સેમસંગ ઈન્ડિયાએ પ્રીમિયમ ગેલેક્સી ઝેડ સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 5જી અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી ખરીદી કરવાની યોજના ધરાવતા ગ્રાહકો માટે ઉત્તમ ઓફરો રજૂ કરી છે. 24મી ઓગસ્ટથી ગ્રાહકો આરંભિક ઓફરો સાથે રૂ. 142999માં ઝેડ ફોલ્ડ 3 અને રૂ. 77999માં ઝેડ ફ્લિપ 3 પ્રી- બુક કરી શકે છે. ફોલ્ડેબલ ડિવાઈસ પર દુનિયાના પ્રથમ અંડર ડિસ્પ્લે કેમેરા અને એસ પેન તેમ જ આઈપી રેટેડ વોટર રેઝિસ્ટન્સ જેવી ઘણી બધી પહેલો સાથે સેમસંગનાં ફોલ્ડેબલ ડિવાઈસીસ અત્યાધુનિક ટેકનોલોજી અને બેજોડ સ્ટાઈલનું ઉત્તમ સંયોજન છે.
સેમસંગે ભારતમાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 5જી અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જીનો ચહેરો તરીકે યુથ- આઈકોન આલિયા ભટ્ટ સાથે સાઈન- અપ કર્યું છે. આલિયા ભટ્ટ સ્માર્ટફોન ડિઝાઈન અને ટેકનું ભવિષ્ય અને પર્સનલ લાઈફસ્ટાઈલ્સ માટે નવાં સીમાચિહનો સ્થાપિત કરતી નવી ઘોષિત કરાયેલી ફ્લેગશિપ્સની ડિજિટલ અને આઉટડોર કેમ્પેઈન્સમાં ચમકશે.
કિંમત અને ઉપલબ્ધતા
સેમસંગ અજોડ ફોલ્ડેબલ અનુભવને વધુ ગ્રાહકોને પહોંચ આપવા માટે કટિબદ્ધ છે. આછથી જ અમે આકર્ષક કિંમતે બંને ગેલેક્સી ઝેડ ઓફર કરી રહ્યા છીએઃ
ગેલેક્સી ફોલ્ડ 3 5જી (12+256જીબી): INR 149999 (ફેન્ટમ બ્લેક એને ફેન્ટમ ગ્રીન)
ગેલેક્સી ફોલ્ડ 3 5જી (12+512જીબી): INR 157999 (ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ ગ્રીન)
ગેલેક્સી ફ્લિપ 3 5જી (8+128જીબી): INR 84999 (ફેન્ટમ બ્લેક અને ક્રીમ)
ગેલેક્સી ફ્લિપ 3 5જી (8+256જીબી): INR 88999 (ફેન્ટમ બ્લેક અને ક્રીમ)
આરંભિક ઓફર
ગ્રાહકો ગેલેક્સી ફોલ્ડ 3 5જી અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી બુક પ્રી- બુક કરશે તેઓ રૂ. 7000 સુધી અપગ્રેડ વાઉચર અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ પર રૂ. 7000 સુધી એચડીએફસી બેન્ક કેશબેક માટે પાત્ર બનશે. ઉપરાંત ભારતમાં ગ્રાહકો ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 5જી પર રૂ. 7999 મૂલ્યનું 1 વર્ષનું સેમસંગ કેર + અકસ્માતી અને દ્રવ્યથી હાનિ સામે મફત રક્ષણ મેળવી શકે છે, જ્યારે ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી પ્રી- બુક કરવા પર રૂ. 4799નો લાભ મળશે. ઉપરાંત ગ્રાહકોએ જો ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 5જી અને/ અથવા ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી ભારતમાં પૂર્વઆરક્ષિત કરી દીધા હોય તો મફત ગેલેક્સી સ્માર્ટટગ સાથે સર્વ પ્રી- બુકિંગ ઓફરો માટે પાત્ર બનશે.