ગુજરાતી સિનેમામાં એક્શનનો નવો અવતાર: ‘ગેટ સેટ ગો’માં ભૌમિક સંપતનો માસ્ટરસ્ટ્રોક

ગુજરાત: ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ, વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાણ ગ્રુપની  ગુજરાતી એક્શન-એડવેન્ચર ફીચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ને સમગ્ર ગુજરાતમાં બોક્સ-ઓફિસ પર મજબૂત સફળતા અને પ્રેક્ષકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાયકલ પર સવાર છ હીરોની હાઇ-ઓક્ટેન સ્ટોરીકહે છે, જેઓ વંચિતો અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે હિંમતભરી ચોરી (હિસ્ટ)ને અંજામ આપે છે. સિનેમાપ્રેમીઓ અને વિવેચકો બંને મુખ્ય અભિનેતા, ક્રિએટિવ ડિરેક્ટર અને નિર્માતા ભૌમિક સંપતના અત્યાર સુધીના શ્રેષ્ઠ અભિનયમાંથી એકની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

થિયેટર બહાર નીકળતા દર્શકો ફિલ્મમાં ભૌમિક સંપતના કામથી ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. કોઈ પણ ડુપ્લિકેટ (સ્ટંટમેન) વગર જોખમી ફાઇટ અને સાયકલ ચેઝના દ્રશ્યો પોતે કરવા માટે જાણીતા ભૌમિક સંપતની મહેનત ફિલ્મમાં સ્પષ્ટ દેખાય છે, જેને થિયેટરોમાં લોકો તાળીઓથી વધાવી રહ્યા છે. પડદા પર અને રિયલ લાઇફ બંનેમાં સાચા હીરો સાબિત થતાં, ભૌમિક સંપતે માત્ર પોતાના દમદાર એક્શનથી જ નહીં, પરંતુ સમાજસેવાના કામોથી પણ લોકોના દિલ જીતી લીધા છે. પોતાના સારા સ્વભાવ અને સિનેમા પ્રત્યેના પ્રેમને કારણે તેઓ આજના ગુજરાતી સિનેમાના એક લોકપ્રિય અને આદરણીય કલાકાર બની ગયા છે.

ભૌમિક સંપતની સફર રાજકોટથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા, જ્યાં તેમણે ‘ઝી સિનેસ્ટાર કી ખોજ’ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે બોલિવૂડમાં કામ કરીને ફિલ્મ નિર્માણનો અનુભવ મેળવ્યો. તેમણે ‘સાડા અડ્ડા’ ફિલ્મમાં ઇરફાન હબીબના રોલથી ડેબ્યુ કર્યું હતું અને ‘સમ્રાટ એન્ડ કંપની’માં ઇન્સ્પેક્ટર ખાલીદના રોલમાં પણ જોવા મળ્યા હતા. બોલિવૂડનો આ અનુભવ ગુજરાતી સિનેમામાં લાવીને, તેઓ ગુજરાતી ફિલ્મોને વધુ સારી બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

‘ગેટ સેટ ગો’ ફિલ્મ જોઈને દર્શકો કહી રહ્યા છે કે ભૌમિક સંપતે ગુજરાતી એક્શન ફિલ્મોનું લેવલ ઊંચું કરી દીધું છે. આ ફિલ્મમાં અસલી સ્ટંટ્સ અને શાનદાર VFXનો સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ દર્શાવતા કેટલાક ખાસ સીન અમદાવાદ રિવરફ્રન્ટ જેવી જાણીતી જગ્યાઓ પર શૂટ કરવામાં આવ્યા છે. ભૌમિક સંપત આવા ધમાકેદાર સીન બનાવવાનો શ્રેય હિન્દી ફિલ્મોના પોતાના અનુભવને આપે છે. સાથે જ તેમણે દર્શકો તરફથી મળી રહેલા પ્રેમ બદલ દિલથી આભાર માન્યો છે.

‘ગેટ સેટ ગો’ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી ઉપરાંત ઝીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, ભવ્ય ગાંધી, મુનિ ઝા, ભવિની જાની, મોરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા ઘણા શ્રેષ્ઠ કલાકારો છે.

ભૌમિક સંપત, જીનલ બેલાણી, મિતેશ ઠક્કર, શૈલેષ ઠક્કર અને નિલેશ ઠક્કર આ ફિલ્મના નિર્માતા છે. આ ટીમે અગાઉ પોતાના પ્રચારના બજેટમાંથી એક ભાગ ગુજરાતમાં પૂર રાહત માટે આપીને લોકોની પ્રશંસા મેળવી હતી. સારા વર્ડ-ઓફ-માઉથ અને ભૌમિક સંપતના અભિનયના દમ પર ‘ગેટ સેટ ગો’ ફિલ્મ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *