અમદાવાદ: પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ના પાવન અવસરે અમદાવાદમાં એક ભવ્ય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. “અધિકાર, ન્યાય અને કાર્યવાહી: તમામ મહિલાઓ અને બાળકીઓ માટે” (Rights. Justice. Action. For All Women and Girls) વિષય હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન PFHR ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાકેશ પાંડેના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું
સાબરમતી આશ્રમ પાસે આવેલી હોટલ સિલ્વર ક્લાઉડ ખાતે યોજાયેલા આ સંમેલનમાં સંસ્થાના વિવિધ પદાધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ખાસ કરીને કન્વેન્શન ઇન્ચાર્જ તરીકે સુશ્રી મોનિકા વાઘેલા, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુકેશ શ્રીમાળી અને ઇવેન્ટ કોઓર્ડિનેટર શ્રી રમેશચંદ્ર તિવારીએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્યો શ્રી મુકેશ વૈદ્ય અને શ્રી જગદીશ પંડ્યાએ પણ આ પ્રસંગે પોતાની ઉપસ્થિતિ નોંધાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

બપોરે 2:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં નિષ્ણાતો અને પ્રતિભાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિત મહેમાનો માટે ‘હાઈ-ટી’ (High Tea) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ન્યાય અપાવવા માટે જરૂરી નક્કર પગલાંઓ લેવા માટેનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
