ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’  કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો

ARK Events દ્વારા તારીખ 20/04/2026ના રોજ રાગ સ્ટુડિયો ખાતે “Forever Asha – Eternal Voice” નામે સ્વરકોકિલા સ્વ. આશા ભોસલે જીને અર્પિત એક ભાવભીની સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન શ્રી પ્રવિણ કે. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર) ના સહયોગથી કરવામાં આવ્યું હતું તેમજ શ્રી સંજય ઠક્કરજી (સુર મધુર કલ્ચરલ ગ્રુપ) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી આંતરરાષ્ટ્રીય બહુમુખી ગાયિકા ડૉ. મિતાલી નાગ, જેઓએ આશાજીના અવિસ્મરણીય ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે “મેરા કુછ સામાન, દિલ ચીઝ ક્યા હૈ” જેવા હૃદયસ્પર્શી ગીતો ની સુંદર રજૂઆત કરી હતી.

કાર્યક્રમના સંચાલક તેમજ ગાયક હિરેન રૂઘાણી એ પણ ડૉ. મિતાલી નાગ સાથે મળીને “અભી ના જાઓ છોડ કર” જેવા લોકપ્રિય ડ્યુએટ ગીતો રજૂ કરી હતી.

આ પ્રસંગે શહેરના અગ્રણીઓએ પોતાની ગૌરવસભર હાજરી આપી હતી, જેમાં પી. કે. લહેરીજી, સંજય ઠક્કરજી, દિલીપ સુરાકરજી (ડિરેક્ટર – વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર), મીનાબેન અંબાણી, મિલન શાહ જી, મિલન જોશી જી, પૂંજા બાપુ વાળા તથા સંગીત ક્ષેત્ર ના નામાંકિત ચહેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રોતાઓ એ મંત્રમુગ્ધ થઈ ને કાર્યક્રમ ની મઝા માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *