JADE by MK દ્વારા તેમના ક્રાફટ- ફોરવર્ડ ઓટમ/વિન્ટર 2026 કલેક્શન ‘ધ હેન્ડ્સ ધેટ રિમેમ્બર’નું અનાવરણ

  • મોનિકા શાહ દ્વારા સ્થાપિત ‘ગ્રાસરૂટ્સ આર્ટિઝન્સ પ્રોજેક્ટ’ દ્વારા પાલનપુર, ભુજ, તેલંગાણા, સેલમ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિભિન્ન પ્રદેશોના કારીગર સમુદાયો અને તેમની જીવંત પરંપરાઓ સાથેનું ગાઢ જોડાણ આ કલેક્શનનો મુખ્ય આધાર છે.

ઓગસ્ટ 2026: ઓટમ/વિન્ટર 2026 માટે, ‘JADE by Monica & Karishma’ દ્વારા ‘ધ હેન્ડ્સ ધેટ રિમેમ્બર’ (The Hands That Remember) પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ કલેક્શન બ્રાન્ડની એ દ્રઢ માન્યતાને રજૂ કરે છે કે હસ્તકળા માત્ર તેના સંરક્ષણથી નહીં, પરંતુ સતત રિયાઝ, સહયોગ અને અવનવા સર્જનથી જ જીવંત રહે છે.

છેલ્લા બે દાયકાથી, ‘JADE by Monica & Karishma’ ભારતીય હસ્તકળાને આધુનિક લક્ઝરી ફેશનના પાયા તરીકે પ્રોત્સાહિત કરી રહ્યું છે. હસ્તકળાનું સંરક્ષણ અને મૂળ વારસા અંગે ચર્ચાઓ શરૂ થઈ તે પહેલાં જ, આ ફેશન હાઉસે ભારતની પારંપરિક કાપડ અને ભરતકામની કળાને પોતાની ડિઝાઈન ફિલોસોફીના કેન્દ્રમાં રાખી હતી.

‘ધ હેન્ડ્સ ધેટ રિમેમ્બર’ સાથે, આ અદ્ભુત ક્રાફ્ટ પરંપરાઓને આજની આધુનિક નારી માટે એક નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતા મને ખૂબ ગર્વ થાય છે. હું દ્રઢપણે માનું છું કે ભારતની સૌથી મોટી લક્ઝરી તેની કારીગરીમાં છે,” મોનિકા શાહે જણાવ્યું હતું.

આ પ્રતિબદ્ધતાને ‘ગ્રાસરૂટ્સ આર્ટિઝન્સ પ્રોજેક્ટ’ દ્વારા એક નવું બળ મળ્યું છે. આ એક દીર્ઘકાલીન પહેલ છે, જેનો હેતુ ભારતની વિવિધ હસ્તકળા પરંપરાઓને સાચવવાની સાથે કારીગરોને સતત રોજીરોટી પૂરી પાડવાનો છે. પાલનપુર, ભુજ, તેલંગાણા, સેલમ અને પશ્ચિમ બંગાળ જેવા વિવિધ ક્રાફ્ટ ક્લસ્ટરોમાં કાર્યરત આ પહેલ કારીગરોને ડિઝાઈન સહયોગ, આધુનિકતા અને વર્ષભર રોજગારી આપે છે—જેથી સદીઓ જૂની આ કળા નવી પેઢી માટે પણ એટલી જ પ્રાસંગિક રહે.

આ કલેક્શન એ વિચાર પર આધારિત છે કે દરેક હસ્તકળામાં તે જે પ્રદેશમાંથી આવે છે તેની માટીની મહેક અને સ્મૃતિઓ વણાયેલી હોય છે. ડિઝાઈનરના સ્ટુડિયો સુધી પહોંચતા પહેલાં, આ કળા કોઈ સમુદાય અને તેમની પેઢીઓની કારીગરીની ઓળખ હોય છે.

લહેરિયાં, બાંધણી, અજરખ, આર્કાઇવલ બ્લોક પ્રિન્ટ્સ અને બનારસી વણાટ જેવા હેરિટેજ કાપડ આ કલેક્શનનો મુખ્ય આધાર છે. જ્યારે બ્રાન્ડની સિગ્નેચર હેન્ડ એમ્બ્રોઇડરી—મોતી ભારત, એક તાર, કસબ અને ઝરદોઝી—દરેક પોશાકને એક અનોખો ઉપસાવ અને ભવ્યતા આપે છે. આ ઉપરાંત, વિવિધ ક્રાફ્ટ પરંપરાઓને એક જ આધુનિક ડિઝાઈનમાં સુંદર રીતે વણી લેતું પેચવર્ક આ કલેક્શનની વિઝ્યુઅલ લેંગ્વેજને વધુ સમૃદ્ધ બનાવે છે.

કલેક્શનનું દરેક લહેંગા, સાડી અને આઉટફિટ દરેક કળાની મૌલિકતાને જાળવી રાખીને પણ એક સુમેળભર્યો લુક આપે છે.

#JADEMuse (જેડ મ્યુઝ) માટે હસ્તકળા હંમેશાં ખૂબ અંગત રહી છે. તે એવી ફેશનની તરફ આકર્ષાય છે જેમાં ઈતિહાસ, અર્થ અને કાયમી મૂલ્ય હોય—એવા પોશાકો જે માત્ર પ્રસંગ પૂરતા મર્યાદિત ન રહેતા ભવિષ્યની અણમોલ મૂડી (વારસો) બની જાય.

Screenshot

“હું અવારનવાર કહું છું કે ‘હાઉસ ઓફ જેડ’ ખાતે અમે જે બનાવીએ છીએ તે માત્ર હાથથી બનાવેલું (Handmade) નથી, પરંતુ મનોયોગથી ઘડેલું (Handcrafted) છે. મારે મન આ બંને વચ્ચે મોટો તફાવત છે. ‘હેન્ડક્રાફ્ટેડ’ શબ્દમાં એક ચોક્કસ હેતુ, નિપુણતા અને પેઢી દર પેઢી ધૈર્યપૂર્વક સોંપાયેલા જ્ઞાનની ઝલક છે. આ કલેક્શનનું દરેક ફાબ્રિક, વણાટ અને ભરતકામ એવા કારીગરોના હાથમાંથી પસાર થયું છે જેમનામાં આ પરંપરાઓ વણાયેલી છે. તેમના હાથમાં વર્ષોનો અનુભવ, વાર્તાઓ અને એવું કૌશલ્ય છે જે મશીનો ક્યારેય બનાવી શકે નહીં.

વર્ષ 2024માં, બ્રાન્ડે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ખાતે ‘ધ લેગસી ઓફ ડેફ્ટ હેન્ડ્સ’ પ્રદર્શન દ્વારા આ જ વિચારધારાની ઉજવણી કરી હતી. ‘ધ હેન્ડ્સ ધેટ રિમેમ્બર’ તે જ સફરને આગળ ધપાવે છે—જે માત્ર અંતિમ પ્રોડક્ટ પર નહીં, પરંતુ કળાના મૂળ સ્ત્રોત, તેના લોકો અને પેઢીઓ જૂના જ્ઞાનની સરાહના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *