અમદાવાદ મહાનગર પાલિકાએ પીએસપી પ્રોજેકટને 1 કરો઼ડનો દંડ કેમ ન ફટકારવો તેવી નોટિસ જારી કરી છે.
એએમસી દ્વારા પી એસ પી પ્રોજેક્ટને રૂપિયા 1 કરોડનો દંડ કરવા શો કોઝ નોટિસ આપી છે. પી એસ પી લેબર કોલોની, જીએમડીએસ ગ્રાઉન્ડ અને પેલેડિયમ મોલ સાઇટ, ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલ પીએસપી પ્રોજેક્ટની બાંધકામ સાઇટ પર અનુક્રમે બોડકદેવ અને થલતેજ યુએચસી ટીમ દ્વારા તપાસ કરતા સાઇટ પર કામ કરતા લગભગ 277 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પીએસપી પ્રોજેક્ટના મેનેજીગ ઓથોરિટી દ્વારા કોવિડ -19 ગાઇડલાઇનનો યોગ્ય અમલ ન થતા, સોશિયલ ડિસ્ટન્સ, સાઇટ પર કો ઓર્ડિનેટર નિમણૂક ન કરતા. એએમસી આરોગ વિભાગને યોગ્ય સહકાર ન આપતા કંપનીને 1 કરોડના દંડ કરવા શો કોઝ નોટિસ આપી છે.