રાજ્યમાં કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વધુ પોઝીટીવ1442 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1279 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 12 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3396 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 300 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 130391 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,505 છે. આજે રાજ્યમાં કુલ 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.74 ટકા છે
રાજ્યમાં કોરોનાના કારણે 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, વડોદરામાં 3-3, રાજકોટ, સુરતમાં 2-2, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 285, અમદાવાદમાં 125, રાજકોટમાં 184, જામનગરમાં 101, વડોદરામાં 109 સહિત કુલ 1279 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 300, અમદાવાદમાં 182, રાજકોટમાં 151, વડોદરામાં 134, જામનગરમાં 114, મહેસાણા, ગાંધીનગરમાં 48-48, ભાવગરમાં 45, બનાસકાંઠામાં 41, જૂનાગઢમાં 33, અમરેલી,પાટણમાં 34-34, કચ્છમાં 30, સુરેન્દ્રનગરમાં 28, પંચમહાલમાં 27 સહિત કુલ 1442 કેસ નોંધાયા છે.રાજ્યમાં અત્યારે કુલ 16,505 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,413 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 110490 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.