બિગબાસ્કેટ, ટાટા એન્ટરપ્રાઇઝે ભાવનગરમાં સંચાલન શરૂ કર્યું છે. શહેરના ગ્રાહકો હવે એપ દ્વારા ચોખા, દાળ, તેલ અને મસાલા, પર્સનલ કેર, કિચન અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ સહિતની દરેક વસ્તુઓ પર ઓછામાં ઓછી 6% છૂટ સહિતના વિશાળ શ્રેણીના ઉત્પાદનોનો ઓર્ડર આપી શકે છે. હાલમાં ભારતના તમામ મોટા શહેરોમાં કાર્યરત છે, ભાવનગરમાં બિગબાસ્કેટની રજૂઆત સાથે ભારતના ઇન્ટરનેટનો ઉપયોગ કરતા 200 મિલિયનગ્રાહકોને સૌથી ઓછી કિંમતે શ્રેષ્ઠ કરિયાણા પ્રદાન કરવાના પોતાના મિશનને જાળવી રાખે છે.
મીડિયાને સંબોધતાબિગબાસ્કેટના રીજનલ બિઝનેસ હેડશ્રી હાર્દિક પટેલે જણાવ્યું, “અમેબિગબાસ્કેટ, ટાટા એન્ટરપ્રાઈઝના અમારા પરિવારમાં જોડાવા માટે ભાવનગરના દરેક ગ્રાહકનું સ્વાગત કરીએ છીએ. અમે ભારતીય ગ્રાહકોની કરિયાણાની જરૂરિયાતોને ઉત્સુકતાથી સમજીએ છીએ અને આ વિશ્વ વિખ્યાત શહેરના લોકો સુધી અમારી સેવાનો વિસ્તાર કરવા પર અમે ગર્વ અનુભવીએ છે. અમે 99% ઑન-ટાઇમ ડિલિવરી ઓફર કરીએ છીએ, ઉત્પાદનોની વિશાળ શ્રેણીની ઉપલબ્ધતા ઉપરાંત ‘નો ક્વેશ્ચન આસ્ક્ડ રીટર્ન પોલિસી’ અને સ્પર્ધાત્મક કિંમતોએ બિગબાસ્કેટને દેશમાં સૌથી વધુ લોકપ્રિય ઑનલાઇન સુપરમાર્કેટ બનાવ્યું છે. દૈનિક ઓછી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ડિલિવરી કરવી એ અમારૂં ધ્યેય છેઅને અમે આશા ધરાવીએ છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ભાવનગરના વિશ્વસનીય કરિયાણા ભાગીદાર બનીશું!”
પોતાની વાત જાળવી રાખી તેમણે ઉમેર્યું, “અમે જે પ્રોડક્ટ્સ પ્રદાન કરીએ છીએ તે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છેઅને અમે તેને સસ્તી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તમામ કેટેગરીમાં 10,000થી વધુ પ્રોડક્ટ્સ અને તમામ એસકેયુ (SKU)પર 6%નું ઓછોમાં ઓછુ ડિસ્કાઉન્ટ પ્રદાન કરીને બિગબાસ્કેટનો ઉદ્દેશ્ય એક મુશ્કેલીમુક્ત શોપિંગ અનુભવ પુરો પાડવાનો છે.”
બિગબાસ્કેટ હાલમાં ભારતના 200થી વધુ શહેરોમાં ઉપસ્થિત છે અને દરેક શહેરમાં દરરોજ નીચા ભાવે સતત ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સની ડિલિવરી કરીને ઑનલાઈન ગ્રોસરી માર્કેટમાં સીમાચિહ્નો સર્જી રહી છે.કંપનીની કામગીરી ભારતમાં 200થી વધુ શહેરોમાં વિસ્તરી છે, દર મહિને આશરે 15 મિલિયન ગ્રાહક ઓર્ડર્સ નોંધે છે.