અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતાં અને ધોરણ- 9માં અભ્યાસ કરતાં જેનિશ પંચાલે શિવરાત્રીના પવન પર્વ નિમિતે 12 જ્યોતિર્લિંગ બનાવ્યાં છે. જેનિશ પંચાલે જણાવ્યું હતું કે, “આ 12 જ્યોતિર્લિંગ મેં માટી તથા થર્મોકોલનો ઉપયોગ કરીને બનાવ્યા છે. ત્યારબાદ તેના પર વોટર-કલર કર્યો છે.” આ બનાવતાં તેને 6-7 કલાકનો સમય લાગ્યો. જેનિશ દરેક તહેવારમાં અવનવી વસ્તુઓ બનાવે છે, ઉપરાંત વેસ્ટ માંથી બેસ્ટ, પેઈન્ટિંગ્સ વગેરેમાં પણ નિપુણ છે.
