આદિવાસી સંસ્કૃતિ પર આધારિત એક શાનદાર અને ડાર્ક ગુજરાતી ફોક થ્રિલર

ગુજરાતના એક અંતરિયાળ આદિવાસી ગામની છે, જ્યાં એક પછી એક થતી ક્રૂર હત્યાઓ ગામની શાંતિ ડહોળી નાખે છે. ડરી ગયેલા ગ્રામજનો ‘અભયસિંહ’ પાસે જાય છે, જે એક પ્રતિષ્ઠિત સ્થાનિક મરઘાં પાલક છે, ગામલોકોનું માનવું છે કે અભયસિંહ પાસે તેના પૂર્વજો તરફથી મળેલી કેટલીક ગુપ્ત અને ચમત્કારિક વિદ્યાઓ છે, જે તેમને આ સંકટમાંથી બચાવી શકે છે. જોકે, સત્ય એ છે કે અભયસિંહ પોતે જ પોતાના કેટલાક ભયાનક માનસિક ભ્રમ સામે ઝઝૂમી રહ્યો છે. જેમ જેમ તે આ મર્ડર મિસ્ટ્રીના મૂળ સુધી પહોંચે છે, તેમ તેને આ હત્યાઓ, ગામના ડરાવનારા ભૂતકાળ અને પોતાના જ જીવનના કેટલાક છુપાયેલા રહસ્યો વચ્ચેનો ભયાનક સંબંધ સમજાય છે.

કૌશિક ગરાસિયા દ્વારા દિગ્દર્શિત આ શાનદાર ફિલ્મ દર્શકોને ગુજરાતના એક એવા દૂરના અને આકર્ષક ગામમાં લઈ જાય છે, જ્યાં ભયાનક હત્યાઓનો સિલસિલો ચાલે છે. કૌશિક ગરાસિયાએ ‘કડકનાથ’ દ્વારા માત્ર એક વાર્તા નથી કહી, પરંતુ ગુજરાતી સિનેમાની દિશા બદલવાનો એક સાહસિક પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ પાછળ તેમનું મુખ્ય વિઝન ફિલ્મને એક સામાન્ય મર્ડર મિસ્ટ્રીથી ઉપર ઉઠાવીને બેસ્ટ સાયકોલોજીકલ ફોક થ્રિલર બનાવવાનું હતું. મોટા શહેરોને બદલે ગુજરાતના એવા વિસ્તારને પડદા પર લાવવા માંગતા હતા જે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. દાહોદની અસલ આદિવાસી સંસ્કૃતિ, તેમના રીતિ-રિવાજો, તેમની માન્યતાઓ અને ત્યાંના લોકોના ભયને તેમણે ગ્લેમરાઇઝ કર્યા વિના એકદમ ‘રૉ’ અને વાસ્તવિક રીતે રજૂ કરવાનું વિઝન રાખ્યું હતું.

‘કડકનાથ’ સામાન્ય ગુજરાતી ફેમિલી ડ્રામા અને કોમેડી ફિલ્મોની ભીડથી એક સાહસિક રીતે અલગ પડે છે. દાહોદ જિલ્લાની અસલ આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક ‘ભીલી’ બોલીના ઉપયોગ દ્વારા, આ ફિલ્મ દર્શકોને એક અત્યંત પ્રભાવશાળી, રહસ્યમય અને સાયકોલોજીકલ થ્રિલરનો શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ પૂરો પાડે છે.

રેટિંગ: 3/5 સ્ટાર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *