની આરામદાયક સપાટી જાળવવા માટે રૂમમાં એકસમાન હવા નમ્ર રીતે ફેલાય તે માટે તેના બોડી પરનાં 23,000 સૂક્ષ્મ છિદ્રોનો ઉપયોગ કરે છે. ઈચ્છિત ટેમ્પરેચર પર પહોંચતાં જ ગ્રાહકો વિંડફ્રી™ મોડ શરૂ કરી શકે છે, જે નમ્ર કૂલિંગ માટે સ્થિર હવાદાર વાતાવરણ નિર્માણ કરે છે.
સ્માર્ટ ગ્રાહકો માટે સ્માર્ટ કંટ્રોલ
એર કંડિશનર્સની વિંડફ્રી ™ રેન્જ ઉપભોક્તાઓને Wi-Fi થકી બિક્સબી, એલેક્સા અને ગૂગલ હોમનો ઉપયોગ કરીને વોઈસ કમાન્ડ્સ થકી તેમનાં એર કંડિશનર્સને કાબૂમાં લેવા માટે ઉપભોક્તાઓને અભિમુખ બનાવે છે. સ્માર્ટથિંગ્સ એપ સાથે તમે તમારું એસી Wi-Fi પર રિમોટથી સ્વિચ ઓન કરી શકો છો અને તમારા મનગમતા સેટિંગમાં સેટ કરી શકો છો, જેથી તમે ઘરમાં આવો ત્યારે તમારું ઉત્તમ રીતે સ્વાગત થાય છે.
AI ઓટો- કૂલિંગ ફીચર આપોઆપ તમારા ઉપયોગના વર્તન અને રહેવાની સ્થિતિઓને આધારે કૂલિંગ મહત્તમ બાવે છે. તે આપોઆપ અગ્રતાના ટેમ્પરેચર અને બહારી ટેમ્પરેચરને આધારે અત્યંત યોગ્ય કૂલિંગ મોડમાં આપોઆપ સ્વિચ થાય છે.
બહેતર ઊર્જા કાર્યક્ષમતા
એર કંડિશનર્સની વિંડફ્રી™ રેન્જ ગ્રાહકોને રિમોટ કંટ્રોલ પર બટન પ્રેસ કરવા સાથે પાંચ કન્વર્ટિબલ મોડ્સમાંથી પસંદગી કરવાની સુવિધા આપે છે, જેને લઈ 40%થી 120% સુધી કસ્ટમાઈઝ્ડ એસી પરફોર્મન્સ વિકલ્પો પૂરા પાડે છે. કસ્ટમાઈઝ્ડ સેટિંગ્, પાર્ટી મોડ (120%), નોર્મલ મોડ (100%), પ્લેઝન્ટ મોડ (80%), ઈકો મોડ (60%), અને હોમ અલોન મોડ (40%)– એસી મેન્યુઅલી ચલાવવાની ઝંઝટ વિના જરૂરતને આધારે મહત્તમ રૂમ ટેમ્પરેચર ઓફર કરે છે. ઉપરાંત ડિજિટલ ઈન્વર્ટર ગ્રાહકોને એસી વારંવાર બંધ અને ચાલુ કર્યા વિના ઈચ્છિત ટેમ્પરેચર જાળવી રાખીને 41% સુધી વીજ બચત કરાવે છે.
સેમસંગ ગ્રાહકોને તેમનાં વીજ બિલો ઓછાં કરવાં અને વિંડફ્રી™ ટેકનોલોજીની મદદથી 77% સુધી ઊર્જા બચાવવા માટે મદદરૂપ થવા ઊર્જા કાર્યક્ષમ 3થી 5 સ્ટાર ઈન્વર્ટર એર કંડિશનર્સ પણ રજૂ કર્યાં છે.
વિંડફ્રી™ ગૂડ સ્લીપ મોડ અસુખદ ઠંડા હવાના પ્રવાહ વિના આદર્શ રૂમ નિર્માણ કરે છે અને અન્ય સામાન્ય કૂલિંગ મોડ્સની તુલનામાં 77% સુધી ઊર્જા બચાવે છે. 2022નાં સેમસંગ ઈન્વર્ટર એસી પર્યાવરણ અનુકૂળ R32 ગેસ સાથે આવે છે અને કોપર કન્ડેન્સર્સ સાથે સુસજ્જ છે.
સેમસંગ કોપર કન્ડેન્સર કોપર ટ્યુબ અને એન્ટી- કોરોઝન કોટેડ ફિનથી બનેલાં છે, જે કન્ડેન્સરનું કાટ ખાવા સામે રક્ષણ કરે છે, જેને લીધે હીટ એક્સચેન્જરની મહત્તમ કામગીરી જળવાઈ રહે છે.
મોશન ડિટેક્ટ સેન્સર્સથી સમૃદ્ધ આ એર કંડિશનર્સ 20 મિનિટ માટે કોઈ અવરજવર નહીં હોય તો આપોઆપ ઊર્જા બચત મોડમાં ફેરવાઈને 43% સુધી ઊર્જા બચાવે છે. મોશન ડિટેક્ટ સેન્સર 2 મોડ્સ પૂરા પાડે છે- ડાયરેક્ટ વિંડ (જે અવરજવરનું પગેરું રાખે છે અને હવાને તે અનુસાર ફેંકે છે) અને ઈનડાયરેક્ટ વિંડ (વ્યક્તિ તરફ વહેતી હવા ટાળવા માટે અવરજવરનું પગેરું રાખવું).
જો આશરે 20 મિનિટ સુધી કોઈ પણ માનવી હલનચલન નહીં જણાય તો વિંડફ્રી ™ મોડ સક્રિય બને છે અને સેટ ટેમ્પરેચર 28 ડિગ્રી સેલ્સિયસ સુધી બદલી શકે છે. જોકે તે હલનચલન શોધી કાઢે એટલે તુરંત અગાઉનું સંચાલન ફરીથી શરૂ કરે છે.
સેમસંગ એસી સાથે આરોગ્યવર્ધક જીવન
સેમસંગ સતત પ્રોડક્ટોમાં નવીનતા લાવીને ગ્રાહકોને સુવિધા અને સ્વાસ્થ્ય આપવા પ્રયાસ કરે છે. આ વિચાર સાથે વિંડફ્રી™ એરકંડિશનર્સની નવી રેખા વિવિધ ફિલ્ટર્સથી સમૃદ્ધ છે, જે સ્વચ્છ અને શ્વાસક્ષમ હવા પૂરી પાડે છે.
સેમસંગના વિંડફ્રી™ એસી PM 1.0 ફિલ્ટર્સ સાથે આવે છે, જે અત્યંત બારીક ધૂળ પકડીને અને વાઈરસ અને જીવાણુઓને નિર્જંતુક કરીને સ્વચ્છ અને શ્વાસક્ષમ હવા પૂરી પાડવામાં મદદ કરે છે. PM 1.0 ફિલ્ટર વોશેબલ અને રિયુઝેબલ છે, જે તેને સૌથી ખર્ચ કિફાયતી બનાવે છે.
એર કંડિશનર્સની વિંડફ્રી™ રેન્જ ટ્રાય કેર ફિલ્ટરથી પણ સમૃદ્ધ છે, જે હાનિકારક જીવાણુ, વાઈરસ અને એલર્જન્સને કાર્યક્ષમ રીતે ફિલ્ટર કરે છે.
વાયુની ગુણવત્તા લેઝર સેન્સરથી દેખરેખ રાખી શકાય છે, જે ઉપભોક્તાઓ ડિજિટલ 4- કલક ઓરોરા લાઈટિંગ થકી જોઈ શકે છે, જેમાં લાલ અત્યંત નબળી, પીળી નબળી લીલી સામાન્ય અને વાદળી ઉત્તમ વાયુની ગુણવત્તાનો સંકેત આપે છે. આ ઈનોવેટિવ ફિલ્ટર AI પ્યુરિફાઈંગ કામગીરી થકી જાતે સફાઈ પણ કરી શકે છે.
સેમસંગ એર કંડિશનર્સ સાથે આસાન મેઈનટેનન્સ અને સુવિધા
સંપર્કરહિત સેવાઓ માટે વધતી અગ્રતા સાથે આ એર કંડિશનર્સ ફ્રીઝ વોશ ફીચર ઓફર કરે છે, જે ગંદકી દૂર કરેછે અને હીટ એક્સચેન્જમાંથી 90%** જીવાણુ દૂર કરે છે, જેથી ઘરમાં જાતે જાળવણી માટે આસાન છે, જેને લીધે સર્વિસ પર્સોનેલને ઘરે બોલાવવાની જરૂર રહેતી નથી.
સેમસંગના વિંડફ્રી™ એસી ઈઝી ફિલ્ટર + ટેકનોસોજી સાથે આવે છે, જે સ્વસેવા વિકલ્પ ગ્રાહકોને ઘરમાંથી ઝડપથી ફિલ્ટર કાઢવા અને સાફ કરવાની સુવિધા આપે છે. આ ફિલ્ટર્સ એર કંડિશનર્સની ટોચ પર હોયછે અને આસાનીથી કાઢીને સફાઈ કરી શકાય છે. ઈઝી ફિલ્ટર + 99% સુધી હાનિકારક જીવાણુ ઓછા કરે છે. ઉપરાંત મોટી ધૂળ, પશુના વાળ, ફાઈબર અને ઘરગથ્થુ ધૂળ પણ પકડી લે છે.
આ એર કંડિશનર્સ રૂમને ઓછા અવાજ સાથે ઠંડો કરે છે. વિંડફ્રી ™ મોડમાં એસી ફક્ત 21 ડેસિબલ અવાજ કરે છે, જે લાઈબ્રેરીમાં હોય તેનાથી પણ ઓછો અવાજ છે.