અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતાં ચિરાગ પંચાલ તથા રિક્તી પંચાલે પોતાના ઘરે જ નાનકડું ગોકુળ બનાવીને જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરી. તેમની જુડવા દિકરીઓ માન્યા પંચાલ તથા મિત્વા પંચાલ ને કૃષ્ણ ભગવાન બનાવીને હર્ષોલ્લાસથી તહેવાર મનાવ્યો. આ નાનકડું ગોકુળ જેનિશ પંચાલ દ્વારા થર્મોકોલથી તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત, ચાર્ટ પેપરનો ઉપયોગ કરી ગોવાળિયો, ગોપી, સુદામા, કંસ મામા, તથા જેલમાં વાસુદેવ તથા દેવકી પણ બનાવવામાં આવ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, આ ડેકોરેશન કરતાં તેઓને 5 દિવસનો સમય લાગ્યો હતો.