રાજ્યમાં સ્થાનિકોમાટે હજારો નોકરીની તકો ઊભી થશે
અમદાવાદ, સપ્ટેમ્બર, 2021– એમેઝોન ઈન્ડિયાએ આજે નવા વિશિષ્ટ ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી)ના લોન્ચની અને ગુજરાતમાં મોજૂદ એફસીનું વિસ્તરણ કરવાની ઘોષણા કરી હતી. આ નોંધપાત્ર રોકાણને લીધે કંપનીને ગુજરાતના 1 લાખથી વધુ સ્થાનિક વિક્રેતાઓને સ્ટોરેજ માટે વધારાની 1.4 મિલિયન ક્યુબિક ફીટની જગ્યા ફાળવવામાં મદદરૂપ થશે. એમેઝોન ઈન્ડિયા હવે 2.5 મિલિયન ક્યુબિક ફીટની કુલ સ્ટોરેજ ક્ષમતા સાથે ગુજરાતમાં 2 એફસી ધરાવે છે, જે 20 ઓલિમ્પિક સ્વિમિંગ પૂલની ક્ષમતાથી પણ વધુ છે.
એમેઝોન ઈન્ડિયાના ફુલફિલમેન્ટ નેટવર્કનું વિસ્તરણ સ્પર્ધાત્મક વેતન સાથે હજારો નોકરીની તકો પણ ઊભી કરશે, જેના લીધે રાજ્યમાં સ્થાનિક અર્થવ્યવસ્થાનો વિકાસ થશે. આ હજારો નોકરીની તકો માટે ભરતી ચાલુ છે અને ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ વિકલ્પો સહિત તેની કામગીરીના નેટવર્કમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓનો સમાવેશ થાય છે. કંપનીના વિસ્તારિત નેટવર્કને કારણે તહેવારરો પૂર્વે રાજ્યમાં ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એમેઝોન ઈન્ડિયાને મદદ થશે.
એમેઝોન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસના ડાયરેક્ટર અભિનવ સિંહેજણાવ્યું હતું કે, “અમારા ફુલફિલમેન્ટ નેટવર્કનું વિસ્તરણ એમેઝોન ઈન્ડિયાની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે અને અમારા ગ્રાહકોને ઉત્તમ સેવા આપવામાં અમારી મદદ કરશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની અમારી વચનબદ્ધતા પર ભાર આપવા સાથે રાજ્યના યુવાનો માટે ઉપલબ્ધ કરાયેલી તાલીમ અને કુશળતા વધારવાની તકો સાથે હજારો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીની તકો ઊભી કરવાની અમારી ઈચ્છા પણ પરિપૂર્ણ કરશે. આ વિસ્તરણના કારણે અમે રાજ્યમાં વિક્રેતાઓને ઉચ્ચ કક્ષાની ફુલફિલમેન્ટ આપવાનું ચાલુ રાખી શકીશું અને અમારા વચનો પૂરાં પાડતા રહીશું.”
ડૉ.રાજીવગુપ્તા, એડિશનલચીફસેક્રેટરીઇન્ડસ્ટ્રીઝએન્ડમાઇન્સ, ગવર્મેન્ટઓફગુજરાતએજણાવ્યુંકે, “છેલ્લાકેટલાકવર્ષોમાંરાજ્યનામાળખાકીયવિકાસગુજરાતસરકારનામજબૂતબિઝનેસઇકોસિસ્ટમનાનિર્માણનાપ્રયત્નોનીસાક્ષીછેજેમાંનાનાઅનેમધ્યમબિઝનેસમાલિકોવિકાસકરીશકેછેઅનેકામનીતકોઉભીકરવામાંમદદકરીશકેછે. એમેઝોનઇન્ડિયાજેવારોકાણનીરાજ્યનીઅર્થવ્યવસ્થાપરબહુવિધઅસરપડશેઅનેતેનિર્ણાયકસમયેઆવેછેકારણકેઅમેરોગચાળાપછીઅર્થતંત્રનેપુન:નિર્માણકરવાનાઅમારાપ્રયત્નોનેઆગળધપાવીરહ્યાછીએ. અમેએમેઝોનઇન્ડિયાતરફથીઆવિકાસનુંસ્વાગતકરીએછીએઅનેતેમનેઆવિસ્તરણમાટેઅભિનંદનઆપીએછીએ.
ગુજરાતમાં આ વિસ્તૃતી 2021 સુધી દેશભરમાં તેના ફુલફિલમેન્ટ નેટવર્ક અને સ્ટોરેજ ક્ષમતાને40 ટકાથી વધારવાના એમેઝોન ઈન્ડિયાના યોજનાના ભાગરૂપ છે. કંપનીએ ગુજરાતમાં પોતાની મોજૂદગી વધારવા સાથે રાજ્યમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતમાં હવે 5 લાખથી વધુ ચોરસફીટમાં ફેલાયેલાં 2 ફુલફિલમેન્ટ સેન્ટર, એક લાખ ચોરસફીટથી વધુ સોર્ટેશન એરિયા સાથે 3 સોર્ટિંગ સેન્ટરો સાથે 110 વધારાનાં એમેઝોનની માલિકીનાં અને ડિલિવરી સર્વિસ પાર્ટનરનાં સ્ટેશન્સ અને તેના લાસ્ટ માઈલ નેટવર્ક માટે 800થી વધુ આઈ હેવ સ્પેસ (આઈએચએસ) સ્ટોર્સ ધરાવે છે.
એમેઝોન ઈન્ડિયા કુલ 43 મિલિયન ક્યુબિક ફીટથી પણ વધુ સ્ટોરેજ ક્ષમતા સાથે, લગભગ 60 એફસી દેશભરમાં ધરાવે છે, જે અત્યાધુનિક ફુલફિલમેન્ટ નેટવર્ક પૂરું પાડે છે. ભારતમાં વિક્રેતાઓને ફિલફિલમેન્ટમાં એમેઝોનની નિપુણતા, વિશ્વસનીય રાષ્ટ્રવ્યાપી ડિલિવરી અને ગ્રાહક સેવામાંથી લાભ મળી રહ્યો છે.
એમેઝોન ઈન્ડિયાના ફુલફિલમેન્ટ નેટવર્કની ઈમારતો અત્યાધુનિક ટેકનોલોજી, કાર્યક્ષમ બિલ્ડિંગ સિસ્ટમ્સ સાથે સુસજ્જિત કરવામાં આવી છે, જેથી ત્યાં ઊર્જાનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને ઓન- સાઈટ અને ઓફફ-સાઈટ સોલાર પેનલો દ્વારા સૌર-ઊર્જા ઉત્પન્ન કરી શકે. મોટા ભાગની ઈમારતો વરસાદી જળ સંગ્રહની ટાંકીઓ, એક્વિફર્સ રિપ્લેનિશ્મેંટ માટે અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં જેવી ઘણી બધી પહેલો સાથે શૂન્ય ચોખ્ખાં પાણીના બગાડમાટે તૈયાર કરાયા છે. કામ કરવા માટે સર્વસમાવેશી સ્થળ તરીકે ફુલફિલમેન્ટ સેન્ટરો વિકલાંગ લોકોને સાનુકૂળ રહે તે રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.
એમેઝોન ઈન્ડિયા તેનાં ફુલફિલમેન્ટ નેટવર્કમાં લોકોના કલ્યાણ અને સુરક્ષાને અગ્રતા આપે છે અને કોવિડ-19 સાથે સંકળાયેલા પડકારો દૂર કરવા માટે આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. કંપની ઓન-સાઈટ રસીકરણ શિબિરો પણ યોજે છે અને લાઈસન્સધારક આરોગ્ય સંભાળ પ્રદાતાઓ દ્વારા 2.8 લાખથી વધુ સહયોગીઓ, કર્મચારીઓ અને તેમના નિર્ભરોનું રસીકરણ કર્યું છે.
www.amazon.in અને એમેઝોન મોબાઈલ શોપિંગ એપ પર બધા ગ્રાહકોને સેંકડો શ્રેણીઓમાં 200 મિલિયનથી વધુ પ્રોડક્ટોને આસાન અને સુવિધાજનક પહોંચ મળે છે. તેમને સુરક્ષિત અને સંરક્ષિતરીતે ઓર્ડર કરવાનો અનુભવ, સુવિધાજનક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સ, કેશ ઓન ડિલિવરી, એમેઝોનના 24×7 કસ્ટમર સર્વિસ સપોર્ટ અને વૈશ્વિક માન્યતાપ્રાપ્ત અને એમેઝોનના એ- ટુ- ઝેડ ગેરન્ટી દ્વારા આપવામાં આવતા વ્યાપક 100 ટકા ખરીદી રક્ષણમાંથી લાભ મળે છે. તેઓ એમેઝોન દ્વારા પરિપૂર્ણ પ્રોડક્ટો પરAmazon.inની ગેરન્ટીડ નેક્સ્ડ- ડે, ટુ- ડે ડિલિવરી અને સ્ટાન્ડર્ડ ડિલિવરી પણ માણી શકે છે.