~ મિકા સિંહ અને વિક્રમ ભટ્ટ નિર્મિત ટ્રેઈલર હવે લાઈવ જોઈ શકાશે ~
ઓગસ્ટ, 2020- દગાબાજી, પ્રેમ, લફરાં, લગની, છેતરપિંડી અને દુશ્મની- એમએક્સ એક્સક્લુઝિવની ડેન્જરસમાં દર્શકોને છૂપાં રહસ્યમય અને પર્દાફાશ પ્રેમની થ્રિલર વાર્તા માણવા મળશે.
રૂવાડાં ઊભાં કરનારી થ્રિલરની પોતાની બ્રાન્ડ માટે વિખ્યાત વિક્રમ ભટ્ટ લિખિત ડેન્જરસમાં પાવર કપલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર લાંબા સમય પછી સ્ક્રીન પર એકત્ર જોવા મળશે. મિકા સિંહ અને વિક્રમ ભટ્ટ નિર્મિત આ એમએક્સ એક્સક્લુઝિવ યુવા વેપાર સાહસિક આદિત્ય ધનરાજ (કરણ સિંહ ગ્રોવર)ના જીવનમાં ડોકિયું કરાવે છે, જેની પત્ની દિયાનું અપહરણ થતાં તેનું જીવન બદલાઈ જાય છે અને આ કેસ હાથ ધરવા અને અપહરણકર્તાને શોધવા માટે તેની ભૂતપૂર્વ પ્રેમિકા નેહા (બિપાશા બસુ)ને જ મોકલવામાં આવે છે ત્યારે શું થાય છે તે જોવા જેવું છે.
બિપાશા બસુ કહે છે, અમારા ચાહકો મને અને કરણને ફરી એક વાર સ્ક્રીન પર એકત્ર જોવા માગતા હતા ત્યારે ડેન્જરસની વાર્તાએ મને ખરેખર મોહિત કરી દીધી છે, જેમાં રોમાંચક વળાંકો તમને અચંબામાં મૂકવા સાથે એખબીજા સાથે ફરીથી જોડાવા માટે આ પરફેક્ટ પ્રોજેક્ટ છે એવું મને લાગે છે.
આ વિશે બોલતાં કરણ સિંહ ગ્રોવર કહે છે, થ્રિલર પ્રકારે મને દર્શક અને અભિનેતા તરીકે પણ હંમેશાં મોહિત કર્યો છે. હું દહંમેશાં સારી હુડનઈટ જોઉં છું અને ડેન્જરસ તમને છેલ્લે સુધી જકડી રાખશે એવું હું વચન આપું છું. દર્શકો તેને કેવો પ્રતિસાદ આપે છે તે જોવાની મને ઉત્સુકતા રહેશે.
ભૂષણ પટેલ દ્વારા દિગ્દર્શિત ડેન્જરસમાં સુયશ રાય, સોનાલી રાઉત, નતાશા સુરી અને નીતિન અરોરા પણ મુખ્ય ભૂમિકામાં છે. એમએક્સ પ્લેયર પર તે 14મી ઓગસ્ટથી જોઈ શકાશે.
ટ્રેલર હમણાં જ જુઓઃ – https://bit.ly/Dangerous_UncensoredTrailer
એપ હમણાં જ ડાઉનલોડ કરો