બિહાર સ્વાસ્થ્ય સમિતિ દ્વારા પટના બિહાર વિધાનસભા ઉપ સભાગૃહ માં બિહાર વિધાનસભા ના સ્પીકર માનનીય શ્રી અવધ બિહારી ચૌધરી જી ના અધ્યક્ષ સ્થાને મુખ્ય અતિથીપદે ડૉ.આંબેડકર સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ના માનવતાવાદી સામાજિક ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલા બિઝનેસમેન નઈમ સિરાજુદ્દીન તિરમીઝી ને મેહમાન તરીકે આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહ માં બિહાર ના ખાદ્ય તથા ગ્રાહક સુરક્ષા વિભાગ ના માનનીય મંત્રી શ્રીમતી લેશી સિંઘ, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ પદ્મશ્રી ડૉ.સહજાનંદ સિંહ જી, પદ્મશ્રી ડોક્ટર આર્યન સિંહ, પદ્મશ્રી વિમલ જૈન, સામાજિક ઉત્કર્ષ કાર્યકર્તા તથા સમાજસેવી પદ્મભૂષણ સુધા વર્ગીસ જી, ડૉ. એલ બી સિંહ તથા બીજા પદ્મશ્રી અને પદ્મભૂષણ થી સન્માનિત ગેસ્ટ હજાર રહ્યા હતા.બિહાર ના અગ્રણી ડોક્ટર્સ તથા જેઓ દેશભર માં પોતપોતાના ક્ષેત્રો માં ઉત્કૃષ્ટ કર્યો કરી રહેલા તથા માનવસેવા તથા સામાજિક ઉત્કર્ષ સાથે સંકળાયેલા મહેમાનોને આમંત્રિત કરવા માં આવ્યા હતા.