Surat, December, 2025: ભારતીય દૂરસંચાર વિનિયમક પ્રાધિકરણ (ભા.દૂ.વિ.પ્રા) એ સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે નવેમ્બર 2025 મહિનામાં (ગુજરાત રાજ્યમાં) સુરત શહેરમાં યોજાયેલ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ ના નિષ્કર્ષો જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વોઇસ અને ડેટા બંને) ની વાસ્તવિક ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે.
આઈડીટી દરમિયાન, ભા.દૂ.વિ.પ્રા કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા ડાઉનલોડ અને અપલોડ સ્પીડ, સ્પીચ ક્વોલિટી વગેરે જેવા પ્રદર્શનના મુખ્ય સૂચકાંકો (KPIs) પર તમામ સેવા પ્રદાતાઓના મોબાઇલ નેટવર્કનો લાઇવ પર્ફોર્મન્સ ડેટા એકત્રિત કરવામાં આવ્યો. આ પરીક્ષણમાં એકથી વધુ અદ્યતન ટેસ્ટ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સત્રોને રિયલ-ટાઈમમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. આઈડીટી ના પરિણામો ગ્રાહકોને માહિતી આપવા અને ટીએસપી ને તેમની સેવાઓમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવા માટે ભા.દૂ.વિ.પ્રા ની વેબસાઇટ તથા અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે.
ભા.દૂ.વિ.પ્રા ની રિજીઓનલ ઓફિસ, જયપુરે તેની નિયુક્ત એજન્સી દ્વારા ગુજરાત એલએસએ માં 03.11.2025 થી 07.11.2025 દરમિયાન 412 KMs ના સિટી ડ્રાઇવ, 14 હોટસ્પોટ સ્થળો અને 2.0 Kms નો વોક ટેસ્ટ આવરી લેતા વિગતવાર ડ્રાઇવ ટેસ્ટ હાથ ધર્યા હતા. સુ સુરત શહેરમાં ઓપન મોડ (5G/4G/3G/2G) માં મોબાઇલ સેવાઓના આઈડીટી તારણો નીચે મુજબ આપેલ છે:
સુરતમાં હાથ ધરવામાં આવેલા ડ્રાઇવ ટેસ્ટમાં સુરત શહેરના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો શામેલ હતા જેમાં નજીકના ડાયમંડ નગર, અંબાબા કોમર્સ કોલેજ, ટ્રાન્સપોર્ટ નગર, પર્વત પાટિયા, ડિંડોલી, ઉધના બસ ડેપો, ભેસ્તાન, ઉન્ન પાટિયા, સચિન આઈએનએ, શિવ નગર, રાજ નગર, દિલદાર નગર, બામરોલી, ન્યુ સિટી લાઇટ, ગાંધી કુટીર, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ગવીયર, વેસુ, અડાજણ ગામ, ઇચ્છાપોર, ભેસાણ, પાલ ગામ, રાંદેર, કતારગામ, મોટા વરાછા, પટેલ નગર, વણાકલા, વગેરેનો સમાવેશ થાય છે.
આ આઈડીટી રિપોર્ટના પરિણામો સંબંધિત ટીએસપી ને પણ માહિતી આપવામાં આવી જેથી જરૂર પડ્યે તેમના તરફથી વધુ જરૂરી કાર્યવાહી કરી શકાય. આઈડીટીનો વિગતવાર રિપોર્ટ ભા.દૂ.વિ.પ્રા વેબસાઇટ www.trai.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
(i) વૉઇસ સેવાઓ:
| ક્ર. | KPI (3G/2G મોડ) | નીચેનામાં માપવામાં આવેલ | એરટેલ | બીએસએનએલ | આરજેઆઇએલ | વીઆઇએલ |
| 1 | કોલ સેટઅપ સફળતા દર % | % | 99.55 | 92.82 | 100.00 | 100.00 |
| 2 | ડ્રોપ કોલ દર % | % | 0.00 | 4.10 | 0.15 | 0.00 |
| 3 | કોલ સેટઅપ સમય સરેરાશ (સેકન્ડ) | sec | 1.24 | 1.15 | 0.56 | 0.66 |
| 4 | કોલ સાઈલન્સ દર (મ્યૂટ કોલ) | % | 0.62 | 7.14 | 0.76 | 0.92 |
| 5 | મીન ઓપિનિયન સ્કોર (MOS) | 1-5 | 4.01 | 3.40 | 3.86 | 4.48 |
(ii) ડેટા સેવાઓ:
| ક્ર. | KPI (ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G) | મેઝર્ડ ઇન | બીએસએનએલ | આરજેઆઇએલ | વીઆઇએલ | એરટેલ |
| 1 | એવરેજ ડાઉનલોડ થ્રૂપુટ | (Mbits/s) | 149.11 | 4.83 | 279.36 | 45.02 |
| 2 | એવરેજ ડાઉનલોડ થ્રૂપુટ | (Mbits/s) | 39.01 | 6.60 | 46.54 | 23.24 |
| 3 | લેટન્સી (50મો પર્સેન્ટાઇલ) | ms માં | 40.73 | 41.88 | 22.74 | 21.36 |
