ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને સેલ્સફોર્સ વચ્ચે સહયોગ

  • દેશભરમાં રૂફટોપ સોલર, EV ચાર્જિંગ અને ઇન્ટેલિજન્ટ એનર્જી મેનેજમેન્ટ વ્યવસાયોને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે વ્યૂહાત્મક જોડાણ.
  • ભાગીદારો અને ગ્રાહકોના અનુભવને સરળ બનાવવાની સાથે ગ્રીન એનર્જીની ક્ષમતાને ઝડપ અને ચોકસાઈથી વિસ્તારવા માટે ટીમોને સજ્જ કરવી.

Ahmedabad, March 11, 2026: ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે (Tata Power) આજે વિશ્વની નંબર 1 AI CRM* કંપની સેલ્સફોર્સ (Salesforce) સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ઝડપથી વિકસતા રૂફટોપ સોલર (RTS), EV ચાર્જિંગ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સના વ્યવસાયોનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરવાનો છે. AI, ઓટોમેશન અને ડેટા-આધારિત આંતરદૃષ્ટિ દ્વારા સંચાલિત આ સુરક્ષિત અને ઇન્ટિલિજન્ટ  ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ, ભારતના ‘નેટ-ઝીરો’ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાના ટાટા પાવરના રોડમેપને વધુ મજબૂત બનાવશે. આ પ્લેટફોર્મ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્કેલેબલ ગ્રોથ, ગ્રાહકો અને ભાગીદારો સાથે ગાઢ જોડાણ અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે.

આ પરિવર્તનના ભાગરૂપે, ટાટા પાવરે તેની રિન્યુએબલ એનર્જી પેટાકંપની, ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) માં Agentforce Sales, Agentforce Service,અને Agentforce Marketing તૈનાત કર્યા છે. સેલ્સફોર્સ પ્લેટફોર્મ આધુનિક AI-સંચાલિત વર્કફ્લોને વેગ આપે છે, જે કામગીરીમાં પારદર્શિતા વધારે છે, નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે અને સીમલેસ ઓમ્નીચેનલ અનુભવો પ્રદાન કરે છે—જેનાથી કાર્યક્ષમતા, ચપળતા અને સેવાના ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત થશે.

Agentforce Sales અને Agentforce Service  ટાટા પાવરના શ્રેષ્ઠ ઓમ્નીચેનલ એન્ગેજમેન્ટ મોડલનો પાયો રચે છે. સેલ્સફોર્સ ટાટા પાવરના ઝડપથી વિકસતા રિન્યુએબલ એનર્જી વ્યવસાયો માટે વ્યૂહાત્મક ‘ડિજિટલ બેકબોન’ તરીકે કાર્ય કરે છે. આ પ્લેટફોર્મ ભાગીદારો અને ગ્રાહકોની સફરનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન સક્ષમ બનાવે છે, જેમાં સુવ્યવસ્થિત લીડ મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી વિઝિબિલિટી, પ્રોસેસ ઓટોમેશન અને રિયલ-ટાઇમ પરફોર્મન્સ ટ્રેકિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા કામગીરીમાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને દરેક સ્તરે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવાની ખાતરી આપે છે.

વધારામાં, ટાટા પાવરે સેલ્સફોર્સના પ્લેટફોર્મ પર પોતાની માલિકીનું ડીપ લર્નિંગ અને એજન્ટિક ઇન્ટેલિજન્સ લેયર વિકસાવ્યું છે, જે ઝીરો-ટચ ક્વોલિટી અને સેફ્ટી વેરિફિકેશન પ્રક્રિયાને સક્ષમ બનાવે છે. આ ડિજિટલ ક્ષમતા સાઇટ પર ત્વરિત તપાસ અને ઓટોમેટેડ વોરંટી જનરેશનની સુવિધા આપે છે, જે ટાટા પાવરના સોલારૂફ પ્રોજેક્ટ્સ હેઠળ ગુણવત્તાની ખાતરી અને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના (Pradhan Mantri Surya Ghar Yojana) હેઠળ મજબૂત નીતિગત પ્રોત્સાહનને કારણે, ટાટા પાવરના રેસિડેન્શિયલ રૂફટોપ સોલર સેગમેન્ટે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં 200% થી વધુ વૃદ્ધિ નોંધાવી છે. એકંદરે, કંપનીના સોલર પોર્ટફોલિયોની આવકમાં નાણાકીય વર્ષ 2020 થી 2025 વચ્ચે પાંચ ગણો વધારો થયો છે, જે બજારમાં વધતી જતી સ્વીકૃતિ, ડિજિટલ-સંચાલિત શ્રેષ્ઠ અમલીકરણ અને વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોના વધતા વિશ્વાસને દર્શાવે છે.

ભવિષ્યના આયોજન મુજબ, ટાટા પાવર અને સેલ્સફોર્સ મળીને ઉચ્ચ-પ્રભાવશાળી, એજન્ટિક AI-સંચાલિત વર્કફ્લો વિકસાવવા માટે સહયોગ કરશે. આ પહેલ ઓમ્નીચેનલ ગ્રાહક અને પાર્ટનર કોન્ટેક્ટ સેન્ટરની કામગીરીમાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવી છે – જે ઝડપી નિરાકરણ, પ્રોએક્ટિવ સર્વિસ અને પ્રિડિક્ટિવ એન્ગેજમેન્ટને વેગ આપશે.

ટાટા પાવરના સીઈઓ અને એમડી ડૉ. પ્રવીર સિન્હાએ જણાવ્યું હતું કે, “ટાટા પાવર દેશભરમાં રૂફટોપ સોલરનો વ્યાપ વધારીને, EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરીને અને ઇન્ટેલિજન્ટ એનર્જી મેનેજમેન્ટ સોલ્યુશન્સને આગળ ધપાવીને ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરી રહ્યું છે. જેમ જેમ આપણે આ વૃદ્ધિને વેગ આપી રહ્યા છીએ, તેમ ડિજિટલ ક્ષમતા એ સ્કેલ, ઝડપ અને ગ્રાહકોના વિશ્વાસ માટે એક નિર્ણાયક પરિબળ છે. સેલ્સફોર્સના AI-સંચાલિત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, અમે વધુ પારદર્શિતા અને ચપળતા સાથે ગ્રાહક અને ભાગીદારોના અનુભવોમાં પરિવર્તન લાવી રહ્યા છીએ, સાથે જ ઓપરેશનલ એક્સેલન્સને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. અમે સાથે મળીને એક ફ્યુચર-રેડી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ જે ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકોને આગળ વધારશે.”

સેલ્સફોર્સ – દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “ટકાઉ ભવિષ્યનો માર્ગ એવા દૂરંદેશી સાહસો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે જેઓ તેમની કામગીરીના કેન્દ્રમાં ઈન્ટેલિજન્સ, એજીલીટીઅને ગ્રાહક-કેન્દ્રીય અભિગમને સ્થાન આપી રહ્યા છે. ભારતના ગ્રીન એનર્જી મિશનને વેગ આપવા માટેનો ટાટા પાવરનો ડિજિટલ-ફર્સ્ટ અભિગમ એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજી રાષ્ટ્રીય પરિવર્તન માટે એક કેટાલિસ્ટ બની શકે છે.સેલ્સફોર્સમાં, અમને એક ભવિષ્ય-તૈયાર એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા માટે ટાટા પાવર સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે—જે ડેટા, AI અને ઓટોમેશનની શક્તિનો ઉપયોગ કરીને વ્યાપક પ્રભાવ, સર્વસમાવેશક વૃદ્ધિ અને લાંબા ગાળાની આબોહવા સુરક્ષા  સુનિશ્ચિત કરશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *