- સુપ્રસિદ્ધ સિંગર ઓસમાણ મીરના પુત્ર આમિર મીરના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ છે આ સોન્ગ
- મનાલીમાં શૂટિંગ કરાયું છે આ સોન્ગ
- પ્રેમ કહાની દર્શાવતા આ સોન્ગ માં વરુણ સોની અને રુચા ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં
આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે. અવનવા વિષયો પર ગુજરાતી ફિલ્મ બની રહી છે અને સારા કન્ટેન્ટ હંમેશા દર્શકોને આકર્ષે છે. તે જ રીતે ગુજરાતી આલ્બમ સોન્ગ્સ પણ દર્શકોને પસંદ આવે છે. સેવન પિક્ચર સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ગુજરાતી આલ્બમ સોન્ગ “મારે કહેવી હતી જે વાતો”નું આજે અમદાવાદમાં ભવ્ય રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચ પ્રસંગે પ્રસિદ્ધ સિંગર ઓસમાણ મીરે પણ ખાસ હાજરી આપી હતી.
વરુણ સોની અને રુચા ત્રિવેદીની મુખ્ય ભૂમિકા દર્શાવતું આ સોન્ગ સુપ્રસિદ્ધ સિંગર ઓસમાણ મીરના પુત્ર આમિર મીરના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ છે. “મારે કહેવી હતી જે વાતો” સોન્ગ ઈશાન જોશી દ્વારા લિખિત છે અને આકાશ પરમાર દ્વારા પ્રોડ્યુસ કરાયું છે. આ સોન્ગનું શૂટિંગ મનાલી ખાતે કરાયું છે. પ્રેમ કહાની દર્શાવતું આ સોન્ગ દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે. આ સોન્ગની એક- એક વાત દર્શકોને જરૂરથી આકર્ષશે. મ્યુઝિક કમ્પોઝર ઈશાન જોશી અને રિષભ ચૌહાણ દ્વારા કમ્પોઝ કરાયેલ આ સોન્ગ ભાવેશ વસાવા દ્વારા ડિરેક્ટ કરાયું છે. ઉલ્લેખનીય છે કે ઋત્વિજ જોશી દ્વારા આ સોન્ગનું મ્યુઝિક આપવામાં આવ્યું છે.
ભાવેશ વસાવા એ આ સોન્ગ માટે સ્ટોરી તથા સ્ક્રીન પ્લે કરવામાં આવ્યું છે. સોન્ગની અન્ય ટીમની વાત કરીએ તો ડીઓપી અનુરાગ કામ્બલે, ફ્લુટ આર્ટિસ્ટ શ્રેયસ દવે, ફોટોગ્રાફી & મેકિંગ જેનીલ ચૌહાણ, આર્ટ ડિરેક્ટર અમર મિસ્ત્રી, ફોકસ પુલ્લર સંજય પુંજપવર, કેમેરા એટેન્ડેન્ટ હેમંત દીક્ષિત અને સોનુ, લોકેશન મેનેજર રિષભ ચૌહાણ, પ્રોડક્શન મનેજર આકાશ પરમાર, પ્રોડક્શન મેનેજમેન્ટ કીર્તન ભાવસાર અને ડોલી ત્રિવેદી, આસિસ્ટન્ટ ડિરેક્ટર રાજ ભાવસાર, ડ્રોન ઓપરેટર મનોજ માળી, કોસ્ચ્યુમ & મેકઅપ શિલિંગ હોપકિંસ , મેકિંગ એડિટર કીર્તન ભાવસાર, કેમેરા ઈક્વિપમેન્ટ્સ મુંબઈના એકે ઈક્વિપમેન્ટ્સ, પોસ્ટર ડિઝાઈન માટેના એડિટર અંકિતા કસાલે, ડીઆઈ કલરિસ્ટ દીપ મજીઠીયા (રિફ્લેક્શન સ્ટુડિયો, મુંબઈ), ડબિંગ સ્ટુડિયો ક્રિટેકા વગેરેનો સમાવેશ થાય છે. આ સોન્ગનું ડિજિટલ માર્કેટિંગ બઝમોન્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે.