અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓર્થોપેડિક વોકેથોન આવા ટાઈટલથી એક કાર્યક્રમનું આયોજન હતું. કાર્યક્રમની વિગત થોડી એવી છે કે એમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, અને 7 કિલોમીટર, એમ ત્રણ પ્રકારના એક નોર્મલ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનનીય વ્યક્તિમાં શ્રી ધર્મસિંહ દેસાઈ, શ્રી જે જે પટેલ, તથા શ્રી સુરેશ પટેલ, તથા કલાકાર જગતના ખૂબ જ સિનિયર અને ઉમદા એક્ટર પ્રશાંત બારોટ હાજર રહ્યા હતા, આ સાથે અમને જેમનો સહયોગ મળ્યો હતો. એવા શ્રી મૂનોટ હેલ્થ કેર ફાઉન્ડેશન, તથા બોનટેક એક વિશ્વ કક્ષાનું ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ઉત્પાદક છે જે ટ્રોમા, સ્પાઇન, આર્થ્રોસ્કોપી અને સાંધાઓની સંપૂર્ણ શ્રેણી ધરાવે છે.
થોડો ઉદ્દેશ એવો પણ છે કે તમારી હેલ્થ સારી રહે અને તમને ની રિપ્લેસમેન્ટ કરવાનો વખત ના આવે એને જાગૃત કરવા માટે આ પ્રકારનું આયોજન હતું. જેમાં આશરે અલગ અલગ ઉંમરના 1500થી વધુ લોકો વહેલી ની સવારના 5:30 વાગ્યા થી હાજર રહી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. થોડા એમને મનોરંજનની સાથે કસરત કેવી રીતે કરવી એના વિશે માહિતી આપી થોડું પ્રેક્ટીકલ પણ કરાવી, અને આ દોડમાં સામેલ તમામ ઉંમરની વ્યક્તિને એક સર્ટિફિકેટ, ટીશર્ટ, અને મેડલ થી સન્માનિત કરવામાં પણ આવેલા, આ પ્રસંગે બોલતા, મુંબઈના ભારતના અગ્રણી પગ અને પગની ઘૂંટીના નિષ્ણાત ડૉ. પ્રદીપ મૂનોટે ભાર મૂક્યો, “દરરોજ ચાલવા જેવી સરળ છતાં ખૂબ જ અસરકારક કસરત તમારા હાડકા અને સાંધાના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે સુધારી શકે છે.
ઘણા બધા એવા લોકો હતા જેમના ચહેરા ઉપર એમની જિંદગીનું પહેલું મેડલ મળવાની ખુશી હતી.
