ફિલ્મ રિવ્યૂ: બધું ઓલરાઈટ છે (Badhu Alright Che)

રેટિંગ: ⭐⭐⭐⭐ (4/5)

ગડબડ-ગોટાળા અને કન્ફ્યુઝન કોમેડીનો એક ક્રેઝી ફેમિલી ડોઝ! ગુજરાતી સિનેમામાં અવારનવાર કૌટુંબિક ફિલ્મો આવતી રહે છે, પરંતુ ડિરેક્ટર ઉમંગ વ્યાસની ‘બધું ઓલરાઈટ છે’ મનોરંજનને એક અલગ જ સ્તરે લઈ જાય છે. વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે જે રોજબરોજના ઘરગથ્થુ ગડબડ-ગોટાળા, ગેરસમજો અને એક પછી એક ઊભા થતા પ્રોબ્લેમ્સના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. પરિસ્થિતિ ગમે તેટલી બગડે, પણ આખો પરિવાર હસતા-હસતા પોતાને અને દુનિયાને એ જ ગાઈડલાઈન આપતો રહે છે કે—બકા, બાકી બધું ઓલરાઈટ છે!” આ કન્સેપ્ટ જ પ્રેક્ષકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે.

ફિલ્મની સૌથી મોટી તાકાત તેનું લેખન અને સિચ્યુએશનલ કોમેડી છે. પુનિત દવે, કેયુ શાહ અને જીત અજવાળિયાએ સ્ક્રિપ્ટમાં એવા પંચ લાઈન્સ અને ટ્વિસ્ટ મૂક્યા છે જે તમને પેટ પકડીને હસવા મજબૂર કરી દેશે. આ એક એવી પ્યોર ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેમાં ક્યાંય લાઉડનેસ કે બળજબરીથી ઠાંસેલું હાસ્ય નથી. વાર્તા જે સ્પીડથી આગળ વધે છે અને જે રીતે રોલરકોસ્ટર જેવી સાબિત થાય છે, તે સ્ક્રિપ્ટ પર થયેલી મહેનત દર્શાવે છે.

અભિનયના મોરચે વિરાજ ઘેલાનીએ મેદાન મારી લીધું છે. ડિજિટલ સ્પેસમાં ધૂમ મચાવ્યા બાદ મોટા પડદા પર મુખ્ય અભિનેતા તરીકે તેની કોમેડી ટાઈમિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ એકદમ નેચરલ અને લાજવાબ છે. જ્હાન્વી ગુરનાની, મેહુલ બુચ, દીપ વૈદ્ય અને કૃણાલ પંડિત જેવા કલાકારોએ કમાલનું પરફોર્મન્સ આપ્યું છે. આ સાથે શરદ વ્યાસ, પ્રેમ ગઢવી, ચેતન દૈયા અને મોરલી પટેલ જેવા દિગ્ગજોની હાજરીથી ફિલ્મની દરેક ફ્રેમ જીવંત લાગે છે. અન્ય કલાકારો પ્રેમ ગઢવી, શરદ વ્યાસ, મોરલી પટેલ, વિનીતા જોશી, જય ઉપાધ્યાય, ચેતન દૈયા, ખુશ્બુ ત્રિવેદી, મિહિર રાજડા, જીમેશ પટેલ અને કવિન જાની એ પણ ચાર ચાંદ લગાવ્યા છે. દરેક પાત્રનું ટ્યુનિંગ અદભુત બેઠું છે.

પ્રોડક્શન વેલ્યુની દ્રષ્ટિએ સારેગામાએ આ ફિલ્મને ખૂબ જ ભવ્ય અને કલરફુલ લુક આપ્યો છે. અનુષા સિંઘાનિયાની સિનેમેટોગ્રાફી ફ્રેશ છે અને જેરી સિલ્વેસ્ટર વિન્સેન્ટનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોમેડી સીન્સમાં ચાર ચાંદ લગાવે છે. ટૂંકમાં, જો તમે વીકેન્ડમાં તમારા આખા પરિવાર સાથે કોઈ ટેન્શન વગર પ્રદૂષણમુક્ત અને હાઈ-એનર્જી કોમેડી માણવા માંગતા હોવ, તો આ ફિલ્મ થિયેટરમાં જઈને માણવા જેવી છે. આ ક્રેઝી રાઈડને અમારી તરફથી પૂરા 4 સ્ટાર્સ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *