અમદાવાદની નહેરોમાં પ્લાસ્ટિક કચરાને નાથવા માટે નવી ટ્રેશ બેરિયર પહેલનો પ્રારંભ

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા અને શહેરી જળાશયોને પુનર્જીવિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ (HDBFS) એ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) સાથે મળીને અમદાવાદમાં ‘ટ્રેશ શિલ્ડ’ પહેલનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નહેરોમાં અત્યાધુનિક ‘ટ્રેશ બેરિયર્સ’ લગાવવામાં આવ્યા છે અને સમુદાયના સહયોગથી કચરાના વ્યવસ્થાપન માટેના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટને HDB ફાઇનાન્શિયલ સર્વિસીસના સમર્થન અંગે , HDB ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ પીપલ એન્ડ ઓપરેશન્સ, આશિષ ઘાટનેકરે જણાવ્યું હતું કે, ‘અમારા માટે સસ્ટેનેબિલિટી એ માત્ર પર્યાવરણના રક્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એવી પ્રણાલીઓ બનાવવી છે જે સમુદાયોને આપણા સહિયારા સંસાધનોની જાળવણીમાં ભાગીદાર બનાવે. અમદાવાદમાં ‘ટ્રેશ શિલ્ડ’ પહેલને સમર્થન આપીને, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ જળમાર્ગોને સ્વચ્છ બનાવવા સાથે સામુદાયિક સ્તરે જવાબદાર કચરા વ્યવસ્થાપનની પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહી છે. CEE સાથેના આ સહયોગથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઉકેલોની સાથે જાગૃતિ અને વર્તણૂકમાં બદલાવ લાવી રહ્યા છીએ, જે શહેરી ઇકોસિસ્ટમ માટે કાયમી અસર ઊભી કરશે.’

આ પહેલ અંગે વાત કરતા, પ્રીતિ આર. કનોજિયા, સીનિયર પ્રોગ્રામ ડિરેક્ટર, CEE એ જણાવ્યું હતું કે, “શહેરી નહેરો અને ડ્રેનેજ સિસ્ટમ ઘણીવાર તે પ્રથમ માધ્યમ છે જેના દ્વારા પ્લાસ્ટિકનો કચરો આપણી નદીઓના ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરે છે. HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથેના આ સહયોગ દ્વારા, અમારો ઉદ્દેશ્ય એક એવો વ્યવહારુ અને ફરીથી અમલમાં મૂકી શકાય તેવો ઉકેલ દર્શાવવાનો છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણને તેના ઉદ્ભવ સ્થાને જ ડામવા માટે માળખાગત સુવિધાઓ, સામુદાયિક ભાગીદારી અને વર્તણૂકમાં પરિવર્તનનો સમન્વય કરે છે.”

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદની મહત્વપૂર્ણ નહેરો, જેમ કે ગોધવી કેનાલ અને મોરૈયા કેનાલ, જે હાલમાં અતિશય ઘન કચરાના પ્રવાહથી પ્રદૂષિત થઈ રહી છે, ત્યાંથી પ્લાસ્ટિક અને તરતા કચરાને અટકાવવાનો છે. વ્યૂહાત્મક સ્થળોએ ‘સ્માર્ટ ટ્રેશ બેરિયર્સ’  લગાવીને, આ પ્રોજેક્ટનો હેતુ તરતા કચરાને નહેરોમાં આગળ વધતો અટકાવવાનો અને તેને મોટા જળાશયોમાં ભળતો રોકવાનો છે.

આ ‘ટ્રેશ બેરિયર્સ’ સ્થાનિક સ્તરે નિર્મિત, સસ્તા, મોડ્યુલર અને લાંબા સમય સુધી ટકી રહે તેવા છે, તેથી તેને અલગ-અલગ પહોળાઈ અને પાણીના પ્રવાહ ધરાવતી નહેરોમાં સરળતાથી લગાવી શકાય છે. એકત્રિત થયેલા કચરાને નિયમિત અંતરે હાથેથી દૂર કરવામાં આવે છે, તેનું વર્ગીકરણ કરવામાં આવે છે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને તેને અધિકૃત ‘મટીરીયલ રિકવરી ફેસિલિટીઝ’ (MRFs) માં મોકલવામાં આવે છે, જેથી તેનું સોર્ટિંગ, રિસાયકલિંગ અથવા સુરક્ષિત નિકાલ થઈ શકે. આ અભિગમ સ્થાનિક કચરા વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવે છે અને કુદરતી ઇકોસિસ્ટમમાં કચરાને ભળતો અટકાવે છે.”

આ પહેલ નિર્ધારિત સ્થળોએ પ્લાસ્ટિકના કચરાને અંદાજે 50% જેટલો અટકાવે છે અને પ્લાસ્ટિકના અવશેષોને મહત્વની નદીઓ તથા દરિયાઈ વાતાવરણમાં ભળતા રોકે છે. તે દર વર્ષે 80 થી 100 ટન પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી જળચર રહેઠાણોને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે અને પાણીની ગુણવત્તામાં લગભગ 30% જેટલો સુધારો કરે છે. આ ઉપરાંત, કચરો જમા થવાને કારણે ડ્રેનેજ લાઈનોમાં થતી ચોકઅપની સમસ્યા દૂર કરીને, આ પ્રયાસ પૂરના જોખમને ઘટાડે છે અને શહેરી જળ પ્રણાલીને વધુ સ્વસ્થ બનાવે છે.

‘ટ્રેશ શિલ્ડ’ પહેલને ભારતના વિવિધ સ્થળોએ લાગુ કરવામાં આવી છે, જેમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં નહેરો અને જળાશયોને પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ્સ પહેલેથી જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *