અમદાવાદ, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૧: બેંગલુરુના ચિક્કારંગપ્પાએ શુક્રવારે સેન્ટર-સ્ટેજ લીધું હતું, ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૧માં તેણે ચાર-અંડર-૬૮ અંતિમ રાઉન્ડનો સ્કોર બનાવી નોંધપાત્ર વિજય મેળવ્યો જે અમદાવાદની કલ્હાર બ્લૂઝ અને ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે રમાઇ રહેલ છે.
એશિયન ડેવલપમેન્ટ ટૂર (એ.ડી.ટી) અને એશિયન ટૂર રેગ્યુલરમાં બે વખત વિજેતા બનેલા ૨૭ વર્ષીય ચિક્કારંગપ્પા સપ્તાહના અંતે ઇવેન્ટમાં ત્રણ વિજયી શોટ સાથે કુલ સ્કોર નવ-અંડર-૨૭૯ મેળવી રૂ. ૩૦ લાખની રકમ મેળવી અને તેની ૧૩મી જીત પીજીટીઆઈ પર નોંધાઈ. આ તેની કારકીર્દિનું ૧૪મુ ટાઇટલ હતું.

કોલકાતાના વિરાજ મડપ્પાએ છેલ્લા દિવસે તેનો સર્વોત્તમ સ્કોર સાત-અંડર-૬૫ તથા કુલ સ્કોર છ-અન્ડર-૨૮૨ નોધાવી ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૧માં બીજા નંબરનોં વિજેતા બનેલ.
પ્રથમ ત્રણ દિવસ આરામદાયક પાંચ શૉટ માર્જિનથી આગળ રહેલ ઓમ પ્રકાશ ચૌહાણ કે જે અંતિમ રાઉન્ડની શરૂઆતમાં ૬- અન્ડર -૭૮ રનના તથા કુલ ૫-અન્ડર-૨૮૩ રન બનાવ્યા, જેના કારણે તે મેચમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.
દિલ્હીના સચિન બૈસોયા (68) અને કોલકાતાના એસએસપી ચાવરાસિયા (૭૧) એ પણ ચૌહાણ સાથે ત્રીજુ સ્થાન મેળવેલ છે. ચાવરસિયા આ અઠવાડિયે ચાર સબ-પાર-રાઉન્ડ મેળવનાર એકમાત્ર ખેલાડી હતા.