હાઈફાર્મ પાઠશાળાના દીક્ષાંત સમારોહમાં સસ્ટેનેબલ બટાકાની ખેતીને પ્રોત્સાહન આપતા પ્રગતિશીલ ખેડૂત ચેમ્પિયનોનું સન્માન

બીજા દીક્ષાંત સમારોહમાં એવા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું, જેમણે સ્વેચ્છાએ પોતાના ખેતરમાં નિદર્શન પ્લોટ તૈયાર કર્યા અને ૬,૦૦૦થી વધુ સાથી ખેડૂતોને ખેતીની સુધારેલી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું.

Gujarat:ગુજરાત, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬: ખેતીમાં નવી બાબતો શીખવાની અને જ્ઞાન વહેંચવાની ભાવનાથી પોતાના ખેતર ઉપરાંત અન્ય ખેડૂતોને પણ પ્રગતિ માટે પ્રેરણા આપનાર ખેડૂતોના સન્માન માટે, હાયફન ફૂડ્સના કૃષિ વ્યવસાય એકમ હાયફાર્મ દ્વારા ૧૩ ઓક્ટોબરના રોજ મહેસાણામાં આવેલા હાયફન ફૂડ્સના પ્લાન્ટ ખાતે બીજા હાયફાર્મ પાઠશાળા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પરિવારજનો સાથે ઉપસ્થિત રહેલા પાઠશાળા ખેડૂતોને ‘ખેડૂત ચેમ્પિયન’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. આ ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાના ખેતરમાં નિદર્શન પ્લોટ તૈયાર કર્યા, ખેતીની સુધારેલી પદ્ધતિઓ અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રોસેસિંગ માટેના બટાકાની સારી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

હાયફાર્મ પાઠશાળા એ ખેતર પરના વ્યવહારુ શિક્ષણ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપતી પહેલ છે. આ પહેલ મુખ્યત્વે બે બાબતો પર આધારિત છે: પ્રથમ, નિદર્શન ફાર્મ, જ્યાં ખેતીની સુધારેલી પદ્ધતિઓ પ્રત્યક્ષ રીતે જોવા અને શીખવા મળે છે. બીજી, ‘ટ્રેન ધ ટ્રેનર’ પદ્ધતિ, જેમાં ખેડૂતોને તાલીમ આપીને તેમને આસપાસનાં ગામોના અન્ય ખેડૂતો સાથે ખેતીનું જ્ઞાન અને નવી કૃષિ તકનીકો વહેંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ૧૭ માઇક્રો-ક્લસ્ટર અને ૩૩ નિદર્શન ફાર્મ દ્વારા કાર્યરત આ કાર્યક્રમમાં પરંપરાગત ખેતીના અનુભવને આધુનિક કૃષિવિજ્ઞાન સાથે જોડવામાં આવે છે. પાકની સમગ્ર મોસમ દરમિયાન ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય, પ્રોસેસિંગ માટેના બટાકાની ગુણવત્તા સુધારી શકાય અને ખેતીની વધુ સારી પદ્ધતિઓ અપનાવી શકાય.

દીક્ષાંત સમારોહમાં અભ્યાસ પૂર્ણ કરનારા ખેડૂતોમાં અનુભવી, યુવા અને મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાના ખેતરોમાં નિદર્શન પ્લોટ તૈયાર કર્યા અને હાયફાર્મ દ્વારા ભલામણ કરાયેલી ખેતી પદ્ધતિઓ અપનાવી. ખેતરમાં પ્રત્યક્ષ અનુભવ અને વ્યવહારુ તાલીમ દ્વારા આ ખેડૂતો હવે અન્ય ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના ખેતીના અનુભવો અને ખેતરમાં જોવા મળેલા પરિણામો આસપાસના ગામોના અન્ય ખેડૂતો સાથે વહેંચી રહ્યા છે.

હાયફાર્મ પાઠશાળાના કાર્યક્રમમાં જમીનની તંદુરસ્તી જાળવવા અને ખેતીની સુધારેલી પદ્ધતિઓ અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીનની ચકાસણી, ખાતરોનો સંતુલિત ઉપયોગ અને સિંચાઈનું યોગ્ય આયોજન ખેડૂતોને પાણી અને ખાતર જેવા સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને પ્રોસેસિંગ માટેના બટાકાની ગુણવત્તા એકસરખી જાળવવામાં મદદરૂપ થાય છે.

ભાગ લેનારા ખેડૂતોએ પાકને પોષક તત્ત્વો પૂરા પાડવાની પદ્ધતિ, વાવેતરની રીત, ચોકસાઈપૂર્વકની સિંચાઈ અને ખેતરની નિયમિત દેખરેખમાં સુધારા કરીને ખેતીના કુલ ખર્ચમાં ૧૦થી ૧૨%, ખાતરના ખર્ચમાં ૧૫% અને સિંચાઈના પાણીના વપરાશમાં ૩૦થી ૩૫% સુધીની બચત હાંસલ કરી છે.

ખેડૂતો દ્વારા સંચાલિત આ જ્ઞાન વહેંચણીના માધ્યમથી ૬,૦૦૦થી વધુ અન્ય ખેડૂતો સુધી પહોંચીને તેમને ખેતીની સુધારેલી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

કાર્યક્રમને સંબોધતા, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પાઠશાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર ખેડૂતોને અભિનંદન પાઠવ્યા અને સતત શીખવાની તથા પોતાનું જ્ઞાન અન્ય ખેડૂતો સાથે વહેંચવાની તેમની ભાવનાની પ્રશંસા કરી. તેમણે ખેડૂતોના ખેતર સુધી વૈજ્ઞાનિક કૃષિ જ્ઞાન, આધુનિક ટેકનોલોજી અને ખેતીની સુધારેલી પદ્ધતિઓ પહોંચાડવામાં હાયફાર્મ પાઠશાળાના યોગદાનની સરાહના કરી. તેમણે જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસો ગ્રામીણ સમુદાયોને વધુ સક્ષમ બનાવવામાં અને ‘આત્મનિર્ભર ભારત’ ના રાષ્ટ્રીય લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થાય છે.

હાયફન ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ શ્રી હરેશ કરમચંદાનીએ જણાવ્યું હતું કે, “અનુભવી ખેડૂતો નવા અભિગમો અપનાવી રહ્યા છે અને તેમની સાથે યુવા તથા મહિલા ખેડૂતો પણ ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ તમામ ખેડૂતો પોતાના ગામના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં પરિવર્તન લાવવા અને ભારતીય પેદાશોમાંથી તૈયાર કરાયેલા ફ્રોઝન ફૂડને વિશ્વભરમાં પહોંચાડવાનું અમારું વિઝન ખેડૂતોનાં ખેતરોની પ્રગતિ અને તેમની સમૃદ્ધિથી શરૂ થાય છે. હાયફાર્મ પાઠશાળા દ્વારા અમે ખેડૂતોને એવું જ્ઞાન પૂરું પાડવા માટે પ્રયાસરત છીએ, જે તેમને ગુણવત્તાયુક્ત પાક ઉગાડવામાં, જમીનની તંદુરસ્તી જાળવવામાં અને લાંબા ગાળા સુધી લાભદાયી પરિણામો મેળવવામાં મદદરૂપ થાય.”

આ સમારોહમાં ખેતીની સુધારેલી પદ્ધતિઓ અપનાવવા, ચોકસાઈપૂર્વક ખેતી કરવા, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને પ્રોસેસિંગ માટેના બટાકાની ઉત્તમ ગુણવત્તા જાળવવા બદલ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

બીજા હાયફાર્મ પાઠશાળા દીક્ષાંત સમારોહમાં ખેડૂતો દ્વારા એકબીજા પાસેથી શીખવાની અને પોતાનું જ્ઞાન અન્ય ખેડૂતો સાથે પહોંચાડવાની પહેલની અસર દર્શાવવામાં આવી હતી. નિદર્શન પ્લોટમાં મેળવેલું જ્ઞાન અન્ય ખેડૂતો સુધી પહોંચવાથી ગુજરાતમાં પ્રોસેસિંગ માટેના બટાકાની ખેતી વધુ સારી બનાવવા, ઉત્પાદન વધારવા અને ગુણવત્તા સુધારવામાં મદદ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *