સેલેબ્રિટી સ્પીકર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ એંકર મહેક ધવનની સાથે સમગ્ર દિવસ માટે આયોજન
જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ શ્રી નિર્મલ ઠક્કરે જાણીતી સેલેબ્રિટી સ્પીકર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ એંકર મહેક ધવનની સાથે એક સમગ્ર દિવસ માટેના બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની આયોજન કર્યું.
લર્નિંગ ઇવોલ્યૂશન (શીખવાની ઉત્ક્રાંતિ) આ માસ્ટરક્લાસનું એક નવું ફોર્મેટ હતું. દેશના જાણીતા લાઇફ કોચ અને મેન્ટલ વેલનેસ સ્પીકર નબનીતા ગુહા, બિઝનેસ ગ્રોથ માઇન્ડસેટ માટે જાણીતા કોચ રાહુલ ગુહા, પર્સનાલિટી ડેવલપમેન્ટ મેન્ટર અને કોર્પોરેટ ટ્રેનર માનસી ગુપ્તા અને છેલ્લે પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન રાકેશ અડલખાને અમદાવાદમાં 17 સપ્ટેમ્બર, 2022ના રોજ તાજ સ્કાયલાઇન ખાતે એકસાથે લાવીને આ આયોજન કરવામાં આવ્યું.

આ માસ્ટરક્લાસ એક વ્યક્તિગત બ્રાન્ડ બનાવવા, વ્યવસાયના વિકાસને વધારવા, માનસિક સ્વાસ્થ્ય સામે લડત આપવાનીસાથેસાથેઉપસ્થિતો માટે હાસ્યની છોળોથી હાસ્ય ફેલાવવા થોડી હળવીફૂલ કોમેડી કરવાની શક્તિ વિશે હતો.
આ માસ્ટરક્લાસ દરમિયાન એન્કર મહેક ધવને તેના પર ભાર મૂક્યો કે કેવી રીતે અસરકારક સંદેશાવ્યવહાર વ્યાપાર વૃદ્ધિમાં પરિવર્તન અને યોગદાન આપી શકે છે.આ પ્રસંગે શ્રી નિર્મલ ઠક્કરે પોતાના બહુપ્રતિક્ષિત આગામી પુસ્તક “બીઇંગ હેપ્પી હ્યુમન”નું વિમોચન લોન્ચ કર્યું.

આ માસ્ટરક્લાસને દરેક વક્તાએ આકર્ષક પ્રસ્તુતિઓ અને ઇન્ટરેક્ટિવ સેશનને વધાવીસતત તાળીઓથી ગૂંજતો કરી રૂમનેવિદાય લીધી. અસરકારક સંદેશાવ્યવહારની શક્તિએ દર્શાવ્યું કે કેવી રીતે દરેક વ્યાવસાયિકો તેમની કામગીરીને અનેક ગણો વધારી શકે છે. અમદાવાદ આગામી માસ્ટરક્લાસની રાહ જોઈ રહ્યું છે!