અડોબીદ્વારાભારતમાંવિદ્યાર્થીઓમાટેPhotoshop, Acrobat અનેFirefly AI ફ્રીમાંઆપવાનીજાહેરાત; સર્જકઅર્થતંત્રનેમળશેવેગ

  • ભારત સરકારના AI પરના ભારને ધ્યાનમાં રાખીને, અડોબીએ લાખો વિદ્યાર્થીઓને કુશળ બનાવવા અને ભારતની ભાવિ પેઢીના કાર્યબળને સશક્ત કરવા માટે તેના ફ્લેગશિપ પ્રોડક્ટ્સ ફ્રી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
  • નાસકોમ ફૂયુચર સ્કીલ પ્રાઈમ સાથેની ભાગીદારીમાં, અડોબી વિદ્યાર્થીઓ માટે મફત, AI-કેન્દ્રિત શિક્ષણ અને સર્ટિફિકેટ્સ ઉપલબ્ધ કરાવશે, જે તેમને AI-સંચાલિત અર્થતંત્રમાં સફળ થવામાં મદદરૂપ થશે.

ભારત –ફેબ્રુઆરી, 2026: ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ ખાતે, સર્જનાત્મકતા અને ઉત્પાદકતા ક્ષેત્રે વૈશ્વિક લીડર એવી કંપની અડોબી (Nasdaq: ADBE) એ ભારતની ભાવિ પેઢીના ટેલેન્ટ માટે AI-સંચાલિત સર્જનાત્મકતા અને કાર્યક્ષમતાને વેગ આપવા માટે વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે.

AI અત્યારે લોકોની કન્ટેન્ટ બનાવવાની, વિચારો શેર કરવાની, વ્યવસાય વિકસાવવાની અને પોતાના શોખને જીવંત કરવાની રીત બદલી રહ્યું છે. અડોબી ભારતભરની માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા Firefly, Photoshop અને Acrobat જેવી તેની ઉદ્યોગ-અગ્રણી એપ્લિકેશન્સ વિદ્યાર્થીઓને મફતમાં આપી રહ્યું છે, જેથી તેઓ AI-કેન્દ્રિત કારકિર્દી માટે સજ્જ થઈ શકે. આ ટૂલકિટ વિદ્યાર્થીઓને અડોબીના સોફ્ટવેરની સાથે સાથે ખાસ અભ્યાસક્રમ, તાલીમ અને સર્ટિફિકેટ્સ પણ પ્રદાન કરશે, જે તેમને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીની બજારમાં અલગ ઓળખ અપાવવામાં મદદરૂપ થશે

અડોબીની આ જાહેરાત ભારત સરકારના ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ વિઝનને વધુ મજબૂત બનાવે છે. તે કેન્દ્રીય બજેટ 2026ના એ લક્ષ્યને પણ પૂરક છે, જેમાં વર્ષ 2030 સુધીમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) ક્ષેત્રમાં 20 લાખ નોકરીઓ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકાર સાથેની ભાગીદારીમાં, એડોબી તેની ‘AI-ફર્સ્ટ’ ઓફર અને ઉદ્યોગ-માન્ય અભ્યાસક્રમ એવા 15,000 શાળાઓ અને 500 કોલેજો માટે મફત ઉપલબ્ધ કરાવશે, જ્યાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવામાં આવનાર છે.

“અડોબી ભારતના લાખો વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મકતાની તકોનો વિસ્તાર કરી રહ્યું છે, તેમને AI કૌશલ્યોથી સજ્જ કરી રહ્યું છે અને વડાપ્રધાન મોદીના વિઝનને વધુ વેગ આપી રહ્યું છે,” તેમ અડોબીના ચેરમેન અને CEO શાંતનુ નારાયણે જણાવ્યું હતું. “ભારતના વિદ્યાર્થીઓ અડોબીના ઉદ્યોગ-અગ્રણી સાધનો  નો ઉપયોગ કરીને શું નવું સર્જન કરે છે અને તેના દ્વારા ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને કેવી રીતે ગતિ આપે છે, તે જોવા માટે હું ઉત્સુક છું.”

“જેમ જેમ વિદ્યાર્થીઓ AI કૌશલ્યો શીખશે, તેમ તેમ તેઓ અડોબીના જનરેટિવ AI પ્રત્યેના અનોખા અભિગમ અને અત્યાધુનિક સંશોધનોનો લાભ મેળવશે. આમાં વ્યાવસાયિક ઉપયોગ માટે સુરક્ષિત હોય તેવા AI-જનરેટેડ કન્ટેન્ટની સુવિધા તેમજ એપ્લિકેશન્સમાં સીધા જ અન્ય જનરેટિવ AI મોડલ્સ સાથે કામ કરવાની પસંદગી અને ફલેકસિબીલીટીનો સમાવેશ થાય છે.”

અડોબી Firefly – એક ઓલ-ઈન-વન ક્રિએટિવ AI સ્ટુડિયો છે જે વિશ્વના શ્રેષ્ઠ ક્રિએટિવ AI મોડલ્સને એક જ જગ્યાએ લાવે છે. તે ગુગલ, ઓપન AI, રનવે અને અન્ય ભાગીદારોના ટોચના ઇન્ડસ્ટ્રી મોડલ્સને એકસાથે જોડે છે, જેથી વિદ્યાર્થીઓને તેમની પોતાની આગવી શૈલીમાં સર્જન કરવા માટે વિવિધ મોડલ્સ અને સાધનોની પસંદગી કરવાની ફ્લેક્સિબિલિટી ળે.એક્રોબેટ પ્રો ની મદદથી, વિદ્યાર્થીઓ તેમની કાર્યક્ષમતા અને સહયોગ વધારી શકે છે, તેમજ ટેક્સ્ટ અને ઈમેજીસને સરળતાથી એડિટ કરીને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે.

ભારતના AI અને સર્જનાત્મક ઇકોસિસ્ટમમાં રોકાણ

આજની આ જાહેરાતો ભારતભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને તેમના વિદ્યાર્થીઓને AI-સંચાલિત સાધનો તેમજ ભવિષ્યની કારકિર્દી માટે જરૂરી કૌશલ્યો પ્રદાન કરવા માટે સક્ષમ બનાવશે. અડોબીના વૈશ્વિક કૌશલ્ય અને કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ — ‘અડોબી ડિજિટલ એકેડમી’ — ના વિસ્તરણ રૂપે, અડોબી ઇન્ડિયાએ નાસ્કોમ ફ્યુચરસ્કિલ્સ પ્રાઇમ સાથે ભાગીદારી કરી છે.નાસ્કોમ ફ્યુચરસ્કિલ્સ પ્રાઇમ એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ના સહયોગથી ચાલતી એક ડિજિટલ સ્કીલિંગ પહેલ છે. આ ભાગીદારી હેઠળ ભારતભરના શીખનારાઓ ને મફત, ઉદ્યોગ-સંગત અભ્યાસક્રમો અને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે.

આ પહેલ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, ઉત્પાદકતા અને AI-સંચાલિત કૌશલ્યોથી સજ્જ કરશે, જે વિવિધ મુખ્ય વિકાસશીલ ક્ષેત્રો માટે અત્યંત જરૂરી છે. આ ક્ષેત્રોમાં ગ્રાફિક ડિઝાઇન, વિડિયો અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એનિમેશન, ગેમિંગ, માર્કેટિંગ, મીડિયા, ઇ-કોમર્સ, શિક્ષણ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ આધુનિક અને ઝડપથી બદલાતી જતી કારકિર્દીના પડકારો અને માંગને પહોંચી વળવા માટે તૈયાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *