કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો રેન્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પાંચમાં ક્રમેથી 10માં ક્રમે આવી ગયું છે. આંધ્ર પ્રદેશ પ્રથમ ક્રમાકે રહ્યું છે. ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમાંકે આવ્યા છે. ગુજરાત પાંચમા ક્રમાંકે હતું જ્યાંથી નીચે આવી 10માં ક્રમાકે પહોંચ્યું છે.યુપી અગાઉ 2017-18માં 12માં ક્રમાંકે હતુ તે હવે 2019ના રેન્કિંગમાં બીજા ક્રમે આવ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી આ રેન્કિગને કન્ટ્રક્સન પરમિટ,શ્રમ કાયદા, પર્યાવરણ રજીસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન, જમીનની ઉપલબ્ધતા, અને સિંગલ વિન્ડો ક્લિયરન્સનાં આધારે આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લે આ રેન્કિંગ વર્ષ 2018માં જાહેર કરાયું હતું, નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું કે આ રેન્કિંગની ચોથી એડિશન છે, જે વર્ષ 2019 માટે જાહેર કરવામાં આવી છે, તેમણે કહ્યું કે તેનાથી રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન મળશે, આ વખતે આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.