ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સની ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રજૂ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને તેમની આગામી ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા, આસ્થા, શક્તિ અને દિવ્ય વારસાને મોટા પડદે દર્શાવતી આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજૂ થશે.

લાખો ભક્તો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું સાળંગપુર ધામ એ અવિચલ આસ્થા, શક્તિ અને દિવ્ય રક્ષણનું પ્રતીક છે. ‘કિંગ ઓફ સાળંગપુર’ આ ઊંડી ભક્તિ ભાવનાને સિનેમાના માધ્યમથી રજૂ કરી દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત તથા સ્પર્શક સફરે લઈ જશે. ફિલ્મના ફર્સ્ટ લૂકની સાથે જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકો મોટા પડદે સાળંગપુર હનુમાન દાદાના આધ્યાત્મિક મહાત્મ્યને નિહાળવા આતુર છે.

પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ની ભવ્ય સફળતા બાદ, ઝી સ્ટુડિયોઝ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા અને પ્રાદેશિક માર્કેટમાં વધુ ઊંડે સુધી પહોંચવા માટે સજ્જ છે.

પ્રશાંત દેશાવલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા છે. જ્યારે હાર્દિક ગડારા સહ-નિર્માતા અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સની આ ભાગીદારી દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર’ 27મી નવેમ્બરથી સિનેમાઘરોમાં દર્શકો સુધી આસ્થા અને ભક્તિની એક અવિસ્મરણીય વાર્તા પહોંચાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *