- રિપેરથી આગળ જઈને ડિઝાઇન કરાયેલા આ નવા સર્વિસ સેન્ટર ઝડપી સેવા, આરામદાયક વાતાવરણ અને પ્રોડક્ટનો હેન્ડસ-ઓન અનુભવ આપે છે, જે ગ્રાહકોના બ્રાન્ડ સાથેના જોડાણને નવી વ્યાખ્યા આપે છે.
- સમગ્ર દેશમાં 100 પ્રીમિયમ સર્વિસ સેન્ટર શરૂ કરવાની યોજના.
Ahmedabad, October , 2025: વૈશ્વિક ટેકનોલોજી લીડર શાઓમીએ દેશના મુખ્ય શહેરોમાં 10 નવા પ્રીમિયમ સર્વિસ સેન્ટર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ગ્રાહક સેવા અને અનુભવના ક્ષેત્રમાં નવા ધોરણ નક્કી કરે છે. આ સર્વિસ સેન્ટર્સ બેંગલુરુ, હૈદરાબાદ, કોચી, ચેન્નઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, મુંબઈ, પુણે અને અમદાવાદમાં શરૂ કરવામાં આવી રહ્યા છે. આ પહેલ શાઓમીની “કસ્ટમર ફર્સ્ટ” ફિલસૂફીનું પ્રતિબિંબ છે, જે ઉચ્ચ સ્તરની સેવા અને અનુભૂતિસભર સફર પ્રદાન કરે છે. આ મહત્વપૂર્ણ માઈલસ્ટોન ભારત પ્રત્યે શાઓમીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. કંપનીએ સમગ્ર દેશમાં 100 પ્રીમિયમ સર્વિસ સેન્ટર્સ સુધી વિસ્તરણ કરવાની યોજના બનાવી છે, જે દેશના દરેક પિન કોડ સુધી પહોંચતી તેની વિશાળ સેવા નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
શાઓમી ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી સુધીન માથુરે જણાવ્યું, “શાઓમીમાં અમારું લક્ષ્ય ફક્ત પ્રોડક્ટ્સ બનાવવાનું નથી, પરંતુ અમારામાં વિશ્વાસ રાખનારા લોકો સાથે દીર્ઘકાળીન જોડાણ ઉભું કરવાનો છે. આ પ્રીમિયમ સર્વિસ સેન્ટર શરૂ કરવું એ જોડાણને વધુ મજબૂત બનાવવાની અને ભારતમાં કસ્ટમર્સ કેઅરના ધોરણને વધુ ઊંચું લાવવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. આ પહેલ આપણા લાંબા ગાળાના સંકલ્પને વ્યક્ત કરે છે કે આપણે લોકોના દૈનિક જીવનનો ભાગ બનીએ, તેમને સાંભળીએ, શીખીએ અને તેમના માટે સતત નવીનતા લાવતા રહીએ.”

પરંપરાગત આફ્ટર-સેલ્સ કેરથી આગળ જતી વિચારધારાથી ડિઝાઇન કરાયેલા આ નવા પ્રીમિયમ સર્વિસ સેન્ટર શાઓમીનીએ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે જેમાં કંપની પોતાના દરેક કાર્યના કેન્દ્રમાં યૂઝરને રાખે છે. શાઓમીએ ગ્રાહકોને વધુ ઉંચી કક્ષાનો અનુભવ આપવા પ્રયત્ન કર્યો છે. ગ્રાહકોને અહીં સ્વાગતસભર અને અનુભૂતિસભર વાતાવરણ સાથે ઝડપી અને વધુ ચોકસાઈયુક્ત સેવા મળશે. આ સેન્ટરમાં 95% રિપેર કામ 24 કલાકની અંદર પૂર્ણ થઈ શકે છે, જે હાલના 89% કરતાં નોંધપાત્ર સુધારો છે. આ શક્ય છે અદ્યતન ડાયગ્નોસ્ટિક ટૂલ્સ, સુવ્યવસ્થિત ક્વોલિટી ચેક, અને પૂરતી સ્પેર પાર્ટ્સ સપ્લાયને કારણે. તાજેતરના કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ સર્વે અનુસાર, શાઓમી સેવા ઝડપના મામલે ટોચની બ્રાન્ડ્સમાં સામેલ છે, જ્યાં 52% ગ્રાહકોની સમસ્યાઓ માત્ર 4 કલાકની અંદર ઉકેલાય છે. ઉપરાંત, જ્યાં રિપેરને 2 કલાકથી વધુ સમય લાગશે, ત્યાં ગ્રાહકોને કનેક્ટિવિટી અવરોધ વિના ચાલુ રહેવા માટે સ્ટેન્ડબાય હેન્ડસેટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
શાઓમીની સર્વસમાવેશકતા અને આધુનિક કાર્યસ્થળની પ્રતિબદ્ધતા અનુસાર, આ સેન્ટરો લિંગ વૈવિધ્યને (જૅન્ડર ડાયવર્સિટી) પણ પ્રોત્સાહન આપે છે. મહિલાઓને સશક્ત બનાવીને સર્વસમાવેશક વિકાસનું નિર્માણ કરે છે. દરેક સેન્ટરમાં પ્રમાણિત અને અનુભવી એન્જિનિયર્સની ટીમ છે, જેઓ નવીનતમ શાઓમી ટેકનોલોજીની તાલીમ મેળવેલા છે અને સાથે નિયમિત અપસ્કિલિંગ પ્રોગ્રામ્સ દ્વારા સતત તેમની કુશળતા વિકસાવે છે. ડેડિકેટેડ કસ્ટમર રિલેશનશિપ મેનેજર્સ અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં પારંગત હોવાથી ગ્રાહકો સાથેની વાતચીત વધુ સરળ અને અર્થપૂર્ણ બને છે.
નવા સેન્ટરોને માત્ર સર્વિસ પોઇન્ટ તરીકે નહીં, પરંતુ સર્વગ્રાહી અનુભવ કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. અહીં ગ્રાહકો શાઓમીના પ્રોડક્ટ્સનું અન્વેષણ (એક્સપ્લોર) અને ખરીદી કરી શકે છે. તેમજ બ્રાન્ડના સસ્ટેનેબિલિટી ફોકસને અનુરૂપ દરેક ટચપોઇન્ટ પર પેપરલેસ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોમ્યુનિટી બિલ્ડિંગને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલોમાં પણ ભાગ લઈ શકે છે. એવી જ એક પહેલ છે ‘શાઓમી ડેઝ’, જે દર બુધવારે યોજાશે, જેમાં ગ્રાહકોને વિશેષ સર્વિસ લાભો, મફત સોફ્ટવેર અપગ્રેડ અને ખાસ ડિસ્કાઉન્ટ મળશે.
બેંગલુરુ, હૈદરાબાદ, કોચી, કોલકાતા, જયપુર અને ચેન્નઈ સ્થિત સેન્ટરો પહેલેથી જ શરૂ થઈ ગયા છે, જ્યારે મુંબઈ, પુણે અને અમદાવાદના સેન્ટરો આજથી શરૂ થઈ રહ્યા છે. બાકી રહેલું દિલ્હીનું સેન્ટર આગામી તબક્કામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ સુવિધા ભારતભરમાં ઉત્કૃષ્ટ ગ્રાહક અનુભવ પૂરો પાડવાની શાઓમીની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે તેનું ઇકોસિસ્ટમ વિસ્તૃત કરવાની અને તેની ટેકનોલોજી લોકોને નજીક લાવવાની મહત્વપૂર્ણ પહેલનો પરિચય પણ આપે છે.
