અમદાવાદ: ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના જોઇન્ટ સેક્રેટરી અતુલકુમાર પટેલ અને ગુજરાત કન્વિનર ઘનશ્યામ તળાવિયાએ આઈએમપીપીએ પ્રોડ્યુસર સભ્યો સાથે ગુજરાત રાજ્ય પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની તેમના કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગુજરાત સિનેમિટેક પ્રવાસન નીતિની જાહેરાતની તાત્કાલિક જરૂરિયાતને લયને કરેલ. આઇએમપીપીએ દ્વારા અગાઉ કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં લઇ તાત્કાલિક અને અસરકારક પગલા લેવામાં આવ્યા અને તેના સંદર્ભમાં આભાર પ્રગટ કરવા આજરોજ આઇએમપીપીએના મેમ્બરો અને ફિલ્મ કલાકાર અજય દેવગણ જે પણ આજ એસોસિએશનના સક્રિય મેમ્બર છે પોલિસીના લોન્ચ પ્રસંગે હાજર રહેશે.
આઇએમપીપીએના પ્રમુખ શ્રી અભય સિન્હાને અને સમિતિના અન્ય સભ્યોને 10 ઓગસ્ટના રોજ સિનેમેટિક ટૂરિઝમ લૉન્ચ પોલીસીની રજૂઆતના પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે, તે બદલ આભાર વ્યક્ત કરતા એસોસિએશને જણાવ્યું હતુ કે અમારા સંખ્યાબંધ નિર્માતા સભ્યો દ્વારા ગુજરાત સિનેમિટેક પ્રવાસન નીતિની જાહેરાતની રાહ જોઇ રહ્યાં હતા અને હવે જ્યારે નીતિ આજે લોન્ચ થશે ત્યારે અમે ખાતરીબદ્ધ છીએ કે ગુજરાત શૂટિંગ માટે સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક રહેશે.
પ્રવાસન મંત્રી સાથેની મુલાકાત દરમિયાન એસોસિએસન દ્વારા ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ ઉપરાંત તમામ હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાત એક પસંદગીનું ડેસ્ટિનેશન બની રહેશે, તેની ખાતરી કરવા માટે પ્રવાસન મંત્રી દ્વારા અપાયેલા સમર્થન બદલ ફરી એકવાર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતુ કે આ તમામ ભાષાને લાભ આપતી સંપૂર્ણ વ્યવહારૂ અને વ્યવહારિક ફિલ્મ નીતિ સાથે જ શક્ય બને છે. ફિલ્મ નિર્માતાઓ અને ફક્ત એક ભાષાકીય ફિલ્મ નિર્માતા સુધી આ મર્યાદિત નથી.
આઇએમપીપીએ વિશાળ વિઝન ધરાવે છે અને એસોસિએશન જણાવે છે કે મનોરંજનની જરૂરિયાત અનંત અને સતત વધી રહી છે. એસોસિએશન તે ખાતરી કરવા માટે ગુજરાત પ્રવાસન સાથે છે કે ગુજરાત અગ્રણી રાજ્ય બને, કારણકે આજે માત્ર ભારતના દરેક રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઘણા દેશો શ્રેષ્ઠ ઑફર્સ, સબસિડી, મફત સ્થાનો, આવાસ, પરિવહન સુવિધાઓ અને કર મુક્તિ સહિત અવિશ્વસનીય સબસિડી અને સુવિધાઓ ઓફર કરી રહ્યા છે, ખૂબ જ આવકારદાયક છે. ત્યારે આખરે ગુજરાતે આગળ આવીને પોતાની નીતિ અનાવૃત કરવાનું નક્કી કર્યું છે, જે એસોસિએશન હૃદયથી આવકારે અને રાજ્યના ઉત્કૃષ્ટ પ્રયાસોના વળતર રૂપે ગુજરાત રાજ્યને શ્રેષ્ઠ લાભો આપવા માટે કટિબદ્ધ છે.