ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે વાપીમાં ડો. અગરવાલ્સ સુપર સ્પેશિયાલ્ટી આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સીમાચિહ્ન પ્રસંગ દરમિયાન ગુજરાતમાંથી પહ્મશ્રી ગફુરભાઈ એમ બિલખિયા, ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલના હેડ ક્લિનિકલ સર્વિસીસ ડૉ. આશિષ પી ગુસાની અને સુરતના ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલના હેડ ક્લિનિકલ સર્વસીસ ડૉ. નીરવ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, “ડૉ. આશિષ ગુસાની સાથે ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલ શહેર અને આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે. લોકોને આંખની સારવાર વાજબી ખર્ચે શ્રેષ્ઠ રીતે અપાશે. ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલ એની તબીબી ઉત્કૃષ્ટતા માટે જાણીતી છે અને મને આશા છે કે, આ કેન્દ્ર ગુણવત્તાના સર્વોચ્ચ ધારાધોરણો હાંસલ કરી શકે છે. અમારી સરકાર લોકોને શ્રેષ્ઠ હેલ્થકેર માળખાગત સુવિધા પ્રદાન કરવા આતુર છે અને હેલ્થકેર સેવાઓ આપવામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી તમામને ગુણવત્તાયુક્ત અને વાજબી હેલ્થકેર પ્રદાન કરવાના સરકારના અભિયાનને વેગ આપવામાં મદદરૂપ થશે.”

માઈક્રો-ફાકોનિટ, ગ્લુડ IOL, PDEK, SFTP, અને ક્લોઝ્ડ એન્ગલ ગ્લુકોમા (SFTP) ની સારવાર માટેની નવીનતમ અને રેટિના, ઓક્યુલોપ્લાસ્ટી સાધનો જેવી આંખની સંભાળની વિશેષ સેવાઓ કેન્દ્રમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકો છે.
વાપીમાં 4800 ચોરસ ફૂટની નવી હોસ્પિટલ માત્ર એક નવી ઇમારત કરતાં વધુ છે. તે ખાસ કરીને શક્ય તેટલી ઝડપી રીતે નિદાન અને સારવારની કાળજી લેવામાં આવે તેની ખાતરી કરવા માટે આંખની સંભાળના ઉન્નત મોડલ પહોંચાડવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે.
અમારી હોસ્પિટલની કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર
- સમર્પિત મોતિયા, રીફ્રેક્ટિવ અને મેડિકલ કોર્નિયા
- અદ્યતન ઓપ્ટિકલ ડિસ્પ્લે અને ફાર્મસી.
આ પ્રસંગે શુભેચ્છા આપતા ડો. અગરવાલ્સ આઈ હોસ્પિટલ્સના ચેરમેન પ્રોફેસર ડૉ. અમર અગરવાલે કહ્યું હતું કે, “અમે ગુજરાતમાં અમારા ઝડપી વિસ્તરણને લઈને આતુર છીએ. અમારું વાપી સેન્ટર લોકોને આંખની સારવારમાં શ્રેષ્ઠ તબીબી રીતો અને અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરશે. અમે વાજબી ખર્ચે દેશના દરેક નાગરિકને આંતરરાષ્ટ્રીય સ્તરની વિઝન સારવાર આપવા ઇચ્છીએ છીએ. અમે સામાન્ય નાગરિક સુધી પહોંચમાં સુપર-સ્પેશિયાલ્ટી આઈ કેર લાવવા ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ સેન્ટર્સમાં રોકાણ કરવા ગુજરાતમાં નવા બજારોની સક્રિયપણે ઓળખ કરી રહ્યાં છીએ. અમે રાજકોટ, ગાંધીનગર, વડોદરા, કચ્છ, જામનગર, ભરુચ, આણંદ અને નવસારી જેવા નવા બજારોમાં પ્રવેશ કરવા આતુર છીએ, જ્યાં અમે સારી કામગીરી, સક્ષમ ટીમ, બ્રાન્ડ નેમ અને સારી સાખ ધરાવતી હોસ્પિટલો સાથે જોડાણ કરી શકીએ છીએ.”

ડો. અગરવાલ્સ આઈ હોસ્પટિલ ગ્રૂપે ગુજરાતમાં મહત્વપૂર્ણ પ્રવેશ કર્યો છે અને ઘણા વર્ષોથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ધરાવે છે. ગ્રૂપે તાજેતરમાં સુરતમાં ત્રણ તથા ભાવનગર અને વાપીમાં એક-એક હોસ્પિટલનું એક્વિઝિશન કર્યું હતું. ડૉ. અગરવાલ્સે વાપીમાં હાલની ટીમ જાળવી રાખી છે, જેનું નેતૃત્વ ડૉ. આશિષ પી ગુસાની કરે છે, જેઓ શહેરમાં અગ્રણી આઇકેર નિષ્ણાત છે. ડૉ. અગરવાલ્સે આંતરરાષ્ટ્રીય સ્તરનું માળખું ઊભું કરવા મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે અને વાપી સેન્ટરમાં અદ્યતન ઉપકરણ સ્થાપિત કર્યા છે. વાજબી ખર્ચે દરેક નાગરિકને આંતરરાષ્ટ્રીય સ્તરની સુપર સ્પેશિયાલિટી વિઝન સારવાર પ્રદાન કરવા ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ ગ્રૂપે આગામી વર્ષોમાં ગુજરાતમાં આ પ્રકારની વધારે સુપર સ્પેશિયાલિટી આઈ કેર સેન્ટર ખોલવાની યોજના બનાવી છે.
પોતાના સંબોધનમાં ગુજરાતનાં પહ્મશ્રી શ્રી ગફુરભાઈ એમ બિલખિયાએ કહ્યું હતું કે, “હું વાપી જેવા નાના શહેરમાં આ આંતરરાષ્ટ્રીય સ્તરનું આઈ સેન્ટર સ્થાપિત કરવા માટે ડૉ. અગરવાલ્સની ટીમને અભિનંદન આપું છું. આની હાલ જરૂર છે, જે નાનાં શહેરમાં પણ ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરે છે, જેથી લોકોને સારવાર માટે મોટા શહેરોની મુલાકાત લેવાની જરૂર નથી. આ લોકો માટે તબીબી ખર્ચ ઘટાડવા અને એને વાજબી બનાવવાની જરૂર છે.”
ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ વાપીના હેડ ક્લિનિકલ સર્વિસીસ ડૉ. આશિષ પી ગુસાનીએ કહ્યું હતું કે, “અમને પ્રસિદ્ધ ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ્સ ગ્રૂપનો ભાગ બનવા પર ગર્વ છે. આજે સેન્ટર શરૂ થવાની સાથે અમે વાપીના લોકો માટે અદ્યતન સુવિધાઓ પ્રસ્તુત કરી છે, જેમાં અદ્યતન ઓપરેશન થિયેટર અને આંખનું નિદાન કરવા લેટેસ્ટ ઉપકરણ સામેલ છે. અમે ઓપ્થેલ્મોલોજિસ્ટ્સની અનુભવી ટીમ ધરાવીએ છીએ, જેઓ મોતિયા, ગ્લુકોમા, રેટિનલ, કોર્નીયલ, રિફ્રેક્ટિવ અને બાળકોની આંખોની બિમારીઓ જેવી આંખની વિવિધ સમસ્યાઓની સારવાર કરવામાં કુશળ છે. અમારો ઉદ્દેશ કટિબદ્ધતા સાથે વાપી અને આસપાસના વિસ્તારોના લોકોને સેવા આપવાનો છે તેમજ અમે આંખની શક્ય શ્રેષ્ઠ સારવાર માટે સલાહ અને સારવાર આપવા આતુર રહીશું.”
ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ સુરતના હેડ ક્લિનિકલ સર્વિસીસ ડૉ. નીરવ શાહે કહ્યું હતું કે, “ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ્સનું આ સાહસ વાપીના વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહેશે. આ વિસ્તારમાંથી ઘણા લોકો આંખની સારવાર માટે સુરતમાં આવે છે. વાપીમાં આ નવા કેન્દ્ર સાથે વિસ્તારમાંથી દર્દીઓ હવે અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ સારવાર પ્રક્રિયાઓનો લાભ લઈ શકે છે, જે અમે અહીં તેમને ઓફર કરીશું. આ વિસ્તારના લોકોને ડૉ. અગરવાલ્સમાં તબીબી નિષ્ણાતો પાસેથી ઘણો લાભ થશે અને દર્દીઓને શ્રેષ્ઠ પરિણામોની ખાતરી મળી શકશે.”