ડિસેમ્બર, 2025: મોબાઇલ ટેકનોલોજીની અગ્રણી બ્રાન્ડ Motorolaએ ભારતમાં તેનો સૌથી પાતળો અને પાવરફુલ સ્માર્ટફોન motorola edge 70 લોન્ચ કર્યો છે. માત્ર 5.99mm પાતળી ડિઝાઇન અને 159 ગ્રામ વજન સાથે આ સ્માર્ટફોન પ્રીમિયમ લુક અને મજબૂત બિલ્ડ આપે છે.
motorola edge 70માં ત્રણ 50MP AI કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં તમામ કેમેરા 4K 60FPS વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 5000mAh બેટરી છે, જે સામાન્ય ઉપયોગમાં 40 કલાક સુધી બેકઅપ આપે છે. સાથે જ 68W ફાસ્ટ ચાર્જિંગ, 15W વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચ Super HD AMOLED ડિસ્પ્લે છે, જેમાં 4500 nits પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. motorola edge 70 Snapdragon® 7 Gen 4 પ્રોસેસર સાથે આવે છે અને Moto AI 2.0, Google Gemini, Microsoft Copilot અને Perplexity જેવી AI સુવિધાઓને સપોર્ટ કરે છે.
ટકાઉપણાં માટે, ફોનમાં MIL-STD-810H મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન, IP68 + IP69 પ્રોટેક્શન અને Gorilla Glass 7i આપવામાં આવ્યું છે.
motorola edge 70 ત્રણ Pantone™ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે – Bronze Green, Lily Pad અને Gadget Grey. આ ફોન 23 ડિસેમ્બર 2025થી Flipkart, Motorola.in અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ₹28,999ની અસરકારક લોન્ચ કિંમતે ઉપલબ્ધ થશે.
