સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સે એરોસ્પેસ સિસ્ટમ્સના ઉત્પાદન અને સપ્લાય માટે રોલ્સ-રોયસ સાથે £300 મિલિયનનો લાંબા ગાળાનો કરાર કર્યો

સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સે રોલ્સ-રોયસ સાથે સાત વર્ષના લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે તેની વૈશ્વિક એરોસ્પેસ સફરમાં એક મક્કમ ડગલું છે. આ સમજૂતી વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એરોસ્પેસ OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) પૈકીના એક સાથેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવે છે, જે કંપનીને મહત્વપૂર્ણ વૈશ્વિક એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સના કેન્દ્રમાં સ્થાપિત કરે છે. આ કરારનું મૂલ્ય અંદાજે £300 મિલિયન (એટલે કે આશરે રૂ. 3800 કરોડ) છે, જે કંપનીને લાંબા ગાળાના આવકનો સ્ત્રોત અને ભાવિ વૃદ્ધિ પર વધુ સ્પષ્ટતા પ્રદાન કરે છે.

સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિલ કુમાર કાલિદિંડીએ જણાવ્યું હતું કે, “રોલ્સ-રોયસ સાથેની આ ભાગીદારી દર્શાવે છે કે અમારી વ્યૂહરચના કેવી રીતે આકાર લઈ રહી છે. તે ભારત-યુકે પ્લેટફોર્મ તૈયાર કરવામાં અમે કરેલા રોકાણો અને ગુણવત્તા, વિશ્વસનીયતા તથા લાંબા ગાળાની ભાગીદારી પરના અમારા ફોકસને સાર્થક કરે છે. અમે આને વૈશ્વિક એરોસ્પેસ પ્રોગ્રામ્સમાં અમારી ભૂમિકાને વધુ ઊંડી બનાવવાની અને બંને ક્ષેત્રોમાં અમારી ક્ષમતાઓ વધારવાની તક તરીકે જોઈએ છીએ. આ લાંબા ગાળાના કરાર દ્વારા અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અમે રોલ્સ-રોયસનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

આ કરાર હેઠળ, સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સ રોલ્સ-રોયસના એરોસ્પેસ પ્રોગ્રામ્સ માટે હાઈ-પ્રિસિઝન-એન્જિનિયર્ડ, સુરક્ષા-લક્ષી ઘટકો અને એસેમ્બલીઓના વિશાળ પોર્ટફોલિયોનો સપ્લાય કરશે. આ એક પ્રોગ્રામ-લેવલની ભાગીદારી છે જે ભારત અને યુકેમાં ફેલાયેલા કંપનીના મેન્યુફેક્ચરિંગ નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવશે. તે દર્શાવે છે કે કંપની હવે માત્ર કોઈ ચોક્કસ લોકેશન-આધારિત સપ્લાયરને બદલે એક સંકલિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરી રહી છે.

મૂળભૂત રીતે, આ ભાગીદારી અસ્તિત્વમાં રહેલા સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને વૈશ્વિક સ્તરે સંકલિત મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરવાની સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સની ક્ષમતામાં વિશ્વાસ પ્રગટ કરે છે. તેના ભારત-યુકે ‘ડ્યુઅલ-સોર્સ’ મોડલનો લાભ ઉઠાવીને, કંપની ભારતમાં કાર્યક્ષમ સ્કેલ અને યુકેમાં એન્જિનિયરિંગ સહયોગ તથા પ્રોગ્રામ સંકલનને એકસાથે લાવે છે. આ સાથે, કંપની એક સિસ્ટમ પ્લેયરથી વધુ સજ્જ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે પરિવર્તિત થઈ રહી છે, જે મોટા વર્ક પેકેજ સંભાળવા માટે સક્ષમ છે.

તાત્કાલિક વ્યવસાયિક પ્રભાવ ઉપરાંત, આ ભાગીદારી લાંબા ગાળાની ઓર્ડર પાઇપલાઇન દ્વારા બહુ-વર્ષીય આવકની નિશ્ચિતતા પૂરી પાડે છે અને લાંબા સમયગાળાના, ઉચ્ચ-મૂલ્ય ધરાવતા એરોસ્પેસ પ્રોગ્રામ્સમાં સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સની વૃદ્ધિને મજબૂત બનાવે છે.

જેમ જેમ કંપની તેના વૈશ્વિક પદચિહ્નો વિસ્તારી રહી છે, તેમ આ પ્રકારના કરારો એક વ્યાપક પરિવર્તન તરફ ઈશારો કરે છે. સિગ્મા એડવાન્સ્ડ સિસ્ટમ્સ એરોસ્પેસ સપ્લાય ચેઇનના મુખ્ય હાર્દ સમાન બની રહી છે, અને એવા પ્રોગ્રામ્સમાં વધુ મોટી અને જટિલ ભૂમિકાઓ સ્વીકારી રહી છે જે મોટા સ્કેલ અને ચોકસાઈ બંનેની માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *