શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન

અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું. સમાજના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ હિંગુ, શ્રી ચંદુભાઈ ગોહિલ, શ્રી હિતુભાઈ સોલંકી, શ્રી કાન્તિભાઈ જેઠવા, શ્રી નાથાભાઈ વાઘેલા અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. જેમાં ખાસ કરીને શ્રી નવલગીરી જે. ગોસાઈ (ચોટીલા), ભાગવત આચાર્ય પૂ. જોગીદાદા વ્યાસ, મહંત શ્રી નિશાંતપુરી બાપુ (રાજપરા-ભાવનગર) અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ (દડવા) હાજર રહ્યા.. આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, અને લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવ્યો.

લગ્નોત્સવની વિગતો મુજબ, સાંજે ૫:૦૦ કલાકે સત્કાર સમારંભ અને ૬:૩૦ કલાકે હસ્તમેળાપ યોજાશે. શાસ્ત્રી મુનિ મહારાજ દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવી.. મનોરંજન માટે સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક Paru N Guru તથા લોક સાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલીયા તેમજ હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવી નું વિશેષ આકર્ષણ રહ્યું.

આ પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં ઘરઘંટી, વોશિંગ મશીન, LED ટીવી જેવી અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે. તેમજ સરકારશ્રીની ‘કુંવરબાઈનું મામેરું’ યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાવવામાં આવ્યો.. વિશેષ પ્રોત્સાહન રૂપે, નવયુગલોમાં જો પ્રથમ દીકરીનો જન્મ થશે તો તેને રૂા. 11,000 નો ચેક અર્પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *