ગાંધી જયંતિ નિમિત્તે, પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (પીએફએચઆર) દ્વારા 02 ઓક્ટોબર, 2022ના રોજ ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટી ક્લબ રિસોર્ટ ખાતે સામાજિક ન્યાય પર “ગાંધી; સ્વચ્છ ભારતથી આત્મનિર્ભર ભારત અને સામાજિક ન્યાય” રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહાત્મા ગાંધીને સમર્પિત આ પ્રસંગમાં તમામ રાજ્યો અને યુટીએસમાંથી પીએફએચઆરના સભ્ય પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સામાજિક ન્યાય પર તેમના વિચારોનું યોગદાન આપ્યુ હતુ.
આ કોન્ફરન્સમાં પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ માનનીય શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાના સ્પીકર માનનીય શ્રી રમણલાલ વોરા, પૂર્વ ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા માનનીય શ્રી નરેશ રાવલ, ગુજરાત સરકારના કાયદા મંત્રાલયના પ્રોસિક્યુશન નિયામક માનનીય શ્રી જગરૂપસિંહ રાજપૂત, ડેપ્યુટી સુપ્રિટેન્ડેટ ઑફ પોલીસ શ્રી. એચ વી ચૌધરી, ભારત સરકારના કાપડ મંત્રાલયના શ્રી ગિરીશ સિંઘલ ઉપરાંત વિશેષ અતિથિઓ, જાહેર પ્રતિનિધિઓ, અમલદારો, કાયદા અને સામાજિક ન્યાયના નિષ્ણાતો, બૌદ્ધિકો, તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશના સામાજિક, રાજકીય અને માનવ અધિકાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા શિક્ષણવિદો, પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
2006માં ગાંધીનગર, ગુજરાતમાં સ્થપાયેલ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અને નીતિ આયોગ, ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર હેઠળ નોંધાયેલ પીએચએફઆર વંચિતોના ઉદ્દેશ્ય માટે જોરશોરથી અને અવિરતપણે લડત આપી રહ્યું છે, જે અંતર્ગત માનવ અધિકારો વિશે જાગૃતિ લાવવા અને માનવાધિકારના સિદ્ધાંતોનું રક્ષણ અને સમર્થન કરવા અને માનવજાતિના માનવ અધિકારોના તમામ પ્રકારના ઉલ્લંઘન સામે લડતા સામાજિક ન્યાયની ડિલિવરી અને બાંયધરી આપેલ છે. ભારતના બંધારણ હેઠળ અને માનવ અધિકાર અંગેના યુનાઇટેડ નેશન્સ ચાર્ટર હેઠળ તેમના પ્રમુખ શ્રી રાકેશ પાંડેના માર્ગદર્શન હેઠળ જનતામાં સરકારી નીતિઓ અને સામાન્ય માનવી પર તેની અસર વિશે પીએફએચઆર પરિવારમાં જાગૃતિ લાવવામાં આવી હતી. આ પ્રસંગે પીએચએફઆર તેના આદરણીય પ્રાયોજકો, સમર્થકો અને શુભેચ્છકોનો આભાર માને છે અને તેમના અમૂલ્ય સમર્થનને સ્વીકારે છે.
પીએચએફઆરે ગોવા, દિલ્હી, દેહરાદૂન, શિમલા, ચંદીગઢ મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, રાંચી, રાયપુર, ગાંધીનગર ગુજરાત, લખનૌ, વિકાસ નગર, અમદાવાદ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર અસંખ્ય સેમિનાર, રાષ્ટ્રીય સંમેલનોનું આયોજન કર્યું છે અને વિશ્વ પર્યાવરણ દિવસ, મહિલા દિવસની ઉજવણી કરી છે. માનવતાવાદી દિવસ, માનવ અધિકાર દિવસ, યોગ દિવસ, આતંકવાદ વિરોધી દિવસ, આરોગ્ય દિવસ અને રક્તદાન શિબિરો, સેવ ગર્લ ચાઈલ્ડ ડ્રાઈવ, સ્ત્રી અને પુખ્ત સાક્ષરતા ડ્રાઈવ, વગેરેનું આયોજન કરવા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.