લક્ષ્મી, સંપત્તિ અને સમૃદ્ધિ
લેખક – ડો. ચિરાગ જાની, હોલેસ્ટીક લાઈફ કોચ
સમૃદ્ધિ અને સંપત્તિ શબ્દો સમાનાર્થી તરીકે બંને ધનની વાત કરે છે, સમૃદ્ધિ અને સંપત્તિ બે શબ્દો વચ્ચે તફાવત સમૃદ્ધિ શબ્દનો ઉપયોગ સફળતા, ભૌતિક લાભ, સુખ અને સારા સ્વાસ્થ્યની સ્થિતિ માટે અને સમૃદ્ધિનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ વસ્તુઓ થાય છે. સમૃદ્ધિ શબ્દને સફળતાની સ્થિતિ તેમજ નાણાકીય સંભાવનાઓ તરીકે વ્યાખ્યાયિત છે. સૌપ્રથમ અર્થ વ્યક્તિ ખુશ , સફળ , સારા સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિરતા આર્થિક વૃદ્ધિ માટે છે. દુનિયામાં પૈસો જ સર્વસ્વ નથી, પરંતુ દરેકને દરરોજ પૈસાની જરૂર હોય છે. ક્યારેક પૈસાના અભાવે આપણું કામ બગડી જાય છે. કેટલીકવાર નાની વસ્તુઓ આપણે ઘણીવાર અવગણના કરવામાં આવે છે, અને આ નાની વસ્તુઓ આપણી સંપત્તિના માર્ગમાં અવરોધે છે.ચાલો જાણીએ, કયા ઉપાયો દ્વારા પૈસા આવવાના સ્ત્રોતને વધારી શકો છો. વ્યક્તિ જીવનભર ધનના આગમન માટે કેટલાક એવા ઉપાયો જેના દ્વારા જીવનમાં ઝડપથી ધનનું આગમન શક્ય બને છે. આ લેખ વૈજ્ઞાનીક રીતે કોઈ પ્રમાણિત નથી પરંતુ લોકોની માન્યતા પર આધારિત છે. જે આપના જીવનમાં પૈસાના અભાવ રહે નહી તે માટે નીચેની દશાવેલ ટીપ્સ અને યુક્તિઓ ઉપયોગ કરવો.
- પૂજા અને વિધી – વિધાન દ્ધારા લક્ષ્મીજીનું આગમન :
- શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસે લક્ષ્મીની પૂજા વિધિવત રીતે ગુલાબી રંગના ફૂલો અર્પણ કરવા અને ભગવાન વિષ્ણુ સાથે માતાની પૂજામાં વિષ્ણુ સહસ્ત્રનામ અથવા શ્રી સૂક્તનો પાઠ કરવા.
- ઘરમાં સ્વચ્છતા, સુગંધિત વાતાવરણ હોવું જોઈએ અને ઘરના કોઈપણ ખૂણામાંથી ગંધ ન આવવી જોઈએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન ક્યારેય સૂવું નહી. બને તેટલું દાનમાં ગાય-કૂતરો, ભિખારીને ખોરાક આપો જેથી ધનની વૃદ્ધિ થાય છે.
- રવિવારના દિવસે ભગવાન સૂર્યને અર્પણ કરતા પહેલા પાણીની તાબાના લોટામાં સિંદૂર અને તલ નાખીને અર્ઘ્ય ચઢાવો અને ઓમ સૂર્ય દેવાય નમઃનો જાપ કરવા. સાંજે પીપળના ઝાડ નીચે ચાર મુખવાળો દીવો પ્રગટાવો તો ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.
- માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી પાણીમાં વાસ કરતા હોવાથી રવિવારે પાણીમાં રહેતી માછલીઓને ખવડાવો તો માતા લક્ષ્મીની કૃપા રહે છે.
- માન્યતાઓ અનુસાર ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાથી રવિવારે ગાયને ઘી વાળી વસ્તુ ખવડાવાથી દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.
- દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરો અને શ્રી સૂક્ત સાથે હવન પણ કરો.
- શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરી લક્ષ્મીની મૂર્તિને કમળનું ફૂલ ચઢાવાથી જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- દર શુક્રવારે ભગવાન વિષ્ણુને દક્ષિણ દિશામાં ખુલતા શંખ દ્વારા ગંગા જળ અર્પણ કરી અને લક્ષ્મીની પ્રાર્થનામાં શ્રી શુક્તમનો પાઠ સાથે નવ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ઉપરાંત લાલ ફૂલો, ધૂપ અને મીઠાઈઓ અર્પણ કરો. પ્રાર્થના કરતી વખતે કપાળ પર કેસરનું તિલક લગાવો.
- દરરોજ સવારે ઉઠ્યા પછી બંને હાથની હથેળીઓ એકસાથે ઘસી ચહેરા પરની બંને હથેળીઓને ત્રણ-ચાર વાર ખસેડો. હથેળીના ઉપરના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ છે.
- શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે.
- મંત્ર દ્ધારા લક્ષ્મીજીનું આગમન:
- કોઈપણ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને સફેદ કપડા પર લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરી પૂજા કરવી પછી શુદ્ધ આસન પર બેસી મંત્રોચ્ચાર માટે માત્ર સ્ફટિકની માળાનો ઉપયોગ કરવા . આ મંત્રોનો સતત 11 દિવસ સુધી દરરોજ 3 હજાર મંત્રોનો જાપ કરવો જોઈએ.
1- ।। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये नमः ।।
2- ।। श्रीं ह्रीं क्लीं ऐं कमलवासिन्यै स्वाहा ।।
3- ।। ॐ श्रीं श्रियै नमः ।।
4- ।। ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ।।
4- ।। ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।।
5- ।। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ ।।
- વાસ્તુ–શાસ્ત્ર મુજબ લક્ષ્મીજીનું આગમન :
- ઘરમાં કચરો , તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ.
- પૂર્વ દિશાની દીવાલ પર પીળો રંગથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને દીવાલ પર પીળો રંગ શુભતાનો સંકેત છે, તેનાથી ધનનું આગમન થાય છે.
- વાસ્તુ દોષોને દૂર કરવા માટે કપૂર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો સીડી, શૌચાલય અથવા દરવાજામાં વાસ્તુ દોષ હોય અથવા તે ખોટી દિશામાં બનેલ હોય તો ત્યાં 1-1 કપૂર બાટી રાખવી જોઈએ.
- રાત્રિભોજન કર્યા પછી રસોડું સાફ કર્યા પછી જ સૂઈ જાઓ.
- પૂજા રૂમને અલગ રાખો, પૂજા રૂમની શુદ્ધતાનું ધ્યાન રાખો અને જ્યારે પણ પૂજા કરો ત્યારે સંપૂર્ણ શુદ્ધ પૂજા કરો.
- ઘરમાં કરોળિયાના જાળા ન રહેવા દો, તેને સાફ કરતા રહો.
- દુકાન કે ઓફિસમાં જગ્યાને સ્વચ્છ રાખો.
- તાજમહેલ, નટરાજ, ઘરમાં વહેતા પાણીના ફોટા કે મૂર્તિ ન રાખો.
- વપરાયેલ પાણી ઘરમાં ક્યાંય સંગ્રહિત ન કરવું જોઈએ.
- ઘરનો અમુક ભાગ માટીથી છોડી દો.
- ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ભોજપત્ર પર શ્રી યંત્ર બનાવો.
- દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બાંધવીથી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.
- ઘરના ઉત્તર-પૂર્વના ખૂણા પર ગાયના છાણથી લિપિને ત્યાં દાડમની લાકડી વડે એક ત્રિકોણ બનાવો. આ ત્રિકોણમાં સ્થાપના કરીને તેના પર નામ કરો અને તેના પર સિંદૂર ચઢાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ જગ્યા પાસે બેસીને 9 દિવસ સુધી લક્ષ્મીજીનો મંત્ર જાપ કરો. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે.
- ઘરની આજુ-બાજુના ઝાડ પર ચામાચીડિયા વાસ કરતા હોય તો ઝાડની એક ડાળી તોડીને તેને ઘરે લઇ આવીને આ ડાળીને બેડની નીચે રાખો અથવા તો પોતાના વેપારની જગ્યા પાસે રાખી દો. આ ઉપાયને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપાય તમે વર્ષની શરૂઆતમાં કરો તો આખું વર્ષ પૈસાની ખોટ નથી આવતી.
- પીપળાના પાનને શુભ તિથિ પર પોતાના પર્સમાં રાખવાથી ક્યારે પૈસાની કમી નહીં થાય.
- ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીનો પોતા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
- શુક્રવારે ઘર કે દુકાનની તિજોરીમાં કમળનું ફૂલ રાખવું શુભ માનવામાં આવે છે. આનાથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે.
- બેંકમાં પૈસા જમા કરાવતી વખતે મનમાં લક્ષ્મી માતાનું ધ્યાન અવશ્ય કરો.
- ઘરની બહાર મુખ્ય દરવાજા પાસે સાફ કરીને સવારે અને સાંજે બંને સમયે સ્વચ્છ પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં ધન આવે છે.
- દાગીના, ખાસ કરીને સોનાના દાગીનાને પીળા કપડામાં લપેટી રાખવાની સલાહ આપવામાં આવે છે.
- દર ગુરુવારે સવારે ગંગાજળ અને ગૌમૂત્ર મિશ્રણથી કાર્યસ્થળને સાફ કરી સ્વસ્તિક ચિન્હ હળદરનો ઉપયોગ કરી તે ચિન્હની મધ્યમાં ચણાની દાળ અને ગોળ રાખી શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવાથી વ્યવસાયને સમૃદ્ધિ સાથે કુબેરની પૂજા કરવીથી ધન આવે છે.
- જો ઘરમાં પૈસા ટકતા નથી તો શનિવારે વહેતા પાણીમાં નારિયેળ અથવા અખરોટ વહેવા મુકવા જોઈએ.
- કામમાં નિષ્ફળતા , રોકાણમાં નુકસાન સહન કરવું અને ભાગ્ય સાથ નથી આપતું કાળા કૂતરાને ખવડાવવું જોઈએ.
- ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો ઘરની તિજોરીમાં પણ રાખવો. પાણી માત્ર ચાંદી અથવા તાંબાના ગ્લાસમાં જ પીવું જોઈએ.
- કપાળ પર ચંદન અથવા કેસરનું તિલક લગાવવું જોઈએ.
- સૂતી વખતે માથું હંમેશા પૂર્વ તરફ રાખવું જોઈએ. દક્ષિણ તરફ માથું રાખીને સૂવું નહીં.
- પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તકો, પીળી ખાદ્ય સામગ્રી મંદિરના શિક્ષક અથવા પૂજારીને દાન કરવી જોઈએ.
- સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ હોવું જોઈએ.
- જો ઘરમાં ઘણો ખર્ચ થતો હોય તો દક્ષિણ દિશામાં શંખ લાવીને તેને દૂધથી ભરીને ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
- શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
ફેંગ શુઇ મુજબ લક્ષ્મીજીનું આગમન :
પાકીટનો રંગ વિવિધ તત્વો સાથે વપરાય પાછળ રંગ માટે સંક્ષિપ્ત ચાર્ટ:
રંગ | તત્વ | પ્રતિનિધિત્વ |
કાળો | પાણી | કાળો રંગ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે કારકિર્દીમાં ઉન્નતિ અને વ્યવસાયમાં વધારો માટે |
વાદળી | પાણી | વાદળી પૈસા પાણીની જેમ જ વહી જશે તેથી રંગની ભલામણ કરવામાં આવતી નથી. |
લાલ | અગ્નિ | લાલ સંપત્તિમાટે નસીબને બાળી નાખશે. |
બ્રાઉન | પૃથ્વી | બચત વધારવામાં મદદ કરે છે. |
પીળો | અગ્નિ | મહિલાઓ માટે વધુ યોગ્ય છે કારણ કે તે પ્રેમ અને સંબંધમાં નસીબમાં વધારો કરે છે. જો તમે સંપત્તિમાં વધારો કરવા માંગતા હોવ તો આ રંગનો ઉપયોગ ન કરો. |
લીલો | વુડ | ગ્રીન વૃદ્ધિ અને જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. ધરની જગ્યામાં ઊર્જાના સકારાત્મક પ્રવાહને વધારવામાં મદદ માટે લીલો છોડ, આવકની તક વધારવામાં મદદ કરશે. ઉદ્યોગસાહસિકો માટે વ્યવસાયિક તકોને આવકારવા માટે ઉપયોગી છે. |
પર્પલ ગુલાબી | વુડ | પ્રેમ નસીબનું પ્રતિનિધિત્વ કરે છે. જો સંપત્તિ શોધી રહ્યા હોવ તો આ રંગને ટાળો. |
- પાકીટ માટે ઘરમાં એક વિશિષ્ટ સ્થાન ફાળવો અને એકવાર તેની પ્રશંસા કરવાનું શીખો, તે જીવનમાં વધુ પૈસા આકર્ષિત કરશે. વૉલેટને ડાઇનિંગ ટેબલ પર અથવા તમને અનુકૂળ લાગે તે જગ્યાએ ફેંકવાનું ટાળો. સેકન્ડ હેન્ડ પાકીટ ઉપયોગ ન કરવવો. વોલેટમાં રોકડની બાજુમાં લાલ રિબન પર ત્રણ ઉત્સાહિત ફેંગ શુઇ સિક્કા મૂકીને રોકડને આકર્ષિત કરો. ફેંગશુઈ નિષ્ણાત પાસેથી ઊર્જાયુક્ત અને શુદ્ધ વસ્તુઓ ખરીદો તેની પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરવાની જરૂર છે.વોલેટમાં પૈસા મૂકતા પહેલા તેને સીધી સ્થિતિમાં ગોઠવવાનું સુનિશ્ચિત કરવું. વૉલેટ/પર્સનો આકાર લાંબી અને સીધી ટાઈપ હોવીથી નોટો મૂકવા માટે તેને ફોલ્ડ કરવાની જરૂર રહેતી નથી.
- મની ફ્રોગ : ફેંગ શુઇમાં પૈસા, સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષવા માટે એક શક્તિશાળી સાધન તરીકે મની ફ્રોગની ત્રણ પગ સ્વર્ગ, પૃથ્વી અને માનવજાતની પવિત્રનું પ્રતીક છે. જેમ કે વેલ્થ ફ્રોગ, મની ફ્રોગ, લકી મની ફ્રોગ, ત્રણ પગવાળો સમૃદ્ધિ ફ્રોગ અને અન્ય કેટલાક મહત્વ આપે છે. મની ફ્રોગને બેડરૂમ, ટોયલેટ, બાથરૂમ,રસોડામાં અને બહારની તરફ,મુખ્ય દરવાજા, પ્રવેશદ્વાર અને જમીન ન રખાય.
- ફેંગ શુઇ કાચબો : દીર્ધાયુષ્ય, સંવાદિતા, સુખ, રક્ષણ, આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે.
- લોન સંબંધિત અસરોને ઓછી કરવા માટે, તમારે તમારા બાથરૂમમાં એક બાઉલમાં થોડું મીઠું રાખવું જોઈએ.
- ઘરમાં સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા છે.
- મોંઘી અને કીમતી ચીજવસ્તુઓ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુખ ધરાવતા કબાટમાં સુરક્ષિત રીતે મૂકવું જોઈએ.
- મંગળવારે લોનનો પહેલો હપ્તો ચૂકવવાનો મુદ્દો બનાવવો જોઈએ. ઉત્તર-પૂર્વ દિશામાં અરીસો મૂકવો જોઈએ અને તમને ચોક્કસ સારી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થશે.
- બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા બારીઓ અને દરવાજાઓથી મુક્ત હોવી જોઈએ.
- રત્નો શાસ્ત્ર મુજબ લક્ષ્મીજીનું આગમન:
- ગ્રીન જેડ સ્ટોન : જો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને આર્થિક રીતે મજબૂત બનવા માંગો છો, તો ગ્રીન જેડ સ્ટોન પહેરવું શ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે જેડ સ્ટોન વ્યક્તિને તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યોગ્ય વ્યવસાયિક નિર્ણયો લેવામાં મદદ કરે છે. જેડ સ્ટોન ધન અને સમૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- ટાઇગર આઇ રત્ન : રત્ન શાસ્ત્રમાં સૌથી અસરકારક અને ઝડપી ફળદાયી રત્ન તરીકે વર્ણવવામાં આવ્યું છે. ટાઇગર રત્ન ધારણ કરવાથી તમામ ખરાબ કામો દૂર થવા લાગે છે.
- મક્ષિક રત્ન: મક્ષિક રત્ન સલ્ફરથી બનેલું છે. તેને પહેરવાથી પૈસા કમાવવાના નવા રસ્તાઓ માટે આત્મવિશ્વાસ પણ બનાવે છે.
- ગ્રીન એવેન્ચ્યુરિન : રત્નશાસ્ત્રમાં, આ પથ્થર વેપારીઓ માટે ફાયદાકારક કહેવાય છે. એવું કહેવાય છે કે આ રત્ન સંપત્તિને આકર્ષે છે અને કમાણીનાં નવા રસ્તાઓ પણ બનાવે છે.
નોંધ- રત્ન અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
- કેટલાક સરલ ઉપાય દ્ધારા લક્ષ્મીજીનું આગમન:
- શિવલિંગ પર દરરોજ જળ, બિલપત્ર અને અક્ષત (ચોખા) અર્પણ કરો.
- મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરો.
- સાંજના સમયે નજીકના કોઈપણ મંદિરમાં દીવો પ્રગટાવો.
- પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરો.
- શ્રીસૂક્તનો પાઠ કરો.
- શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરો.
- કનકધારા સ્તોત્રનો પાઠ કરો.
- કોઈની પણ ખરાબી કરવાથી બચો.
- સંપૂર્ણ ધાર્મિક આચરણ જાળવો.
- ઘરમાં સ્વચ્છતા રાખો, આનાથી તમારા ઘરમાં ધન કાયમ રહેશે.
- ઉપવાસ અંગે : સોમવારે ધનનો કારક ચંદ્રદેવ, મંગળવારે બજરંગબલી, બુધવારે શ્રી ગણેશજી, ગુરૂવારે વિષ્ણુદેવ , શુક્રવારે લક્ષ્મી માતા, શનિવારે શનિદેવ, રવિવારે સૂર્યદેવ પ્રસન્ન થશે અને ધન, સુખ અને સૌભાગ્યનું વરદાન મળશે. નોધ અઠવાડિક કોઈપણ એક દિવસ પસંદ કરવો.
- રિંગ ફિંગરમાં સોના, ચાંદી અને તાંબાની બનેલી વીંટી પહેરો.
- ગરીબી દૂર કરવા દેવી મહાલક્ષ્મીની પ્રતિમા પર દરરોજ કેસરનું તિલક લગાવો.
- કાળી હળદર,સિંદૂરને ધૂપ આપી લાલ કપડામાં કેટલાક સિક્કાથી લપેટીને તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે.
- ઘરના મુખ્ય દરવાજા પર રોજ સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ.
- મોતી શંખના છીપના પાવડરને પાણીમાં ભેળવીને દરરોજ દેવી લક્ષ્મીને સ્નાન કરાવવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- મહાલક્ષ્મીને કમળની માળા અર્પણ કરી તેની દરરોજ તેમની પૂજા કરવાથી પૈસા મળવાની પણ શક્યતા વધુ રહે છે.
- જે ઘરમાં વારંવાર ઝઘડા થતા રહે છે, તે ઘરમાં લક્ષ્મીની કૃપા નથી હોતી.
- ઘરમાં તુલસીનો છોડ લગાવો અને દરરોજ સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરો.
- ઘરના સૂર્યોદય પહેલા ઉઠીને પૂજા કર્યા પછી જ નાસ્તો કરવો.
- ભગવાનને ભોગ ચઢાવ્યા પછી જ ભોજન કરવું.
- પલંગ પર બેસીને ખાવું નહી.
- ઘરની સ્ત્રીઓને સન્માન આપો,ઘર જ્યાં સ્ત્રીઓ દુઃખી થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય ત્યાં રહેતી નથી.
- જ્યાં પૈસા રાખો છો ત્યાં લાલ કપડું રાખો.
- કોઈનું બચેલું ભોજન ન ખાવું, તેના કારણે તે વ્યક્તિની ગરીબીનો અમુક ભાગ તમારામાં આવી જાય છે.
- કોઈની પાસેથી કંઈપણ મફતમાં ન લો, તમારે તેના માલની કિંમત ચૂકવવી પડશે.
- આવકનો અમુક હિસ્સો ધાર્મિક કાર્યોમાં ફાળવવો જોઈએ.
- દરરોજ તમારા પ્રમુખ દેવી/દેવીની પૂજા કરો.
- ગંદા કે ફાટેલા કપડાં ન પહેરો.
- કોઈની સાથે છેતરપિંડી કરીને પૈસા લેવાથી પણ લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે.
- ઘરમાં રાંધેલા ખોરાકનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ, તેને ક્યારેય ગટરમાં ન ફેંકવો જોઈએ.
- વડીલોનું સન્માન કરવાથી મા લક્ષ્મી તે વ્યક્તિની કૃપા રહે છે.
- ચોખાના દાણાને પોતાના પર્સમાં રાખવાથી તમને ધનમાં અક્ષત વૃદ્ધિ જોવા મળશે.
- નવા વર્ષમાં એવી કોઈ સિક્કા પર હળદળ અને કેસર લગાવીને તેને પર્સમાં રાકવાથી આખું વર્ષ ધનની કમી નહીં થાય.
- પૈસાની ગણતરી કરવા માટે ક્યારેય થૂંકનો ઉપયોગ કરશો નહીં. આવું કરનારાઓ પર લક્ષ્મી ધીમે ધીમે ગુસ્સે થવા લાગે છે.
- દેવાની મુક્તિ માટે રાત્રે તમારા માથા પાસે જવને વાસણમાં રાખો. સવારે ઉઠીને, સ્નાન કર્યા પછી, કોઈપણ જરૂરિયાતમંદને જવનું દાન કરો.
- બુધવારે છોકરીઓને લીલા કપડાં અથવા લીલી બંગડીઓનું દાન કરો.
- પીપળ, વડ, લીમડો અને કેળાના મૂળમાં નિયમિતપણે જળ ચઢાવવું જોઈએ.
- કીડી, પક્ષી, ગાય, કૂતરો, કાગડો વગેરે પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.
- તાંબાના વાસણમાં પાણી ભરી માથા પર રાખી સૂઈ જાઈ વ્યારબાદ બીજા દિવસે સવારે તેને બહાર ફેંકી દો.
- પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય, શનિવાર, મંગળવાર અથવા રવિવારે 7 બદામ અને 8 કાજલની પેટી લેવી જોઈએ. અને તેને કાળા કપડામાં બાંધીને બોક્સમાં રાખો. આમ કરવાથી ધીરે ધીરે તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.
- નવા વર્ષના પહેલા દિવસે ઘરની મહિલાઓએ લાલ રંગના પદ પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ રંગાઈ પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતિમા કહેવાય છે. મહિલાઓએ વર્ષના પહેલા દિવસે લાલ રંગના કપડાં શુભ છે. આમ કરવાથી આખું વર્ષ તમે ઘરમાં ધન, વૈભવ અને સંપત્તિનો યોગ બની રહેશે.