ઇન્ડિયાનું ફર્સ્ટ “કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ” અમદાવાદમાં  ‘દાસ્તાન ઓટોવર્લ્ડ’ ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો  અનોખો સંગમ

હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે

• 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન યોજાશે ભવ્ય પબ્લિક એક્ઝિબિશન

અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કલેક્શનના કસ્ટડિએન્સ શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને શ્રી બ્રિજેશ ચીનાઈ દ્વારા કરવામાં આવી છે.

દાસ્તાન ઓટોવર્લ્ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજનનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે Rolls-Royce, Bentley, Lagonda, Maybach, Cadillac, Mercedes-Benz, Auburn અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઈકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે.

આ પ્રસંગે બોલતા શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈએ જણાવ્યું હતું કે, “દાસ્તાન ઓટોવર્લ્ડના પચીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે, અમે એક એવા અનુભવનું નિર્માણ કરવા ઈચ્છતા હતા જે માત્ર આ અદભૂત મોટરકારોની કારીગરીને જ નહીં, પરંતુ પડદા પર તેમણે જે વાર્તાઓને પ્રેરિત કરી છે તેનું પણ સન્માન કરે. કાર હંમેશા માત્ર મશીનથી વિશેષ રહી છે; તે આકાંક્ષા, નવીનતા અને લાગણીઓનું પ્રતીક છે. આ મહોત્સવ દ્વારા, અમે પ્રેક્ષકોને એન્જિનિયરિંગ અને સિનેમા વચ્ચેના એ અનોખા સંવાદના સાક્ષી બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”

‘દાસ્તાન ઓટોવર્લ્ડ’માં 100 થી વધુ દુર્લભ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઓટોમોબાઈલ્સનો સમાવેશ થાય છે. તે ભારતભરમાં ખાનગી વિન્ટેજ કાર કલેક્શનમાં મોખરે છે.  આ ફેસ્ટિવલના શિડ્યુલ મુજબ, 27 ફેબ્રુઆરી, શુક્રવારે સાંજે 7-00 વાગ્યે ‘Le Mans’, 28  ફેબ્રુઆરી, શનિવારે સાંજે 4-30  વાગ્યે ‘ચલતી કા નામ ગાડી ‘ અને રાત્રે 8-00 વાગ્યે ‘ધ ઈટાલિયન જોબ દર્શાવવામાં આવશે; જ્યારે 1 માર્ચ, રવિવારના રોજ સવારે 11-00 વાગ્યે  ‘Cars’ અને સાંજે 4-30 વાગ્યે એક્શન ફિલ્મ ‘ધૂમ 1’ નું સ્ક્રીનિંગ યોજાશે, જે અમદાવાદીઓ માટે ઓટોમોબાઈલ અને સિનેમાના સંગમને માણવાની એક સુવર્ણ તક છે.

અમદાવાદીઓ માટે વિન્ટેજ કારની દુનિયાને નજીકથી માણવાનો આ એક અનોખો અને યાદગાર અવસર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *