ભારતની સૌથી વહાલી ક્રુઝર રોયલ એનફિલ્ડ મીટિયોર 350એ 6 લાખના વેચાણનું માઈલસ્ટોન પાર કરીને નવેમ્બર 2020માં તેના લોન્ચથી વિશ્વભરમાં રાઈડરોનો વિશ્વાસ જીત્યો છે.
રિલેક્સ્ડ ક્રુઝિંગના ગુણ, રિફાઈન્ડ એન્જિન અને આસાન રાઈડેબિલિટી સાથે મીટિયોર 350 અનુભવી મોટરસાઈકલિસ્ટો અને નવા રાઈડરોમાં પણ ઝડપથી અગ્રતાની ક્રુઝર મોટરસાઈકલ બની છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે મોટરસાઈકલે પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયન મોટરસાઈકલ ઓફ ધ યર 2021’ એવોર્ડ સહિત અનેક વૈશ્વિક સન્માન જીતીને મિડ- સાઈઝ મોટરસાઈકલ સેગમેન્ટમાં સૌથી સફળ ક્રુઝરમાંથી એક તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આરંભથી મીટિયોર 350એ વિવિધ વયજૂથો માટે આસાન ક્રુઝિંગનો અર્થ શું થાય છે તેમાં નવો દાખલો બેસાડીને રોજિંદા શહેરી પ્રવાસ અને લાંબી હાઈવે રાઈડ્સ માટે પહોંચક્ષમ ક્રુઝર તરીકે ઊભરી આવી છે.
J-સિરીઝ મંચ પર માઈગ્રેટ કરનારી પ્રથમ રોયલ એનફિલ્ડ મોટરસાઈકલ તરીકે મીટિયોર 350એ લાંબા અંતરના રાઈડરો અને મોટરસાઈકલના શોખીનો સાથોસાથ પ્રથમ વારના ખરીદદારો સાથે પણ તુરંત સુમેળ સાધ્યો છે, જેઓ કમ્ફર્ટ અને મેકેનિકલ રિફાઈનમેન્ટની સરાહના કરી રહ્યા છે. શહેરી ટ્રાફિક અથવા ખુલ્લા હાઈવે પર સવારી સમયે તેટલો જ આરામદાયક અહેસાસ આપતો અનુભવ પ્રદાન કરીને મીટિયોર 350એ નવા રાઈડરોને આકર્ષિત કરીને મિડ- સાઈઝ ક્રુઝર સેગમેન્ટનું વિસ્તરણ કરવામાં મદદ કરી છે.
ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં, ખાસ કરીને લેટમ, સાર્ક અને યુરોપિયન બજારોમાં મજબૂત માગણી આ મોટરસાઈકલ માણી રહી છે, જે વિવિધ રાઈડિંગના વાતાવરણ અને ભૂગોળોમાં વ્યાપક શ્રેણીનું તેનું આકર્ષણ પ્રદર્શિત કરે છે.
સમકાલીન ક્રુઝ એસ્થેટિક્સને આધુનિક એન્જિનિયરિંગ અને રાઈડર કેન્દ્રિત ફીચર્સ સાથે જોડતાં મીટિયોર 350 રિફાઈન્ડ ગુણ સાથે સ્મૂધ ટ્રેક્ટેબલ પાવર પ્રદાન કરતા 349cc એર- ઓઈલ- કૂલ્ડ, સિંગલ સિલિંડર એન્જિન દ્વારા પાવર્ડ છે. મોટરસાઈકલમાં ડિજી- એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટ્રિપર નેવિગેશન પોડ, LED લાઈટિંગ એલીમેન્ટ્સ, પ્રીમિયમ સ્વિચગિયર, USB ટાઈપ-C ફાસ્ટ- ચાર્જિંગ પોર્ટ, આસિસ્ટ એન્ડ સ્લિપ ક્લચ અને એડજસ્ટેબલ લીવર્સ જેવી વિશિષ્ટતાઓ છે. આ ક્લાસિક ડિઝાઈનને સમકાલીન ફંકશનાલિટી સાથે સંમિશ્રિત કરવા પર રોયલ એનફિલ્ડની એકાગ્રતા પ્રદર્શિત કરે છે.
મીટિયોર 350 ચાર અજોડ પ્રકારમાં ઓફર કરાય છેઃ ફાયરબોલ, સ્ટેલર, ઓરોરા અને સુપરનોવા, જે રૂ. 1,95,546 અને રૂ. 2,15,770 વચ્ચે શ્રેણીમાં ભારતમાં એક્સ- શોરૂમ કિંમતો સાથે વિવિધ રાઈડર અગ્રતાઓને પહોંચી વળે છે. મીટિયર 350 60+ દેશમાં વેચાઈ રહી છે, જેને ભારતમાં 2000થી વધુ સ્ટોર્સ અને આંતરરાષ્ટ્રીય બજારમાં 1000થી વધુ આઉટલેટ્સના તેના મજબૂત ડીલર નેટવર્કનો ટેકો છે.
