અમદાવાદ, એપ્રિલ ૨૦૨૧ : સમગ્ર દુનિયા જયારે કોરોના સામે પોતપોતાની રીતે લડત આપી રહી છે ત્યારે પોતાના ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના પોલીસ કર્મચારીઓ અને ડોક્ટરો સતત પોતાની જવાબદારી નિભાવતા જોવા મળ્યા છે. અને દરેક કપરા સમયમાં પણ સાથ સહકાર પૂરો પાડ્યો છે. એક ડૉક્ટર તરીકે પોતાની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખતા ટ્રાફિક પોલીસ કર્મચારી માટે આ કેમ્પનું આયોજન તા. ૧ એપ્રિલ થી ૧૪ એપ્રિલ આયુલીંક આયુર્વેદ, નવરંગપુરા ખાતે કરેલ છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની ફરજ નિભાવનાર તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી જાણ કરીને આ કેમ્પ માં જોડાવાનો આદેશ આપેલ છે. આ કેમ્પ દરમ્યાનની ટ્રીટમેન્ટ તો તમામ ખર્ચ ડો પ્રેરક દ્વારા કરવામાં આવશે.આ ટ્રીટમેન્ટ માં ૧૫૦ થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારી જોડશે. જેમાં દરેકને માઈગ્રેન અને માથાના દુઃખાવા અંગેની તપાસ કરી આપવામાં આવશે, એનું ચોક્કસ નિદાન કરી આપવામાં આવશે અને જરૂરી આહાર-વિહાર, લાઈફ સ્ટાઈલમાં બદલાવ અંગેના સૂચનો કરવામાં આવશે. જરૂરી હશે તેવા કિસ્સાઓમાં આયુર્વેદ દવાઓની અને અન્ય સારવારની ભલામણ પણ કરવામાં આવશે.
આ પ્રસંગે વૈદ્ય પ્રેરક શાહ (આયુર્વેદ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મારા છેલ્લા ૩૨ વર્ષના અનુભવમાં આ સીઝન દરમ્યાન મેં સૌથી વધારે માઈગ્રેનના કેસો આવતા જોયા છે. ટ્રાફિક પોલીસના પોતાના રૂટિન કારણે આ રોગથી તેઓ વધારે પીડાતા જોવા મળે છે. તેમનું રોજીંદુ જીવન; અનિયમિત ખાન-પાન અને ધૂળ, ધુમાડા – અવાજના પ્રદુષણ અને તડકાની વચ્ચે ચાલતું હોય છે તેથી તેઓને આ રોગ થવાની શક્યતા વધારે જોવા મળે છે. આ રોગની સાથે સાથે તેમનામાં ગુસ્સો આવવો, સ્ટ્રેસ, એન્ઝાઈટી પણ જોવા મળે છે. જેથી તેઓના આ પ્રોબ્લેમને યોગ્ય ટ્રીટમેન્ટ મળી શકે તે માટે મેં આજે આ પહેલ કરી છે. જેમાં આવનાર દરેક જ્ણ ને મારી આવડત અને લાંબા અનુભવના આધારે ટ્રીટમેન્ટ આપીને આ રોગમાંથી મુક્તિ અપાવડાવીશ.
માત્ર માઈગ્રેન અને એના ઈલાજ વિશે વાત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, દુનિયામાં દર ૭ વ્યક્તિ માંથી ૧ વ્યક્તિ માઈગ્રેનના રોગ થી પીડાય છે. દરેક ડૉક્ટર પોતાના અનુભવના આધારે ટ્રીટમેન્ટ કરતા હોય છે પરંતુ તેનો લાંબા સમય સુધી ફાયદો જોવા મળતો નથી પરંતુ આયુલીંક દ્વારા કરેલ સ્પેશ્યલ આયુર્વેદ ટ્રીટમેન્ટથી ઘણા બધા દર્દીઓને ૫ – ૫ વર્ષ સુધી માઈગ્રેન કે માથાનો દુઃખાવો ફરીથી થયેલા નથી. તેથી આવનારા સમયમાં દરેક વ્યક્તિ ને ચોક્કસ ટ્રીટમેન્ટ મળી રહે તે હેતુથી આ કેમ્પ નું આયોજન કરેલ છે.
આ પ્રસંગે શ્રી આકાશ પટેલ (એ.સી.પી ટ્રાફિક પોલીસ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, વૈદ્ય પ્રેરક શાહ દ્વારા લેવાયેલ આ પહેલમાં અમે સૌ ટ્રાફિક પોલીસ જોડાયા છીએ ઘણા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ પોતાના રૂટિનના કારણે આ રોગ થી પીડાતા હોય છે અને તેમની ફરજ બજાવવામાં ચોક્કસ રીતે તકલીફ થતી હોય છે. ત્યારે આવી આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવતી ટ્રીટમેન્ટ ફાયદારૂપ બની રહેશે તેવી આશા સાથે આમાં જોડાયેલ છીએ.