કલર્સ કથાની સ્થિતિસ્થાપકતાની હૃદયસ્પર્શી વાર્તા લાવી રહી છેઃ મુસ્કુરાને કી વજહ તુમ હો
પ્રતિભાશાળી અભિનેત્રી તન્વી મલ્હારા આ શો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જેની સામે મુખ્ય ભૂમિકામાં કુનાલ જયસિંગ હશે ~ ~ સતોરી મિડિયા દ્વારા નિર્મિત મુસ્કુરાને કી વજહ તુમ હો 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથી પ્રસારિત થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે માણી શકાશે, ફક્ત કલર્સ પર ~ આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં માતાઓની તેમના સંતાનને પોષવા અને ઉછેરવા માટે અને તેમના સંતાનના કલ્યાણ માટે પોતાને દરેક બાબતોનો ત્યાગ કરવા માટે પૂજા કરવામાં આવે છે. જોકે જ્યારે એકલી માતા પોતાના સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરતી હોય ત્યારે આપણે તેને અલગ નજરિયાથી કેમ જોઈએ છીએ? પિતાની ગેરહાજરીમાં માતા પોતાના સંતાનન પોતાનું નામ અને ઓળખ કેમ નહીં આપી શકે? આવા ઘણા બધા પ્રશ્નો કલર્સનો નવો ફિકશન ડ્રામા મુસ્કુરાને કી વજહ તુમ હો ઊભા કરે છે, જ આવી જ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી માતા- કથાની વાર્તા બતાવે છે. કથા સમાજની બધી જૂની ઘરડ તોડીને સ્વતંત્ર રીતે સંતાનનો ઉછેર કરવાનું નક્કર પગલું લે છે. જોકે પુરુષના ટેકા વિના મહિલા સંતાનને એકલી ઉછેરી નહીં શકે એવું માનનારા બધા જ તેની આ માટે ટીકા કરે છે. તે પોતાના માર્ગમાં આવતા દરેક પડકારો સામે લડીને જીવનના આ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે શું કથા તેની ખુશી માટે કારણ બનનારા કોઈ વિશેષને શોધી શકશે? સતોરી મિડિયા દ્વારા નિર્મિત આ શોમાં તન્વી મલ્હારા મુખ્ય પાત્ર કથા સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જ્યારે અભિનેતા કુનાલ જયસિંગ કબીરની ભૂમિકા ભજવશે. મુસ્કુરાને કી વજહ તુમ હોનું પ્રસારણ 1લી જૂન, 2022ના રોજ રાત્રે 8.30 વાગ્યાથીથશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે ફક્ત કલર્સ પર જોઈ શકાશે. વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ ઉમેર્યું હતું કે, “આપણા સમાજમાં સંતાનને સ્વતંત્ર રીતે ઉછેરવું એટલે કેટલાક પડકારો આવે છે. અમારો નવો શો મુસ્કુરાને કી વજહ તુમ તે આલેખિત કરવા સાથે જૂની ઘરેડ તોડવાનું સાહસિક પગલું લેનારી કથાની સુંદર વાર્તા પણ કહે છે. આ શોમાં કથાના રોચક પ્રવાસ સાથે સાહસ, પ્રેમ અથવા ખુશી સહિત વિવિધ ભાવનાઓનું સંમિશ્રણ છે. કથા નૈનિતાલની આશાવાદી યુવતી છે, જે મહિલાઓ માટેની એનજીઓમાં કામ કરે છે. જોકે સમાજની જૂની ઘરેડને તોડીને પોતાના સંતાનને એકલી ઉછેરવાનું નક્કી કરે છે ત્યારે તેના જીવનમાં અણધાર્યો વળાંક આવે છે. કથા સાથે ઉદયપુરનો સુંદર બિઝનેસમેન કબીર અથડાય છે, જે કથાના વ્યક્તિત્વ અને સ્થિતિસ્થાપકતાથી મોહિત થાય છે, તે કથાના પ્રેમમાં પડે છે અને તેને પરણવા માટે સમજાવે છે. કથા તેના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા જતી હોય છે ત્યાં તેમના પ્રેમની આડમાં તેનું માતૃત્વ આવશે? શું તેના ભૂતકાળ છતાં નવા પરિવારમાં તેનો સ્વીકાર કરાશે? ક્રિયેટિવ પ્રોડ્યુસર ફાતેમા રંગીલા કહે છે, અમે કલર્સ સાથે અમારા જોડાણ ...