91% ઈન્ડિયન સેલ્સ પ્રોફેશનલ્સનું માનવું છે કે બિઝનેસની સફળતા માટે AI એજન્ટ્સ અનિવાર્ય છે

Ahmedabad, 11 March 2026: વિશ્વની નંબર ૧ AI CRM કંપની, સેલ્સફોર્સ દ્વારા તેના તાજેતરના સ્ટેટ ઓફ સેલ્સ રિપોર્ટના તારણો જાહેર કરવામાં આવ્યા છે. આ અહેવાલ મુજબ, 91% ભારતીય સેલ્સ પ્રોફેશનલ્સનું માનવું છે કે બિઝનેસની સફળતા માટે AI એજન્ટ્સ અનિવાર્ય (Mission-Critical) છે. 2026 ના વર્ષની શરૂઆતમાં જ્યારે સેલ્સ ટીમો નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કમર કસી રહી છે, ત્યારે તેઓ પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે AI અને ખાસ કરીને એજન્ટ્સ પર વધુ ભરોસો કરી રહ્યા છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે આ વર્ષે કંપનીના વિકાસને વેગ આપવા માટે AI સૌથી અસરકારક વ્યૂહરચના તરીકે ઉભરી આવ્યું છે.

આ ડેટા પાછળનું કારણ પણ સ્પષ્ટ છે: આજે સેલ્સ ટીમો ગ્રાહકોની બદલાતી જતી માંગ અને તે પૂરી કરવા માટેના મર્યાદિત સમય વચ્ચે ભીંસમાં મુકાઈ રહી છે. સંશોધન સૂચવે છે કે પ્રોડક્ટિવિટીમાં ઘટાડાનું અસલી કારણ મહેનત કે કૌશલ્યનો અભાવ નથી; પરંતુ વહીવટી ગૂંચવણો અને વહીવટી પ્રક્રિયાઓના અવરોધો છે.

વિગતવાર તારણો :

સેલ્સ પ્રોફેશનલ્સ હવે AI એજન્ટ્સ પર વધુ ભરોસો મૂકી રહ્યા છે અને સેલ્સ સાયકલના દરેક તબક્કે તેનો ઉપયોગ કરી રહ્યા છે:

  • સેલ્સ ક્ષેત્રે AI હવે એક સામેઇનસ્ટ્રીમ બની ગયું છે:ભારતની 90% સેલ્સ સંસ્થાઓ હાલમાં પ્રોસ્પેક્ટિંગ, ફોરકાસ્ટિંગ, લીડ સ્કોરિંગ અથવા ઈમેલ ડ્રાફ્ટિંગ જેવા કાર્યો માટે કોઈને કોઈ સ્વરૂપે AI નો ઉપયોગ કરી રહી છે.
  • AI નો ઉપયોગ કરતા ભારતીય સેલ્સ નિષ્ણાતોને મોટો ફાયદો: 94% લોકોનું માનવું છે કે AI ગ્રાહકોની જરૂરિયાતોને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે, જ્યારે 89% લોકો માને છે કે AI ને કારણે તેમના કામનું સ્ટ્રેસ ઘટ્યું છે.
  • AI એજન્ટ્સ અપનાવવાની ગતિ ઝડપથી વધી રહી છે: ભારતના 54% સેલ્સ પ્રોફેશનલ્સ કહે છે કે તેઓએ એજન્ટ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે, અને લગભગ 43% લોકો 2027 સુધીમાં તેને અપનાવવાની યોજના ધરાવે છે. એકવાર સંપૂર્ણ અમલીકરણ થયા પછી, ભારતીય સેલ્સ નિષ્ણાતો એવી અપેક્ષા રાખે છે કે આ એજન્ટ્સ ગ્રાહકોના રિસર્ચમાં લાગતો સમય ૩૫% અને ઈમેલ લખવાનો સમય 38% ઘટાડી દેશે, જેથી સેલ્સ ટીમો અન્ય મહત્વના કામો માટે વધુ સમય ફાળવી શકશે.

ટોપ- પરફોર્મિંગ સેલર્સ, નબળો દેખાવ કરનારાઓની સરખામણીએ ગ્રાહકો સુધી પહોંચવા માટે પ્રોસ્પેક્ટિંગ AI એજન્ટ્સનો ઉપયોગ કરે તેવી શક્યતા 1.7 ગણી વધારે છે.

  • ભારતના 58% સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ કોલ્ડ કોલિંગને તેમના કામનો સૌથી કંટાળાજનક અને અઘરો ભાગ માને છે. તેમ છતાં, મજબૂત સેલ્સ પાઇપલાઇન બનાવવા માટે સતત નવા ગ્રાહકો સાથે જોડાણ અને સંપર્ક અનિવાર્ય છે, જે કોઈપણ ટીમ માટે એકલા હાથે પહોંચી વળવું હવે શક્ય જણાતું નથી.
    • પોતાના કામકાજના અઠવાડિયાનો લગભગ એક આખો દિવસ માત્ર પ્રોસ્પેક્ટિંગ પાછળ ફાળવવા છતાં, 61% ભારતીય સેલ્સ પ્રોફેશનલ્સ માને છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં કોલ્ડ આઉટરીચ કરવા માટે જરૂરી સમય કે ક્ષમતા નથી.
  • સમય અને ક્ષમતાની કેપેસીટી ગેપને પૂરી કરવા માટે, 54% ભારતીય સેલ્સ પ્રોફેશનલ્સ હાલમાં પ્રોસ્પેક્ટિંગ માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે અન્ય 41% ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
    • વિશ્વભરના 92% સેલ્સ પ્રોફેશનલ્સ, જેઓ AI એજન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ સ્વીકારે છે કે તેનાથી ગ્રાહકો શોધવાના પ્રયત્નોમાં મોટો ફાયદો થયો છે.
  • વૈશ્વિક સ્તરે, જે સેલ્સ પ્રોફેશનલ્સના વાર્ષિક વેચાણમાં મોટો વધારો થયો છે, તેઓ નબળો દેખાવ કરનારાઓની સરખામણીએ ગ્રાહકો શોધવા માટે AI એજન્ટ્સનો ઉપયોગ કરે તેવી શક્યતા 1.7 ગણી વધારે છે.

એડમિનિસ્ટ્રેટિવ ફ્રિક્શન અને અવરોધોની સૌથી માઠી અસર કેરિયરના શરૂઆતી તબક્કે રહેલા કર્મચારીઓ પર પડી રહી છે.

  • બિનજરૂરી મહેનતનો બોજ  હવે વાસ્તવિકતા છે: સરેરાશ સેલ્સ પર્સન તેમના કુલ સમયનો 40% ભાગ સેલિંગ પાછળ ફાળવે છે (ભારતમાં આ આંકડો 41% છે), પરંતુ જેન ઝી (Gen Z) ના પ્રતિનિધિઓ માત્ર 35% સમય જ ફાળવી શકે છે. સિનિયર પ્રતિનિધિઓ જે બે કલાક ગ્રાહકોના રિસર્ચ અને સંબંધો બાંધવામાં વિતાવે છે, તેટલો જ કિંમતી સમય આ યુવા કર્મચારીઓ મેન્યુઅલ ડેટા એન્ટ્રી જેવી પ્રક્રિયાઓમાં ગુમાવી રહ્યા છે.
  • તેઓ મેન્ટરશીપના અભાવનો પણ સામનો કરી રહ્યા છે:
    • 46% કર્મચારીઓને તેમના સેલ્સ કોન્વર્સેશન પર ભાગ્યે જ કોઈ પ્રતિસાદ મળે છે.
    • 47% કર્મચારીઓને ગ્રાહકો સાથે સીધી વાત કરતા પહેલા પૂરતી રોલપ્લે’ કરવાની તક મળતી નથી.

● જ્યારે પૂછવામાં આવ્યું કે અસરકારક સક્ષમતાને શું અટકાવે છે, ત્યારે Gen Z મેનેજર સમયના અભાવને #1 અવરોધ તરીકે દર્શાવે છે, જ્યારે Millennials, Gen Xers અને બેબી બૂમર્સ ડેટા અને આંતરદૃષ્ટિની ઍક્સેસનો અભાવ ગણાવે છે.

સેલ્સ ટીમો — અને ખાસ કરીને શ્રેષ્ઠ દેખાવ કરનારી ટીમો — હવે AI પહેલને વધુ અસરકારક રીતે ટેકો આપવા માટે અસ્તવ્યસ્ત અને અધૂરા ડેટાને વ્યવસ્થિત કરવાનું કામ પ્રાથમિકતાના ધોરણે કરી રહી છે.

  • AI નો મહત્તમ લાભ મેળવવા માટે, સેલ્સ પ્રોફેશનલ્સ હવે ભરોસાપાત્ર અને કનેક્ટેડ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે — જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી ટીમો આ પરિવર્તનું નેતૃત્વ કરી રહી છે.
  • AI નો ઉપયોગ કરતા અડધાથી વધુ (66%) ભારતીય સેલ્સ લીડર્સનું કહેવું છે કે ડિસ્કનેક્ટેડ સિસ્ટમ્સ તેમની AI પહેલની ગતિને ધીમી પાડી રહી છે.
  • AI ના પરિણામોને વધુ અસરકારક બનાવવા માટે, ૮૨% ભારતીય સેલ્સ પ્રોફેશનલ્સ હવે ડેટા ક્લીન્સિંગ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. આ કામ કદાચ બહારથી આકર્ષક ન લાગે, પરંતુ તે અત્યંત અનિવાર્ય છે. તેઓ અલગ-અલગ સિસ્ટમ્સમાં રહેલી ડેટાની નકલો દૂર કરવા, ભૂલો સુધારવા અથવા અધૂરી વિગતો ભરવા અને તમામ ફોર્મેટ્સને એકસમાન  કરવા જેવી પાયાની મહેનત કરી રહ્યા છે, જેથી AI ટેકનોલોજીનો મહત્તમ લાભ મેળવી શકાય.

● હાઈ પરફોર્મર્સ તેને આગળ લઈ જાય છે:

  • 79 % શ્રેષ્ઠ દેખાવ કરનારી ટીમો ડેટા હાઈજીનને પ્રાથમિકતા આપે છે, જેની સરખામણીએ નબળો દેખાવ કરનારાઓમાં આ પ્રમાણ માત્ર 54% જ છે.

સેલ્સફોર્સના સાઉથ એશિયાના એસવીપી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સંગીતા ગિરીએ જણાવ્યું હતું કે, “ભારતના અતિ-સ્પર્ધાત્મક બજારમાં, અમે સખત મહેનતથી ઉચ્ચ સચોટતા તરફનો પાયાનો ફેરફાર જોઈ રહ્યા છીએ. AI એજન્ટ્સ અવરોધો દૂર કરીને, શીખવાની પ્રક્રિયા ઝડપી બનાવીને અને ટીમોને ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવવા માટે જરૂરી સમય પાછો આપીને એક સમાન તક પૂરી પાડનારા બની રહ્યા છે. ભારત જેવા ઝડપથી વિકસતા અને સંબંધો પર આધારિત બજારમાં, 2026 માં એવા જ વિક્રેતાઓ વિજેતા બનશે જેઓ માનવીય સૂઝબૂઝ અને પૃષ્ઠભૂમિમાં સતત કાર્યરત AI એજન્ટ્સનો સમન્વય સાધશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *