ટ્રાઈ દ્વારા ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં (ગુજરાત એલએસએ) મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન

Bharuch, July 2026: સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) એ મે 2026 દરમિયાન ગુજરાત એલએસએ હેઠળના ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલ ઇંડિપેંડેન્ટ ડ્રાઇવ ટેસ્ટ (IDT) ના પરિણામો જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (ટીએસપી) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વૉઇસ તથા ડેટા બંને) ની વાસ્તવિક સમયની ગુણવત્તાનું મૂલ્યાંકન અને તેની ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ (CDR), કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડેટા ડાઉનલોડ (DL) અને અપલોડ (UL) થ્રૂપુટ વગેરે જેવા સેવા ગુણવત્તાના (QoS) મુખ્ય પરિમાણો માટે ટીએસપી ની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ આ માહિતી ગ્રાહકોને માહિતગાર કરવા તેમજ ટીએસપી ને તેમની સેવાઓમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.

  • આ આઈડીટી શહેરો, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન કેન્દ્રો વગેરે જેવા ઉપયોગના વિવિધ વાતાવરણમાં તમામ ટીએસપી ની જમીનસ્તરની મોબાઇલ નેટવર્ક કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની ડ્રાઇવ ટેસ્ટિંગમાં, 2G, 3G, 4G અને 5G નેટવર્ક પર તમામ ટીએસપી ના સીમ કાર્ડનો ઉપયોગ કરીને લાઇવ ડેટા અને વૉઇસ સેશન સ્થાપિત કરવામાં આવે છે. અનેક અદ્યતન ટેસ્ટ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સની મદદથી આ સેશનનું વાસ્તવિક સમયમાં નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે.
  • ટ્રાઈએ તેની નિયુક્ત એજન્સી મારફતે ગુજરાત એલએસએ માં તારીખ 5 મે 2026 થી 8 મે 2026 દરમિયાન ભરૂચ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 361.2 કિલોમીટરની સિટી ડ્રાઇવ, 11 હોટસ્પોટ લોકેશન્સ અને 1.5 કિલોમીટરના વૉક ટેસ્ટ દ્વારા ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરી હતી.. આ ટેસ્ટ ટ્રાઈના જયપુર ક્ષેત્રીય કચેરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ ટેસ્ટ અહેવાલોમાં રજૂ કરવામાં આવેલા અવલોકનો, ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરવામાં આવેલા દિવસે અને સમયે ટેસ્ટ હેઠળના વિસ્તાર/માર્ગ પર ટીએસપી ની કામગીરીનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ડ્રાઇવ ટેસ્ટ રૂટ મેપ: નકશા પર દર્શાવેલ સંકેતો મુજબ, નીચે આપેલ નકશો સિટી ડ્રાઇવ, ઇન્ટર-ઓપરેટર કોલિંગ, હોટસ્પોટ્સ અને વૉક ટેસ્ટ્સ દર્શાવતા ડ્રાઇવ ટેસ્ટના રૂટોની ઝાંખી પૂરી પાડે છે: -:-
  • મૂલ્યાંકન કરાયેલા મુખ્ય પરિમાણો

a) કવરેજ ગેપ: નમૂનાઓની ટકાવારી, જેમાં સંબંધિત ટેક્નોલોજી (2G/3G/4G/5G) માટે નિર્ધારિત લઘુત્તમ સિગ્નલ ક્ષમતા કરતાં ઓછી સિગ્નલ ક્ષમતા જોવા મળી હોય.

b) વૉઇસ સેવાઓ: કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), કોલ ડ્રોપ રેટ (DCR), કોલ સેટઅપ ટાઇમ, કોલ સાઇલન્સ રેટ, વાણીની ગુણવત્તા (MOS).

c) કોલ સાઇલન્સ ઘટના: કોલ દરમિયાન નોંધાયેલી કોલ સાઇલન્સ ઘટનાઓની સંખ્યા.

d) ડેટા સેવાઓ: ડાઉનલોડ/અપલોડ થ્રૂપુટ, લેટન્સી, જિટર, પેકેટ ડ્રોપ રેટ

  • ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં મુખ્ય પરિમાણો માટેની એકંદર મોબાઇલ નેટવર્ક કામગીરીનો સારાંશ નીચે મુજબ છે:
  1. કવરેજ ગેપ – ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G) માં ડ્રાઇવ ટેસ્ટ રૂટ પર વૉઇસ ટેસ્ટ દરમિયાન જોવા મળેલી સિગ્નલ ક્ષમતા, એકત્રિત કરાયેલા કુલ નમૂનાઓમાંથી નબળી સિગ્નલ ક્ષમતા ધરાવતા નમૂનાઓની સંખ્યાના આધારે માપવામાં આવી હતી, જે Airtel માટે 618/42053, BSNL માટે 3289/40866, RJIL માટે 377/42071 અને VIL માટે 1311/41818 હતી. કવરેજ ગેપની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
  2. ડ્રોપ થયેલા કોલ્સ – સફળતાપૂર્વક સ્થાપિત થયેલા કોલ્સની સંખ્યામાંથી ડ્રોપ થયેલા કોલ્સની સંખ્યાના આધારે માપવામાં આવેલા ડ્રોપ થયેલા કોલ્સ Airtel માટે 0/378, BSNL માટે 10/365, RJIL માટે 1/380 અને VIL માટે 0/380 હતા. ડ્રોપ થયેલા કોલ્સના સ્થળોની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
  3. કોલ સાઇલન્સની ઘટનાઓ – સ્થાપિત થયેલા કુલ કોલ્સમાંથી 3 સેકન્ડથી વધુ સમય સુધી નોંધાયેલી સાઇલન્સ ઘટનાઓની કુલ સંખ્યાના આધારે માપવામાં આવેલી કોલ સાઇલન્સ ઘટનાઓ Airtel માટે 6/365, BSNL માટે 41/309, RJIL માટે 4/366 અને VIL માટે 28/363 હતી. કોલ સાઇલન્સની ઘટનાઓના સ્થળોની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
  • ડેટા ડાઉનલોડ અને અપલોડ થ્રૂપુટ:
  • ડેટા ડાઉનલોડની કામગીરી (એકંદર): સરેરાશ ડાઉનલોડ સ્પીડ Airtel (5G/ 4G) માટે 117.72 Mbps, BSNL (4G/3G/ 2G) માટે 12.93 Mbps, RJIL (5G/ 4G) માટે 180.22 Mbps અને VIL (5G/ 4G/ 2G) માટે 31.14 Mbps નોંધાઈ હતી. ડાઉનલોડ થ્રૂપુટની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
  1. ડેટા અપલોડની કામગીરી (એકંદર): સરેરાશ અપલોડ સ્પીડ Airtel (5G/4G) માટે 24.53 Mbps, BSNL (4G/3G/2G) માટે 4.59 Mbps, RJIL (5G/4G) માટે 24.09 Mbps અને VIL (5G/4G/2G) માટે 17.38 Mbps નોંધાઈ હતી. અપલોડ થ્રૂપુટની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.

ડ્રોપ થયેલા કોલ્સ અને કોલ સાઇલન્સની ઘટનાઓના સ્થળો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં દર્શાવેલા લાલ બિંદુ પર ક્લિક કરીને જોઈ શકાય છે.

  • આઈડીટી દરમિયાન આવરી લેવામાં આવેલા ડ્રાઇવ ટેસ્ટ રૂટ અને વિસ્તારની વિગતો નીચે મુજબ છે: –

શહેર (City)દેરોલ, સામણી, વાગરા, પાખાજણ, ગાલેંદા, દહેજ, લાખીગામ, લુવારા, અંબેઠા, જોલવા, એક્સલ, દેહગામ, અંડાડા, અંકલેશ્વર, કોસમડી, ગોવાલી બેટ, ઝનોર, નબીપુર, પાલેજ અને ટંકારીયા વગેરે.

હોટસ્પોટ (Hotspot)અંકલેશ્વર જીએસઆટીસી બસ સ્ટેન્ડ, અંકલેશ્વર રેલવે સ્ટેશન, ભરુચ જીએસઆટીસી બસ સ્ટેન્ડ, ભરુચ રેલવે સ્ટેશન, સિટી સેન્ટર ભરુચ, સિવિલ હોસ્પિટલ ભરુચ, કલેક્ટર કચેરી ભરુચ, આઈનોક્સ શાલીમાર મોલ, મતરિયા તળાવ, પંચબત્તી ચૌરાહા અને ઝાડેશ્વર ચોકડી.

વૉક ટેસ્ટ (Walk Test)સોનેરી મહેલથી ધોધી કુઈ બજાર.

  • આ આઈડીટી અહેવાલના તારણો, જો જરૂરી હોય તો, સંબંધિત ટીએસપી દ્વારા આગળની જરૂરી કાર્યવાહી કરવા માટે તેમની સાથે શેર કરવામાં આવ્યા છે. આઈડીટી નો વિગતવાર અહેવાલ ટ્રાઈની વેબસાઇટ www.trai.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી માટે, જયપુર ખાતે આવેલી ટ્રાઈની ક્ષેત્રીય કચેરીને ઈમેલ આઈડી adv.jaipur@trai.gov.in પર ઈમેલ મોકલી શકાય છે. આ ઉપરાંત, ટ્રાઈની જયપુર ક્ષેત્રીય કચેરીનો (RO) ટેલિફોન નંબર 0141-2701919 પર સંપર્ક કરી શકાય છે.

(રાજેશ કુમાર અગરવાલ)
સલાહકાર, ટ્રાઈ
ક્ષેત્રીય કચેરી, જયપુર

જોડાયેલ: જોડાણ

Annexure

Bharuch City

  1. Coverage Gap – The coverage distribution found less than the minimum specified signal strength for the drive test route in auto-selection mode (5G/4G/3G/2G) during voice testing, is as below:
ParameterAIRTELBSNLRJILVIL
Total Number of Samples captured on Drive test route42053408664207141818
Number of Samples having poor signal strength61832893771311
Number of Samples having limited service (No Coverage)038300

Note: Signal strength has been considered poor if it falls below −110 dBm for 5G & 4G, −90 dBm for 3G, and −85 dBm for 2G.

RJIL
VIL
BSNL
AIRTEL

Note: Plot is based on Dynamic Drive Test results only.

  • Dropped Calls – The TSP-wise details of dropped calls in auto-selection mode (5G/ 4G/ 3G/ 2G) are as below:
ParameterAIRTELBSNLRJILVIL
Number of successful Calls Established378365380380
Number of dropped Calls01010

Locations of Dropped Calls

BSNL                                                             
RJIL                

Note: Dropped calls locations are shown in red colour and which can be clicked to know the exact location (latitude and longitude) on the map.

  • Call Silence Instance – The TSP-wise details of Call silence instance in Auto-selection mode (5G/4G) are as below:
ParameterAIRTELBSNLRJILVIL
Call Established (within service provider network)365309366363
Number of silences calls for >3 Sec529316
Total number of silence instances for >3 Sec641428

                Locations of Call Silence Instance

  AIRTEL                                BSNL                          
  RJIL                                  VIL                              
       
       

Note: Call silence instances are shown in red colour and which can be clicked to know the exact location (latitude and longitude) on the map.

  • Data Download and Upload throughput: The TSP-wise details of Average Download (DL) and Upload (UL) throughput against declared typical DL/UL Throughput for month, in Auto-selection mode (5G/4G/3G/2G) are as below: –

(i)     Download Throughput

ParameterMeasured inAIRTEL (upto 5G)BSNL (upto 4G)RJIL (upto 5G)VIL (upto 5G)
Typical Download throughput declared by TSP(Mbits/s)27.995.0015.0015.00
Average Download Throughput measured during IDT(Mbits/s)117.7212.93180.2231.14
VIL
RJIL
BSNL
AIRTEL

Note: Plot is based on Dynamic Drive Test results only.

(ii)   Upload Throughput

ParameterMeasured inAIRTEL (upto 5G)BSNL (upto 4G)RJIL (upto 5G)VIL (upto 5G)
Typical upload throughput declared by TSP(Mbits/s)5.863.007.008.00
Average Upload Throughput measured during IDT(Mbits/s)24.534.5924.0917.38
VIL
RJIL
BSNL
AIRTE

Note: Plot is based on Dynamic Drive Test results only.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *