અમદાવાદ, એપ્રિલ, 2026 – અમદાવાદ ખાતે આજે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘ટેક એક્સ્પો ગુજરાત 2026’નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં અવાયું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27 થી 29 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (GMDC) ખાતે યોજાશે. આ એક્સ્પોમાં 15,000 થી વધુ વિઝિટર્સ, 250 થી વધુ એક્ઝિબિટર્સ અને 10 થી વધુ નિષ્ણાત વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને આ ક્ષેત્રના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે.

લોન્ચિંગ પ્રસંગે ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી એમ. નાગરાજન (IAS) એ ‘AI અને ગ્રોથ’ વિષય પર વક્તવ્ય આપતા વહીવટમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ડિજિટલ પ્રતિકે ‘માર્કેટિંગ અને ગ્રોથ’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
“બીકન ઓફ રાઈઝિંગ ઇનોવેશન એન્ડ AI” ની થીમ સાથે યોજાનારા આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ, રોકાણકારો અને ટેક્નોલોજીને એક મંચ પર લાવીને AI-આધારિત વિકાસને વેગ આપવાનો અને ગુજરાતને અગ્રણી ટેક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે કે જેથી ગુજરાતની ટેક્નોલોજીનો વેગ વધે અને MSMEs અને SMEs ના દરેક લોકોને તેનો લાભ ગુજરાતમાં જ મળી રહે.
