E4U Entertainment અને બુદ્ધિપ્રિયાય  પિક્ચર્સ લાવે છે નવી ફેમિલી એન્ટરટેઈનર: સંદીપ પટેલ નિર્દેશિત ફિલ્મ ‘ચટણી’નું ટીઝર લોન્ચ

•             ટીઝર લિંક : https://youtu.be/s747Zz2JEaI?si=urpTlSjEiFcdNqLf

વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે,જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. દર્શકોનો ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધી રહેલો આ પ્રેમ અને ઉત્સાહ દરેક નવી ફિલ્મ માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્સાહ વચ્ચે હવે ફિલ્મ ‘ચટણી’ (Chatni) દર્શકો સામે આવી રહી છે.

E4U Entertainment દ્વારા પ્રસ્તુત કરાયેલ અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શન  (Buddhipriya Pictures LLP Production)ની ફિલ્મ    ‘ચટણી’ (Chatni) આવી રહી છે. અનેક  સુપરહિટ ફિલ્મો આપનાર સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશન હેઠળ બનેલી આ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મનું ધમાકેદાર ટીઝર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી 18 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મમાં રિયલ લાઈફ ક્યુટ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં  જોવા મળશે.દર્શકોમાં અત્યંત લોકપ્રિય એવી આ જોડી આ ફિલ્મ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર પોતાની શાનદાર કેમિસ્ટ્રી અને સુંદર અભિનયથી ચાહકોના દિલ જીતવા માટે આવી રહી છે.

“કહેવાય છે ને કે પરફેક્ટ લવસ્ટોરી જેવું કશું હોતું નથી… લવસ્ટોરી જ્યારે થોડી ખાટી, થોડી મીઠી અને થોડી ચટપટી હોય, એ જ ખરી!”  ફિલ્મ ‘ચટણી’નું ટીઝર જીવનના ખાટા-મીઠા, તીખા અને મનોરંજક સંબંધોની એક અનોખી ઝલક રજૂ કરે છે. જે રીતે ભારતીય થાળીમાં ‘ચટણી’ સ્વાદમાં વધારો કરે છે, તે જ રીતે આ ફિલ્મ પણ હાસ્ય, કૌટુંબિક લાગણીઓ અને મનોરંજનનો પરફેક્ટ સમન્વય સાબિત થશે.

દિગ્દર્શક સંદીપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખાયેલી આ વાર્તામાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. E4U Entertainment અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ પ્રોડક્શનની આ ફિલ્મમાં પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેડાવાલા અને હર્ષ પટેલ નિર્માતા છે, જ્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોતે આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે.

‘ચટણી’ એ માત્ર એક ફિલ્મ નથી પરંતુ માનવીય સંબંધોની સુંદર ક્ષણોની વાર્તા છે. ફિલ્મના આ ધમાકેદાર ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ત્યારે આ ફેમિલી મનોરંજનનો વાસ્તવિક સ્વાદ માણવા માટે તૈયાર થઈ જાઓ! રિયલ લાઈફ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશીની શાનદાર કેમિસ્ટ્રી ધરાવતી ફિલ્મ ‘ચટણી’ આવતી 18 સપ્ટેમ્બર 2026 થી તમારા નજીકના થિયેટરોમાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *