National, 2026: આગામી અને બહુપ્રતિક્ષિત T20 સીઝન પૂર્વે, લાઇટિંગ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની સિગ્નિફાઈ (Euronext: LIGHT) એ તેની ઉભરતી ઇલેક્ટ્રિકલ બ્રાન્ડ ઈકોલિંક અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની ભાગીદારીની જાહેરાત કરી છે. ઈકોલિંક સત્તાવાર ભાગીદાર તરીકે આ ટીમ સાથે જોડાયું છે, જે સમગ્ર ભારતમાં બ્રાન્ડની પહોંચ અને લોકપ્રિયતા વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
સિગ્નિફાઈ, ગ્રેટર ઈન્ડિયાના સીઈઓ અને એમડી સુમિત જોશીએ જણાવ્યું હતું કે, “સિગ્નિફાયમાં, અમારું ધ્યાન એવા ઇનોવેશન પર છે જે અમારા ગ્રાહકો માટે સાર્થક મૂલ્ય ઉભું કરે. ભારતીય ઘરો માટે વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ ઉકેલો પ્રદાન કરીને ઈકોલિંક આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેમ જેમ અમે બ્રાન્ડની હાજરીનો વિસ્તાર કરી રહ્યા છીએ, તેમ T20 સીઝન મોટા પાયે ગ્રાહકો સાથે જોડાવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની અમારી ભાગીદારી અમને ઉત્સાહી ચાહકો સાથે જોડાવાની તક આપે છે અને સાથે જ ભારતના દરેક ઘરમાં ઈકોલિંકના જોડાણને વધુ મજબૂત બનાવે છે.”
સિગ્નિફાઈ, ગ્રેટર ઈન્ડિયાના સ્ટ્રેટેજી અને માર્કેટિંગ હેડ નિખિલ ગુપ્તાએ ઉમેર્યું હતું કે, “ઈકોલિંકને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને આ ભાગીદારી તે વેગને મોટા પાયે વધારવા તરફનું એક વ્યૂહાત્મક પગલું છે. વધતી જતી લોકપ્રિયતા અને વિશ્વસનીય તથા ઉચ્ચ પ્રદર્શન ધરાવતા સોલ્યુશન્સ પ્રદાન કરવાના સ્પષ્ટ લક્ષ્ય સાથે, ઈકોલિંકની વિચારધારા સનરાઇઝર્સ હૈદરાબાદના જુસ્સા—જેમ કે ક્ષમતાને પ્રોત્સાહન આપવું, સાતત્ય જાળવવું અને વિશ્વાસ કેળવવો—સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ઉચ્ચ-અસરકારક વિઝિબિલિટી, સંકલિત અભિયાનો અને ચાહકોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા જોડાણો દ્વારા, અમારો ઉદ્દેશ્ય ગ્રાહકો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને ભારતીય પરિવારો માટે એક વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ બ્રાન્ડ તરીકે ઈકોલિંકના સ્થાનને વધુ મજબૂત કરવાનો છે.”
સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ શ્રી કે. શણમુગમે જણાવ્યું હતું કે, “આગામી T20 શ્રેણી માટે ઈકોલિંક સાથે જોડાતા અમને ખૂબ આનંદ થાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં, અમે નવીનતાની સંસ્કૃતિ અને અમારા ઉત્સાહી ચાહકો સાથેના ઊંડા જોડાણથી પ્રેરાયેલા છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી ચાહકોના અનુભવને વધુ બહેતર બનાવશે અને જ્યારે અમે ટ્રોફી માટે મેદાનમાં ઉતરીશું ત્યારે ઉર્જા અને ઉત્સાહને ઉચ્ચ સ્તરે જાળવી રાખશે.”
સનરાઇઝર્સ હૈદરાબાદ આગામી સીઝનમાં વચગાળાના કેપ્ટન ઇશાન કિશન અને હેડ કોચ ડેનિયલ વેટોરીના નેતૃત્વમાં મજબૂત સ્ક્વોડ સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટીમમાં અભિષેક શર્મા, ઇશાન કિશન, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને લિયામ લિવિંગસ્ટોન જેવા અનેક દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર સીઝન દરમિયાન ચાહકોનો ઉત્સાહ જાળવી રાખશે.
