સેમસંગ આગામી થોડા વર્ષમાં 50,000 યુવાનોને તાલીમ આપીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોકરી કરી શકે તે રીતે તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવે છે
· પ્રથમ તબક્કામાં 2,500 સહભાગીઓ સાથે પ્રારંભ કરવા માટે NSDC સાથે ભાગીદારી કરી · શાળામાંથી પાસ થયેલા ઉમેદવારોને ભારતમાં 120 સ્થળોએ સેમસંગ રિટેઇલ આઉટલેટ્સ ખાતે પેઇડ ઓન-ધ-જોબ સાથે તાલીમ આપવામાં આવશે સેમસંગ ઇન્ડિયા દ્વારા આજે 'સેમસંગ દોસ્ત'(ડિજિટલ એન્ડ ઑફલાઇન સ્કિલ ટ્રેનિંગ) નામની CSR પહેલની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ આગામી થોડા વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ ક્ષેત્રમાં નોકરી માટે તૈયાર આવે 50,000 યુવાનોને તૈયાર કરવાનો છે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે દેશભરમાં કૌશલ્ય તાલીમ કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવા માટે ભારતની અગ્રણી કૌશલ્ય વિકાસ સંસ્થા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે ભાગીદારી કરી છે સેમસંગ દોસ્ત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી મોટો કૌશલ્ય તાલીમ કાર્યક્રમ બની રહેશે. સેમસંગ 25 વર્ષથી ભારતનું પ્રતિબદ્ધ ભાગીદાર છે અને મેન્યુફેક્ચરિંગ,R&D, રિટેઇલ અને કમ્યુનિટી ડેવલપમેન્ટમાં વ્યૂહાત્મક રોકાણ સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન ક્ષેત્રમાં અગ્રેસર છે સેમસંગે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી ઉભી કરી છે અને સરકાર દ્વારા મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને આપવામાં આવતા વેગમાં મુખ્ય ખેલાડી પણ છે. સરકારના આ પ્રયાસોના કારણે મેન્યુફેક્ચરિંગ અને રિટેઇલ ક્ષેત્રમાં યુવાનો માટે ખૂબ જ મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. ...