Make in India થી આત્મનિર્ભર ભારત સુધી: 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ ઉદ્યોગોનું સન્માન

અમદાવાદ, 24 ઓગસ્ટ 2026: ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15 મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026 નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું.

છેલ્લા 15 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સ આજે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થયું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને યોગ્ય ઓળખ અને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાતના મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓની ઉપસ્થિતિ

15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સની ભવ્ય સાંજમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં ડૉ. જયરામભાઈ ગામીત, માનનીય રાજ્ય મંત્રી, ઉદ્યોગો તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિભાગની  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી.

આ ઉપરાંત ડૉ. પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપના મહામંત્રી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોલીવુડ અભિનેત્રી ઈશિતા દત્તાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકેની વિશેષ ઉપસ્થિતિએ સમારંભની ભવ્યતામાં વધારો કર્યો હતો. શ્રી વાય. કે. સિંહ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, શ્રી જનક ઠક્કર, ભાજપના સાંસ્કૃતિક સેલમાથી તથા ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સલાહકાર મંડળના સભ્ય શ્રી અરવિંદ વેગડા પણ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગુણવત્તાની સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંકલ્પ

ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સ્થાપક શ્રી હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે, “છેલ્લા દોઢ દાયકાથી ક્વોલિટી માર્ક એવોર્ડ્સ દ્વારા અમારો સતત પ્રયાસ રહ્યો છે કે ભારતીય ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્તમતા માટેની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં આવે. 15મું સંસ્કરણ આ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમારો ઉદ્દેશ માત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને સન્માનિત કરવાનો નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગતને ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને નૈતિક વ્યવસાય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે.”

શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન

સમારંભ દરમિયાન ઉત્પાદન, સેવાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્યસેવા, ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026થી સન્માનિત કરવામાં આવ્યા.

આ વર્ષના વિજેતાઓએ ગુણવત્તા, સતત સુધારણા, નવીનતા, ટકાઉ વિકાસ અને નૈતિક વ્યવસાયિક અભિગમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

ક્રમાંકકંપનીનું નામકેટેગરી
1દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA)મેક ઇન ઇન્ડિયા અને ગ્રીન પહેલ
2દરિયા શિપિંગ એજન્સીઝ પ્રા. લિ.શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ સેવાઓ
3વ્રજ જ્વેલર્સસિલ્વર જ્વેલરી ડિઝાઇન અને નવીનતા
4કાબરિયા ગ્રુપપી.જી. આવાસ અને રહેણાંક અનુભવ
5યુનિવર્સલ વાલ્વ્સ પ્રા. લિ.ઔદ્યોગિક વાલ્વ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ
6વારી એનર્જીઝ લિ.નવીનીકરણીય ઊર્જા અને ટકાઉ સોલાર મેન્યુફેક્ચરિંગ
7ઝાયમો કોસ્મેટિક્સકોસ્મેટિક્સ મેન્યુફેક્ચરિંગ
8રુશિલ ડેકોર લિમિટેડનવીનતા અને ટકાઉ મેન્યુફેક્ચરિંગ – ડેકોરેટિવ સરફેસિસ
9રેજિયસ લાઇફસ્ટાઇલરિટેલ ફેબ્રિક્સ
10વેલેન્સિયા ક્લબ એન્ડ રિસોર્ટલક્ઝરી હોસ્પિટાલિટી અને રિસોર્ટ
11રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડપ્રીમિયમ વર્સ્ટેડ ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ
12શાહ એન્ડ કો. ડિસ્ટ. પ્રા. લિ.ઓડિયો-વિઝ્યુઅલ સાધનો
13વાઇબ્રેશન સાઉન્ડ ડિઝાઇનઓડિયો સોલ્યુશન્સ
14શ્રી બાલાજી સન એનર્જીસોલાર એનર્જી સોલ્યુશન્સ
15રુંગમહિલાઓની એથનિક ફેશન
16ANBR Elixir Pvt. Ltd. (અરિહંત ગ્રુપ)લિક્વિડ ફર્ટિલાઇઝર સોલ્યુશન્સ
17લિટમસ એગ્રી-ટેક પ્રા. લિ. (Redox)કૃષિ ઇનપુટ્સ અને પાક પોષણ
18હેક્સા એગ્રો ઇન્ડસ્ટ્રીઝટકાઉ કૃષિ સોલ્યુશન્સ
19બેલોક્સી સલ્ફર LLPસલ્ફર આધારિત એગ્રોકેમિકલ સોલ્યુશન્સ
20ક્રિએટિવ બ્રાન્ડ INCબ્રાન્ડ મેનેજમેન્ટ
21BU4 Autoઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ
22પ્રાઇમ PRપીઆર અને કમ્યુનિકેશન્સ
23SV Space Designsયુવા ઉદ્યોગસાહસિક
24નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડસોલાર સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ
25ડિઝાયર ઇન્ટિરિયર સ્ટુડિયોઇન્ટિરિયર ડિઝાઇનર

ક્વોલિટી માર્ક એવોર્ડ્સ માત્ર સફળતાની ઉજવણી નથી, પરંતુ ગુણવત્તા અને ઉત્તમતાની દિશામાં સતત આગળ વધવા માટે સમગ્ર ઉદ્યોગ જગતને પ્રેરણા આપતું એક મહત્વપૂર્ણ મંચ છે.

ક્વોલિટી માર્ક ટ્રસ્ટના શ્રી અરવિંદ વેગડા એ જણાવ્યું હતું કે, સમારંભ દરમિયાન એવોર્ડ પ્રેઝન્ટેશન સાથે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મહેમાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે નેટવર્કિંગ તથા પરસ્પર વિચારવિમર્શની તકો પણ સર્જાઈ હતી.

15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નો સંદેશ સ્પષ્ટ રહ્યો ગુણવત્તા માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ સતત ઉત્તમતા તરફ આગળ વધવાની સંસ્કૃતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *