“બેંગકોકમાં ગુંજ્યો સ્થિર ભવિષ્ય માટેનો નિર્ણાયક સંદેશ : ડો. નઈમ સિરાજુદ્દીન તીરમીઝી એ કહ્યું સ્થિર નિર્ણાયક ભવિષ્ય અને વિકાસ લક્ષ્યો માટે વિશ્વને એક બીજાના સહકારની જરૂર

આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબલ ફ્યુચર કોન્ફરન્સ યુનાઈટેડ નૅશન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ કમીશન ફૉર એશિયા એન્ડ પેસિફિક (UNESCAP) ના કોન્ફરન્સ સેન્ટર ખાતે, બેંગકોક (થાઇલેન્ડ)માં યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સ્થિર અને દીર્ઘકાલીન ભવિષ્ય તથા યુનાઈટેડ નૅશન્સના ૧૭ સ્થિર વિકાસ લક્ષ્યો (SDGs) અંગે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના વિચારો તેમજ કાર્યયોજનાઓ રજૂ કરી હતી.

માનવતાવાદી કાર્યો માટે જાણિતા બિઝનેસમેન ડૉ. નઈમ તીરમિઝી, અમદાવાદ (ઇંડિયા) થી આમંત્રિત વક્તા અને પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સ્થિર અને દીર્ઘકાલીન ભવિષ્ય અંગે વિસ્તૃત અને દૃઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.

તેમણે તેમના ભાષણ દરમિયાન બદલાતી હવામાન પરિસ્થિતિ, વધતા તાપમાન, અતિશય આબોહવાની ઘટનાઓ, સમુદ્રના વધતા સ્તરો તથા ઘટતી જૈવિક વિવિધતા જેવા અત્યંત ગંભીર અને તાત્કાલિક ધ્યાન માંગતા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમના અસરકારક સંદેશને અંતે ઉપસ્થિત સૌએ ઉષ્માભેર તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું.

વિશ્વભરના નિષ્ણાત વક્તાઓએ પણ સ્થિર અને દીર્ઘકાલીન ભવિષ્ય તથા સ્થિર વિકાસ લક્ષ્યો અંગે પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી અને વૈશ્વિક સ્તરે સંયુક્ત અને સુસંગત પ્રયત્નોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

તે સિવાય બીજા દિવસે પ્રિન્સ પેલેસ બેંગકોક ખાતે યોજાયેલ છઠ્ઠી ગ્લોબલ ચેન્જ મેકર્સ કોન્ફરન્સ માં ડૉ. નઈમ તીરમિઝી ને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં વિશ્વ ના જુદા જુદા દેશો માં થી પધારેલા નામાંકિત મહેમાનો કે જેમણે ચેન્જમેકર્સ તરીકે મહત્ત્વ ના કર્યો કર્યા છે તેમને ડૉ. નઈમ તીરમિઝી ના હસ્તે એવોર્ડ અપાવી સન્માનિત કરવા માં આવ્યા હતા. ડૉ. તીરમિઝી એ પોતાના વ્યક્તવ્ય માં દુનિયામાં સ્થિરતા, પ્રાથનિક સુવિધાઓ અને વિકાસ માટે તેમના કાર્યો માટે બિરદાવી ચેન્જમેકર્સ નું મહત્ત્વ સમઝાવ્યું હતું કે કઈ રીતે તેઓ બદલાવ લાવવા માં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *