અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે  શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ પત્રકારોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકા સમાજ ઘડતરમાં અત્યંત મહત્વની છે અને આવા એવોર્ડ્સથી પાયાના સ્તરે કામ કરતા પત્રકારોને નવી ઉર્જા મળે છે. 

આ ગૌરવશાળી સમારોહમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક દિગ્ગજો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે એવોર્ડ્ સમારંભ માં નિર્ણાયક તરીકે ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી, ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના હેડ ડૉ. સોનલ પંડ્યા, તેમજ NIMCJ ના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. આ પ્રસંગે ભરત પંડ્યા (બીજેપીના પ્રવક્તા), અજયભાઈ ઉમટ (ગ્રુપ એડિટર, અમદાવાદ મિરર & નવગુજરાત સમય), ડૉ. નીતિન સુમંત શાહ (હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), ડૉ. મોહિલ પટેલ (અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક), ગોવિંદ વરમોરા (સનહાર્ટ સીરામીક), પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ  ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ગૌરવશાળી સમારોહમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક દિગ્ગજો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પરિવર્તન લાવનારા મીડિયાકર્મીઓના કાર્યને બિરદાવવાનો છે. ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) ના ભવ્ય સમારોહમાં પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૨૨ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને ‘લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મેઘના દેવને જ્યુરી સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો.

આ વર્ષના વિજેતાઓમાં બેસ્ટ એન્કર (ફીમેલ) તરીકે તોરલ કવી અને બેસ્ટ એન્કર (મેલ) તરીકે જનક દવે, ખ્યાતિ બાજપાઈ જૈન (બેસ્ટ બિઝનેસ સ્ટોરી), ભરત રબારી (બેસ્ટ કાર્ટૂનિસ્ટ), દેવલ થોરિયા (બેસ્ટ કોલમિસ્ટ), પાયલ રાઠોડ (બેસ્ટ એજ્યુકેશન સ્ટોરી), અસ્મિતા દવે (બેસ્ટ એન્ટરટેઈનમેન્ટ સ્ટોરી), વિજય ચૌહાણ (બેસ્ટ ફીચર સ્ટોરી), પ્રતિક જાદવ (બેસ્ટ હેલ્થ સ્ટોરી), જીગ્નેશ પટેલ (બેસ્ટ ઇન્સ્પિરેશન સ્ટોરી), ક્રિષ્ના પટેલ (બેસ્ટ ઈફેક્ટિવ સ્ટોરી), જયદીપકુમાર પરમાર (બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી), અમિત દવે (બેસ્ટ ફોટોગ્રાફર), જય થડેશ્વર  (બેસ્ટ પોડકાસ્ટર), યાજ્ઞિક પરીખ (બેસ્ટ પોલિટિકલ સ્ટોરી), રમેશ તન્ના (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી), ભાવિની ડબગર (બેસ્ટ રિજનલ સ્ટોરી), મિત ત્રિવેદી (બેસ્ટ આર.જે.), કુશલ ગોલવેલકર (બેસ્ટ સ્પોર્ટ્સ સ્ટોરી) અને જય શુક્લાને બેસ્ટ વેબ સ્ટોરી માટે એવોર્ડ એનાયત કરાયા હતા.

 ગુજરાત મીડિયા એવોર્ડના મુખ્ય આયોજક અંકિત હિંગુ, નેહા હિંગુ અને સન મીડિયા સર્વિસીસની ટીમ દ્વારા પધારેલા આમંત્રિત મહેમાનો, મીડિયા જગતના દિગ્ગજો અને મહાનુભાવોનું  સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજક  અંકિત હિંગુ જણાવે છે કે ,ગુજરાત મીડિયા એવોર્ડ્સનું લક્ષ્ય ગુજરાતનું સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી મીડિયા પ્લેટફોર્મ બનીને ઉભરવાનું છે. અમે પત્રકારત્વના ક્ષેત્રમાં આવનારી નવી પેઢીને પ્રેરણા આપવા અને લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાનું છે. પત્રકારત્વના આ વારસાને સત્યનિષ્ઠા સાથે આગળ વધારવોએ જ સન મીડિયા સર્વિસીસ અને GMA ની ટીમનો મુખ્ય સંકલ્પ છે. જે મીડિયા વ્યાવસાયિકો સત્ય અને જવાબદારી થી પોતાનું કામ કરે છે, તેમના કાર્યની કદર કરી તેમને વૈશ્વિક મંચ પૂરું પાડવાનું અમારું મિશન છે.”

આ આયોજન સહયોગી તરીકે જીએમડીસી, સનહાર્ટ સિરામિક્સ ,અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક, ઇવોલ્વ ઇન્ડસ્ટ્રીઝ, ફીડુલિસ , પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ,અયોધ્યા,હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જીઓ ન્યૂઝ,શ્રી ભગવાન સિલેક્શન, પટેલ કેટરર્સ, માન્ઝા આઈસ્ક્રીમ, વિઝન રાવલ, જેનિશ સાઈન, ઇમેજબોક્સ ફિલ્મ્સ, કેન ડિઝાઇન સ્ટુડિયો, પાની વાલે, સેતુ મીડિયા જેવી સંસ્થાઓએ વિવિધ શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *