ત્રીજી ગાંધીનગર જિલ્લા શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ફહામ નઈમ તિરમિઝીને મેડલ એનાયત

ગાંધીનગર, ગુજરાત: યુવા શૂટર ફહામ નઈમ તિરમિઝી એ ત્રીજી ગાંધીનગર જિલ્લા શોટગન ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કરી ક્લે પિજન સ્કીટ શૂટિંગ (મેલ) ની વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

આ ઉપરાંત ટીમ સ્કીટ શૂટિંગ ચેમ્પિયનશિપ (પુરુષ વર્ગ)માં પણ ફહામ નઈમ તિરમિઝીની ટીમ ચેમ્પિયન બની હતી . ફહામ નઈમ તિરમિઝી, અવધકુમાર ભગવતભાઈ અમીન અને ઉમંગ શૈલેશ દેસાઈની ત્રિપુટીએ ઉત્તમ સંકલન અને નિપૂણતા દર્શાવી સુવર્ણ પદક જીત્યો હતો . ફહામ નઈમ તિરમિઝી ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી નું પ્રતિનિધિત્વ કરે છે.

આ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) દ્વારા ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી, વલાદ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિભાશાળી શૂટર્સે ભાગ લીધો હતો.

વ્યક્તિગત તથા ટીમ બંને સ્પર્ધામાં ફહામના પ્રશંસનીય પ્રદર્શનથી તેમની મહેનત, કુશળતા અને ક્લે પિજન સ્કીટ શૂટિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી મળે છે.

આ સિદ્ધિ બદલ ખેલપ્રેમીઓ અને શુભેચ્છકોએ ફહામ ને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *